વિશ્વસ્તરે સ્વીકૃતિ પામેલી સત્યજીતરાયની વિજ્ઞાન કથાઓ
આજના યુગમાં વિદ્યાર્થીને કપોળ કલ્પિત વાર્તાઓ કરતાં વિજ્ઞાન કથાઓ જલ્દી આકર્ષે છે.જાે વિજ્ઞાન કથા ગુજરાતી ભાષા માટે ઓછો જાણીતો સાહિત્ય પ્રકાર ગણી શકાય.મુળતઃકોઈ વૈજ્ઞાનિક હકીકત કે સિદ્ધાંત લઈને રહસ્યમય સંજાેગો કલ્પીને રચવામાં આવેલી વાર્તાઓ કિશોરવાચકો માટે ગમતો સાહિત્યપ્રકાર હોમ તેમાં રહસ્યના તાણાવાણાથી વાર્તાઓને રોચક બનાવેલ હોય ત્યારે તો પુસ્તક હાથમાં લેતાં જ મુકવું ગમે નહીં તેથી આવાં પુસ્તકનાં પુનઃ મુદ્રણો થતાં રહે અને પેઢી દર પેઢીને વંચાતી જ રહે તો તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.આવું જ કંઈક હુમલા મારા હાથમાં આવેલ પુસ્તકનું પણ છે.જેમાં નવી ગોઠવણી અને નવી સજાવટ સાથે વિજ્ઞાનકથાઓ આપણને મળે છે. સત્યજીતરાય ની વિજ્ઞાનકથાઓ પુસ્તક છે જેને ગુજરાતી અનુવાદ સુકન્યા ઝવેરીએ કર્યો છે. આ વાર્તામાં સત્યજીત રાયની રહસ્યકથાઓની જેમ લોહીયાળ સંજાેગોને વર્ણનો માટે કયાંય સ્થાન નથી. અહીં તો યંત્રમાનવ શિકારી વનસ્પતિ, સંમોહનકારક ઔષધિ વિગેરે વિષયોને સ્પર્શતી કથાઓ નિરૂપાઈ છે.
ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠીત ‘કુમાર’ માસિકના બહુશ્રુત તંત્રી બચુભાઈ રાવતની કસોટીમાંથી આ કથામાં પસાર થયેલી છે.વળી સત્યજીતની કૃતિઓને ખુબ વફાદારીથી અને સર્જનાત્મક ગદ્યમાં અનુવાદિત કરવા બદલ ડે.સ્ટુડન્સ ઝવેરી પણ અભિનંદનના અધિકારી છે.સત્યજીતરાવની સર્જકતા વિશ્વસ્તરે સ્વીકૃતિ પામેલી છે.આપણે નિરપવાદપણે કહી શકીએ કે એમની એ સર્જકતાનો સૂર્ય કદીય અસ્ત નહીં પામે.
ભારત રત્ન સત્યજીત રાય ૧૯-ર૧-૧૯૯ર કલાને વફાદાર ચિત્રકાર,ફિલ્મ નિર્માતા, સંગીતકાર અને સાહીત્યકાર હતા.માત્ર છ વર્ષની વયે પીતાનું છત્ર ગુમાવનાર પછી પારાવાર સંઘર્ષો સામે ઝઝુમીને જગત સમક્ષ પોતાના પ્રતિભા તેમણે પુરવાર કરી હતી.કલા સર્જનમાં કયાંય પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરવની એમની પ્રકૃતિએ એમને વિવિધ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચાડયા હતા.જે રીતે સત્યજીત રાવની રહસ્યકથાઓ ખુબ વખણાઈ છે એ રીતે એમની વિજ્ઞાન કથાઓ પણ પોખાઈ છે તથા પુરસ્કૃત પણ થઈ છે.
આ પુસ્તકમાં આવી સાહિત્યિક મૂલ્ય ધરાવતી આઠ જેટલી વિજ્ઞાનકથાઓ મળે છે.જેમાં પ્રો.શંકુ અને અન્ય પાત્રો વચ્ચે ગુંથાતી,વિજ્ઞાનના ભેદી રહસ્યોની રોમાંચક સફર છે.આ કથાઓને કોઈ બિબાંઢાળ બંધનમાં રહીને આલેખવાને બદલે લેખકે મુકતપણે વહેવા દીધી છે. કથાને જયાં જવું હોય તંયાં જાય, જયાં ફંટાવું હોય ત્યાં ફંટાય લેખક એને કયાંય રોકતા નથી તેથી આ દરેક કથાઓ આગવી સુગંધ ધરાવે છે.સુકન્યા ઝવેરીએ અનુવાદક તરીકે આ કથાઓને ગુજરાતીમાં કલાત્મક ઘાટ આપ્યો છેજે આમ તો ડાયરી કે રોજનીશી સ્વરૂપે આપણી સમક્ષ આવે છે.અહીં તારીખ અને માસ દર્શાવ્યા છે પણ વર્ષ દર્શાવ્યું નથી.
ડૉ.શેરીંગની સ્મરણશક્તિ કથા ર જી જાન્યુ.એ શરૂ થાય છે અને ૮ મી માર્ચ સુધી વિસ્તાર પાસે છે.ડૉ. શેરીંગ પોતાની લેબોરેટરીમાંથી એક સાધારણ લાગતી ટોપી કે હેલ્મેટ લઈને બહાર આવે છે.જેની ખોલ અંદર પથરાયેલો છે.બોતેર હજાર બારીક તારનો જટીલ વિસ્તાર તેને પોતાના નોકર પર અજમાવે છે.બાબુ કાલે ભજનમાંથી કઈ માછલી લઈ આવેલો છે તેને યાદ આવી જાય છે.બુરા માણસની ગુમાવેલી યાદદાસ્ત આ યોગથી લાવી શકાય છે.લેખકની વૈજ્ઞાનિક શક્તિ જાેઈ આશ્ચર્ય ચકીત થઈ જાય છે.રીમેમ્બ્રેઈન યંત્ર દ્વારા અકસ્માતમાં ખોવાયેલી યાદદાસ્તથી કઈ રીતે ભેદ ઉકેલે છે તે જાણવા વાર્તા વાચકને આકર્ષે છે.
પ્રો.શકુંતે શનિની દશા ૭ મી જુનથી ૯ મી જુલાઈ સુધી આગળ વધે છે.અવિનાશ બાબુ જે જયોતિષીને પ્રો.શંકુના ઘેર લઈ આવે છે.તેણે ભવિષ્ય ભાખેલું તે ત્રણ મહીના પછી અક્ષરશઃ સાચું પડે છે. પણ તેમનો ડુપ્લીકેટ શંકુ નંબર ટુને કોફીનમાં જાેઈ બધા આશ્ચર્ય પામે છે.ગ્રોપીયસે સર્જેલ યાંત્રિક શંકુ પૈશાચિક ડુપ્લીકેટનો નાશ કર્યા સિવાય ડૉ.શંકુની આપતિ ટળે તેમ હતી. પેલા જયોતિષીએ પણ આમ કહેવું ને ?
પ્રોફેસર શંકુ અને રાંબુ નામની કથા ૧૬ એપ્રિલે શરૂ થઈ ર૪ મી મેના રોજ વિરામ પામે છે.તેમાં પ્રો. શંકુ પોતે બનાવેલ રોબોટ યાંત્રિક માનવને લઈને જર્મની જાય છે ત્યાં મધરાતે તેમને ખટખટ અવાજ આવે છે. રાંબુની અંદરની મશીનરી કંઈક બગાડી નાખી પોમર અને બોર્ગલ્ટે કોઈ કાવતરૂં તો નહીં રચ્યું હોય ને તેવી પ્રો.શંકુને શંકા જાય છે. વાતમાં કંઈક તથ્ય હોય તેવું લાગે છે કારણ કે રાંબુ તે દિવસે બાર્ગેલ્ટનું નામ નહોતો બોલ્યો કારણ કે યંત્ર જ યંત્રને બરોબર ઓળખે છે રોબોટની આ રસપ્રદ રહસ્યમય કથા છોડવા જેવી નથી.
પ્રો.શંકુ અને મકાઉની કથા ૭ મી જુનથી ર૧ મી જુલાઈ સુધી આગળ વધે છે.મકાઉ એ કાકાદૈવીનેપોપટ જેવું દક્ષિણ અમેરીકાનું એક મોટું પક્ષી છે.જેના ઉપર અદ્રશ્ય થવાની શક્તિ ધરાવવાનો પ્રયોગ કરવામાં આવે છે.મકાઉનું ગમન અને આગમન ખુબ રહસ્યમય બની રહે છે.
પ્રો.શંકુ અને અજાયબ પુતળાં ૧૩ મી મેથી ૧ર મી જુનના રોજનીશીમાં અસલ માણસ જેવાં જણાતાં નામીચા લોકોના છ પુતળાની વાત પણ જેટલી રહસ્યમય છે તેટલી જ રસપ્રદ પણ છે.
સેપ્ટીપસીની ભુખ જેમાં વીસ જેટલાં માંસાહારી શિકારી છે અને વૃક્ષોની વાત છે.જે નાનાં જીવજંતુથી લઈ મોટા પ્રાણીઓને હજમ કરી જાય છે.કયાંય ન વાંચી કે સાંભળી હોય તેવી સેપ્ટોપસીની વાત અદ્ભૂત છે.
હિપ્નોજેમ અને મનકોદ્રીપનું રહસ્ય જેવી વાર્તાઓ વાંચતાં ખરેખર મજા પડી જાય છે.યંત્ર માનવ, શિકારી વનસ્પતિ, સંમોહનકારક વનસ્પતિ જેવા વિષયોને સ્પર્શે વાર્તાઓ વાચકને છેવટ સુધી જકડી રાખે છે. લેખકની સર્જકતાની આ તાકાત છે જે વિશ્વસ્તરે સ્વીકૃતિ પામેલી છે. વિજ્ઞાન અને રહસ્યકથાના રસીકવાચકો માટે ગુર્જર પ્રકાશનનું આ અમૂલ્ય નજરાણું છે.તેની ખાત્રી તમે જેમ જેમ આ કથાઓ વાંચતા જશો તેમ થયા વિના નહીં રહે તેની મને શ્રદ્ધા છે.