લગ્ન અને ઓફિસ વચ્ચે સામંજસ્ય જાળવીને ચાલો
”છોકરીઓનાં લગ્ન મોડાં થવાનું એક કારણ એ છે કે આજે છોકરીઓ પોતાની કારકિર્દી ઘડીને આર્ત્મનિભર બન્યા પછી લગ્ન કરવા ઈચ્છે છે, પણ જ્યારે નોકરી દરમિયાન કોઈ છોકરીનાં લગ્ન થાય તો વધતી જતી જવાબદારીઓ સાથે એની કારકિર્દી પણ પ્રભાવિત થાય છે. એટલે જો તમારાં લગ્ન તાજેતરમાં જ થયાં હોય કે થવાનાં હોય તો લગ્ન અને ઓફિસ વચ્ચે સામંજસ્ય જાળવીને ચાલો, જેથી તમારું લગ્નજીવન અને ઓફિસ બંને પર કોઈ અસર ન પહોંચે.” રચનાનું કહેવું છે કે, ”જ્યારે મારાં નવાંનવાં લગ્ન થયાં ત્યારે ઓફિસ અને ઘર વચ્ચે સામંજસ્ય જાળવવાનું મુશ્કેલ બની ગયું. મારા પિયરમાં મેં એ કામ જે ક્યારેય કર્યાં ન હતાં એ મારે સાસરે કરવાં પડયાં. હવે સાસરે મારા સમગ્ર પરિવારનું લંચ બનાવવું પડે છે. આને પગલે મને મોડું થઈ જતું હતું. આ કારણે મારા બોસ મારાથી નારાજ રહેવા લાગ્યા. એક વખત મારી નોકરી પર જ જોખમ આવી ગયું ત્યારે મને ભાન થયું અને એ દિવસથી મેં ઓફિસ પર પૂરતું ધ્યાન આપવા માંડયું.
પ્રાથમિક ઓળખો લગ્ન પૂર્વેની અને પછીની સ્થિતિમાં બહુ મોટો તફાવત છે. લગ્ન પછી તમારે બેવડી જવાબદારી નિભાવવી પડે છે એટલે પોતાના વધેલા કાર્યભારને જોઈને ગભરાઈ ન જાવ બલ્કે એને એ રીતે મેનેજ કરો કે બધું વ્યવસ્થિત રહે. લગ્ન થતાં પૂર્વે જ પોતાના ભાવિ પતિને પોતાની ઓફિસ વિશે વચ્ચેવચ્ચે વાત કરતાં રહો. એમને જણાવો કે તમે ક્યા પ્રકારનું કામ કરો છો અને તમારું કામ કેટલું જવાબદારીભર્યું છે, જેથી તેઓ તમારા કામની પ્રકૃતિ વિશે બધું સમજી જાય અને ભવિષ્યમાં જરૃર પડે તો તમને સાથ આપી શકે. કામ મેનેજ કરો * તમારી ગેરહાજરીમાં તમારા જે સહકર્મીને તમારો કાર્યભાર સોંપવામાં આવી રહ્યો હોય એની સાથે મીટિંગ કરો અને પોતાના કામકાજ અંગેની એને બધી જ જરૃરી વાતો જણાવી દો, જેથી એને સરળતા થઈ જાય ને કોઈ કામ સમજાતું ન હોય તો એને સમજાવી દો. * લગ્ન માટે લીધેલી રજાઓમાંથી પાછા ફરતી વખતે એક દિવસ પહેલાં ફોન કરી તમારા સહકર્મી દ્વારા પોતાના કામકાજ અંગે પૂરેપૂરી જાણકારી મેળવી લો, જેથી તમે ઓફિસ ગયા પછી કોઈ કામથી અજાણ ન રહો અને તમને કામમાં કોઈ મુશ્કેલી ન નડે.
* અનેક છોકરીઓની ટેવ હોય છે કે લગ્નની રજાઓમાંથી પાછા ફર્યા બાદ પણ તેઓ કામના મૂડમાં ઓછી અને મસ્તીના મૂડમાં વધુ હોય છે. પોતે તો કામ કરતી નથી, પોતાની સાહેલીઓને પણ લગ્ન અંગેની વાતો સંભળાવવા એમનાથી ઘેરાયેલી રહે છે. આવી વાતો કે પ્રવૃત્તિ બોસથી છૂપાં નથી રહેતાં. એટલે નકામી વાતોમાં સમય વેડફી પોતાની ઈમેજને ખરાબ ન કરો. * નવાંનવાં લગ્ન પછી ઓફિસે જતી વખતે પોતાના ડ્રેસ અને મેકઅપ પર પણ ધ્યાન આપો કે એ બહુ ભડકીલા ન હોય. * લગ્ન પછી કોઈ પણ છોકરીના જીવનમાં અચાનક જ જવાબદારીઓ આવી પડે એ તો સ્વાભાવિક છે અને જો એ સંયુક્ત પરિવારમાં હોય તો જવાબદારીઓ થોડી વધુ પડતી આવી જાય છે, છતાં પણ આવી બધી વાતોને કારણે ઓફિસની અવગણના પણ ન કરો. * અનેક છોકરીઓ પારિવારિક જવાબદારીઓ વધવાની સાથે વારંવાર રજા લે છે. ઓફિસેથી ઘરે જવાની પણ ઉતાવળ હોય છે અને ઓફિસે મોડી પહોંચે છે, જેથી એના કામ પર તો અસર પડે છે પરંતુ બોસ કોઈ જવાબદારીવાળું કામ પણ એનેઆપતાં પહેલાં સો વાર વિચારે છે. * પોતાનું સવારનું કામ એ રીતે વહેંચી લો કે તમે તમારું ઘરનું કામકાજ પણ પતાવી દો અને ઓફિસ જવાનું મોડું ન થાય. * મહેમાનોને રજાના દિવસે જ ઘરે બોલાવો. વકિર્ગ ડેમાં બોલાવવાથી તમને મુશ્કેલી આવી શકે છે. * જો તમને કોઈ પારિવારિક મૂંઝવણ હોય તો એનાં રોદણાં ઓફિસમાં ન રડો. ઘરની મૂંઝવણ ઘરે મૂકીને જ આવો, એને પોતાની ઓફિસના કામ પર ભારે ન પડવા દો.