વ્યાયામ અને સુંદરતાનો પર્યાય એટલે શિલ્પા શેટ્ટી
જે સ્ત્રીઓને સ્વસ્થ અને ખુશનુમા જીવન જીવવાની પ્રેરણા આપે છે..
મિત્રો આજે આપણે વ્યાયામ, યોગા અને યોગ્ય આહાર અને વિહારથી કઈ રીતે સ્વસ્થ જીવન જીવી શકાય તે શિલ્પા શેટ્ટીની જીવનશૈલી પરથી જાણકારી મેળવીશું.
વ્યાયામ, યોગા અને ગ્રીન ટી થી દિવસની શુરુઆતઃશ્વર્તમાન ૨૦૨૦ માં થયેલા ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી એ જણાવ્યું હતું કે તેની સવાર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સવારે ઉઠી ને તે ગ્રીન ટી લેવાનું પસંદ કરે છે તેનાથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે. અને શરીરના બધા જ અવયવો જે રાત્રી દરમિયાન નિષ્ક્રિય હોય છે તે સક્રિય થઇ જાય છે.અને ત્યારબાદ શરીર બીજા કાર્યો કરવા માટે સક્ષમ થઇ જાય છે. ત્યારબાદ તેણીએ જણાવ્યું હતું કે રોજ ૧ કલાક તે વર્કઆઉટ કરે છે. ઘરે જ બધા જ સાધનો ઉપલબ્ધ છે, તે જીમમાં જવાનુ ઓછું પસંદ કરે છે. તેમાં સૂર્યનમસ્કાર વિશેષ હોય છે અને યોગામાં તે એક કલાક જેટલો સમય આપે છે તેમાં અનુલોમ-વિલોમ, કપાલભારતી અને ૐનું ઉચ્ચારણ જેવા યોગો કરે છે.. વચ્ચે વચ્ચે થાકનો અનુભવ થાય તો તે ફક્ત સાદું પાણી નહીં પણ લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે.તે સ્ત્રીઓ ને એક જ સલાહ આપે છે કે વધતી જતી ઉંમરને અટકાવવા માટે યોગ જ ઉત્તમ વિકલ્પ છે. આમ શિલ્પા ના દિવસની શુરુઆત ખૂબ જ તાજગી અને ઉત્સાહપૂર્વક થાય છે..
હળવો બ્રેક-ફાસ્ટ સંપૂર્ણ દિવસને તરો તાજા રાખે છેશ્
શિલ્પા શેટ્ટી ના જીવનની એક મહત્વની બાબત એ છે કે તે વ્યાયામની સાથે સાથે પોતાના ખોરાક ઉપર પણ વિશેષ ધ્યાન રાખે છે. તેના દિવસની શુરુઆત વ્યાયામ પછી જ હળવા બ્રેકફાસ્ટથી થાય છે. તેમાં તે વિવિધ ફળો અને લીલા શાકભાજીના જ્યુસને મહત્વ આપે છે અને સાથે સાથે મલ્ટીગ્રેન લોટમાં થી બનાવેલી એક રોટલી અથવા ચિલ્લો ખાવાનું પસંદ કરે છે અને સાથે હળવું એક કઠોળ જે ફણગાવેલું હોય તે ખાવાનું પસંદ કરે છે, તેણી જણાવે છે કે મલ્ટીગ્રેન લોટ માં બધા જ પ્રકારના તત્વો હોવાથી શરીરને બધા જ પ્રકારના તત્વો મળી રહે છે, અને સવારે સવારે શરીર બધા જ પ્રકારના વિટામિન માટે તત્પર હોય છે, તેથી કહે છે કે સ્ત્રીઓ એ પોતાની આખી જિંદગી પોતાના શરીર સાથે વધુ એકટીવ રહેવાનું હોવાથી ખોરાક ઉપર તો પૂરતું ધ્યાન આપવું જ જોઈએ.કઠોળ શરીરને પ્રોટીન આપે છે અને ગર્ભાવસ્થા તેમ જ માસિકધર્મ જેવી સમસ્યામાં રામબાણ પુરવાર થાય છે. તે શરીરને રોગો સામે લડવામાં શક્તિ આપે છે.
ધાર્મિકતા વ્યક્તિને પોઝિટિવીટી તરફ ધકેલે છે.શ્આપણે બધા જ જાણીએ છીએ તેમ શિલ્પા ખૂબ જ ધાર્મિક સ્ત્રી છે.તેણીની ધાર્મિકતા ટેલિવીઝનમાં આબેહુબ દેખાઈ આવે છે. તેનો પતિ રાજકુદ્રા સફળ બિઝનેસમેન છે અને તેને એક દીકરો છે.દરેક ધાર્મિક તહેવાર તે ભક્તિભાવપૂર્વક ઉજવે છે.ગણેશઉત્સવ ના તહેવારમાં ધામધૂમથી દાદા ને પોતાના ઘરે લાવે છે અને એટલું જ ભક્તિભાવપૂર્વક વિસર્જન પણ કરે છે. કન્યાપૂજન, દેવીપૂજન કરતી અને અવારનવાર દુર્ગાપૂજા તેમ જ સિદ્ધિવિનાયક મંદિરે દેખાઈ આવતી શિલ્પાનું કહેવું છે કે ભક્તિ એ મનને સ્વસ્થ કરવાનો માર્ગ છે. તેણીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તે પોતાનો નિત્યક્રમ પતાવીને થોડો સમય ભગવાન પાસે પણ વિતાવે છે. ઈશ્વરની પૂજા તેને હકારાત્મકતા તરફ લઈ જાય છે અને મનને સ્વસ્થ રાખે છે.એક અલગ પ્રકારની દિવ્યશક્તિ નો અનુભવ થાય છે. આથી જ તે દરેક સ્ત્રીઓ ને કહે છે કે થોડો સમય ઈશ્વર સાથે પણ વાત કરી લેવી કોઈ ના સાંભળે તો કઈ નહીં અંતમાં ઈશ્વર તો સાંભળે જ છે.
કંઈક ને કંઈક નવીન કાર્યો શીખવાથી બુદ્ધિ અને વ્યક્તિત્વને બીજા કરતા અલગ રીતે વિકસાવી શકાય છે. શ્ આજના યુગમાં રોજ કંઈક ને કંઈક નવીન બાબતો જીવનશૈલીમાં ઉમેરાતી જાય છે.અને જો વ્યક્તિ એ વસ્તુ યોગ્ય રીતે ના શીખી શકે તો તે જમાનાથી પાછળ હોવાનો અનુભવ કરે છે. આ બાબતે શિલ્પા જણાવે છે કે વ્યક્તિ એ દરેક કાર્યની અંદર નિપુણ હોવું જોઈએ. શિલ્પાને નવી નવી ભાષાઓ શીખવાનો ખૂબ શોખ છે આજ સુધી તેને ઓછામાં ઓછી ૧૨ ભાષાઓ ને શીખી લીધી છે. તેણી જણાવે છે કે સ્ત્રીએ પુરુષના ખભે થી ખભે મિલાવી ચાલવું હશે તો આગળ વધવું જ પડશે, તમને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, તેનાથી એક દિવસ તમે ચોક્કસ તે ક્ષેત્રમાં નિપુણ થઇ શકશો.બીજા કરતા અલગ પ્રતિભા હોવાથી દિન પ્રતિદિન આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.અને બીજાને તો ઠીક પરંતુ પોતાની જાત ઉપર તમને ખુદ ગર્વ થાય છે. અને જીવન જીવવામાં કંઈક નવીનતા લાગે છે. શિલ્પા જણાવે છે આપણા બાળકો આપણું જ ભવિષ્ય છે અને તેમણે એકટીવ રાખવા માટે આપણે જ પહેલા એ વસ્તુ શીખવી પડશે. મારો દીકરો મને આઈડલ માને છે. મને અનુસરે છે.તો સ્ત્રીઓ ખાસ પોતાના બાળકો માટે પણ જાગૃત રહેવું પડશે..
જિંદગીનો મહત્તમ સમય પરિવાર, પતિ અને બાળકો સાથે વિતાવવો જોઈએશ્કહેવામાં આવે છે કે પરિવારથી મોટુ કોઈ ધન નથી હોતું. કારણકે જયારે સારી અને ખરાબ બન્ને પરિસ્થિતિમાં માણસ ને પોતાના વ્યક્તિઓ હંમેશા યાદ આવતા જ હોય છે.જયારે જરૂ પડે ત્યારે પરિવાર પડખે આવી ને ઉભો રહે છે. અભિનેત્રી જણાવે છે કે લગ્ન પહેલા તેનો ઉછેર સંયુક્ત કુટુંબમાં થયેલો છે.. તે પોતાની માતા અને નાની બહેન શમિતા શેટ્ટીની ખૂબ જ નજીક છે. નાનામાં નાની બાબત તે વિના સંકોચે પોતાની માતા અને બહેન ને જણાવી શકે છે.તેણીની કહે છે કે પરિવારનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોવું જોઈએ, કઈ પણ વસ્તુ મનમાં ભરી ને જીવવાથી એક પ્રકારનો અંજપો લાગે છે. પરંતુ તે વસ્તુને જણાવી દેવાથી હળવા થઇ જવાય છે. મારી જિંદગીનો સૌથી મહત્વનો તબક્કો અત્યારે હું જીવી રહી છું. લગ્નબાદ હું ઘણી પરિપક્વ બની છું. અને કામના સમયમાંથી પણ સમય કાઢીને હું પતિ, પરિવાર અને મારા દીકરાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.તેની સાથે ક્યારેક બાળક બની જવું મને ગમે છે અને હું ઈચ્છું છું કે પરિવારની સાથે રહી ને હું અને રાજ ઘણા કાર્યો એવા કરવા માંગીએ છીએ કે દરેક કુટુંબ માટે ઉદાહરણરૂપ સાબિત થઇ શકે.