સગાઈ પછીનો સમય અત્યંત સંવેદનશીલ

પાલવના પડછાયા

લગ્નની વાત આવે ત્યારે તેમાં સમજદારી રાખવી પડશે, સ્વપ્નોની દુનિયામાં રાચશો નહી. તમારે વાસ્તવવાદી બનવું પડશે અને તે રીતે ર્નિણયો લેવા પડશે. બાકી સગાઈથી લગ્નનો ગાળો અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે
સગાઈ અને લગ્ન વચ્ચેનો સમયગાળો ખૂબ વિશેષ અને રોમાંચકારી હોય છે. દરેક ઘડીએ દિલના રાજા ની સાથે વાતો કરવા માટે તમારું દિલ ઉત્સુક અને બેચેન હોય છે. એવામાં ફોન સ્વિચ ઓફ હોય અથવા વ્યસ્ત હોય અને સતત રિંગ કરવા છતાં ફોન ન ઉપાડે ત્યારે તમારા મનની સ્થિતિ કેવીક હોય છે તે સમજી શકાય છે. તમારા ભવિષ્યના રાજકુમાર સાથે ફોન ઉપર વધુ પડતી વાતો કે હળવું તમારા માટે મુશ્કેલી ઉભી કરી છે એવું તમે કદી વિચાર્યું છે ખરું ? નહિ ને ? તો આ વાત બિલકુલ સાચી છે ક્યારેક ક્યારેક જીવનના શાંત સરોવર માં વિદનોના વમળો, ઉત્પન્ન થઈ શકે છે એને કલ્પેલું કે ન ધારેલું બની જાય ત્યારે દુનિયાને સુખ ચેન હમારા છિન લીયા આ પંક્તિ ગાઈને દિલને આશ્વાસન આપવું રહ્યું !
ક્યારેક બંનેના કોઈ એક મુદ્દાને લઈને ભિન્ન ભિન્ન વિચારો હોય છે ત્યારે જે પરિસ્થિતિનું સર્જન થાય છે તેને લઈને જીવનમાં ભારે ઉત્પાત મચી જાય છે. આવામાં બંને પોત પોતાના ઈગોને વળગી રહે છે અને અહમનો ટકરાવ થાય છે. પછી નજીદિકિયાં દૂરિયા બની જતાં વાર લાગતી નથી. બંને અબોલા પણ લે છે. આ સમયે ખૂબ સાવધાની રાખવી જોઈએ. ભાવિ પતિ – પત્ની કે પછી મગજનો દુઃખાવો ? ભાવિ પતિ – પત્ની એક બીજાને અપાયેલ ભેટને એક સુમધૂર જીવનનું સંભારણું સમજીને સાચવી રાખે છે. પરંતુ આ ભેટને પ્રેમના પ્રતિક તરીકે નહિ બલ્કે પોતાનું સ્ટેટસ કે અમીરી બતાવવા માટે અપાતી હોય ત્યારે જીવનમાં તોફાનનું વંટોળ ઉદ્ભવે છે. ભેટ આપીને પ્રેમ વ્યકત કરાય એવું નથી. પ્રેમ વ્યક્ત કરવામાં અન્યે ઘણા માર્ગો છે જો ભાવિ ડપતિ-પત્ની પોતાને હમ કિસીસે કમ નહિ એવું બતાવવા કરતા હોય તો જતે દિવસે આ સમસ્યા માથાનો દુઃખાવો બની શકે છે. શું મારો ર્નિણય સાચો છે? વર્તમાન યુગમાં કોઈ કોઈના ઉપર વિશ્વાસ કરતું નથી. એક અનજામ અજનબીથી લગ્ન નક્કી થયાં હોય ત્યારે પરિસ્થિતિ અત્યંત નાજુક બની જાય છે. પરિવારના સભ્યો ત્નહાહ્મ અને ત્નનાહ્મ નો વહેંચાઈ જાય છે. જીવનની નૈયા ગોથાં ખાતી હોય છે. શું તેનું જીવન સુખમય રહેશે કે પચી અધવચ્ચે ફસાઈ જાય છે. તેેથી ઉતાવળ કર્યા વિના શાંત ચિત્તે યોગ્ય ર્નિણય લેવો જોઈએ કારણ કે જીવન બે ચાર દિવસનું નથી ! હું કહું તેમ કરો ! તમે ભાવિ ત્નરાજકુમારહ્મ સાથે ફરવા ગયા છો.
નાસ્તો ખાવાનું મન થયું છે. બંને પોત પોતાની પસંદગીનો નાસ્તો એકબીજાને ખવડાવતા માટે વણસી શકે છે. તે રિસાઈને ઘેર પણ જઈ શકે છે. ટૂંકમાં પોતાની મરજીનુું ખવડાવવું એ યોગ્ય નથી. દરેકની પસંદગી અલગ અલગ હોય છે તેથી પરાણે બળજબરી કરવી ઠીક નથી.
આમ નહિ તેમ કરો ! એક જ વ્યસાય કરતાં દંપત્તીમાં ક્યારેક ગેર સમજ થાય છે. પત્ની જ્યારે પતિ પાસે કોઈ સમસ્યામાં લઈને સલાહ માંગે ત્યારે પતિ મહાશય એવું સમજે છે કે હું મારી પત્ની કરતાં વધુ નિપુણ છું. તે વાદ-વિવાદ અને દલીલબાજીમાં ઉતરી પડે છે. તે પોતાને વધુ સારો અને જ્ઞાની છે તેવું સાબિત કરવા પ્રયત્ન કરે છે.
બસ ખલાસ ! નજીક કે દૂર ? બહાર જતી વખતે બંને એ અર્થહીન વાતોથી દૂર રહેવું જોઈએ. કારણ કે બંનેના ર,ના વિષયો અલગ અલગ હોઈ શકે છે. બંનેએ એક બીજાની ભાવનાઓને સમજવાની જરૂર છે. લગ્નની વાત આવે ત્યારે તેમાં સમજદારી રાખવી પડશે, સ્વપ્નમાં રાચી શકો નહી. તમારે વાસ્તવવાદી બનવું પડશે અને તે રીતે ર્નિણયો લેવા પડશે. બાકી સગાઈથી લગ્નનો ગાળો અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે. મગજથી કામ લેવું જોઈએ, અગત્યના દોરવ્યે દોરાવું નહિ. આખરે તેમની સાથે જીવન તો આખરે તરવરે જ વીતાવવાનું છે ને ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.