રોજબરોજ બનતી ઘટનાઓ પાછળ ના વૈજ્ઞાનિક કારણો
મિત્રો આપણે જાણીએ છીએ આજ કાલ લોકોનું જીવન ફાસ્ટ અને વ્યસ્ત થઇ ગયું છે. તેમની પાસે પોતાના માટે પણ સમય ઓછો હોય છે. પરંતુ અમુક ઘટનાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા જાેવા મળે છે. ગમે તેટલો શિક્ષિત વ્યક્તિ હોય, પરંતુ અમુક બાબતોમાં હજુ પણ લોકો વિચારશીલ છે અને અમુક માન્યતાઓમાં ભરોસો રાખે છે તો ચાલો આજે આપણે અમુક આવી બાબતો જાેઈએ જે દેખીતી રીતે તો સામાન્ય જ છે તો પણ તેમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા જાેવા મળે છે. પરંતુ તેની પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે તેના વિશે આજ ના લેખમાં માહિતી મેળવીએ.
બિલાડી આડી ઉતરે તો અટકી જવુંઃ આપણે બધા જ એ વસ્તુથી પરિચિત છીએ, કે પહેલા ના સમયમાં લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઘોડાગાડી અને બળદગાડી જેવી વસ્તુનો ઉપયોગ કરતા હતા.પહેલાના સમય માં અત્યારે જેટલી સુવિધાઓ છે તેટલી નહોતી ના કે આટલો વાહનવ્યવહારનો વિકાસ થયો હતો. ક્યારેક લોકોને રાત્રે પણ કામથી બહાર જવું પડતું હતું એમાં અંધારી રાતે ક્યારેક બિલાડી આડી ઉતરે તો લોકો અટકી જતા તેની પાછળ લોકોની અંધશ્રદ્ધા તો છે જ પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણએ છે કે બિલાડીની આંખો ચળકતી હોય છે.અને રાતે તો એ તારાની જેમ ચમકારા મારે એવામાં એ ખૂબ જ ભયાનક લાગે ત્યારે રાત ના સમયે પશુઓ બિલાડીને જાેઈ ને ડરી જતા અને પોતાના પર કાબુ રાખી શકતા નહિ તેથી જ બિલાડી આડી ઉતરે ત્યારે લોકો અટકી જતા બાકી તેની પાછળ કોઈ જ કારણ જવાબદાર નથી.
લીલા મરચાં અને લીંબુઃ ક્યારેક આપણે કોઈ દુકાનની મુલાકાતે જઈએ ત્યારે આપણે જાેઈએ છીએ કે પ્રવેશદ્વારે જ લીબું અને મરચાં લટકાવેલ હોય છે. લોકોની માન્યતા એવી હોય છે, કે કોઈક ની ખોટી નજર કે ખોટા પડછાયા થી બચી શકાય છે પરંતુ એ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. લીંબુમાં અમુક એન્ટીઓક્સિડ હોય છે તેના કારણે જંતુઓ મરી જાય છે, અને સ્વછતા જળવાય છે. તે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે.
દહીં અને ગોળઃ કોઈ નવા કાર્યની શુરુઆત હોય કે ક્યાંક સારા કામે બહાર જવાનુ હોય, કે કોઈ પરીક્ષા હોય કે કોઈ સારો પ્રસંગ હોય તે વખતે દહીં અને ગોળથી મોં મીઠુ કરાવવામાં આવે છે કે એ ખાવાથી ફતેહના થાય છે. આ એક ગેરમાન્યતા છે.દહીં ગોળ પેટને ઠંડુ રાખે છે. અને પાચનશક્તિમાં અવરોધ આવતો નથી તેથી બહાર નીકળતા જ દહીં ગોળ આપવામાં આવે છે જેથી પેટ સબંઘી સમસ્યાઓ ના થઇ શકે.આ તેનું વૈજ્ઞાનિક કારણ છે.
ભૂમિપૂજનઃ આપણે જાેઈએ કે ક્યારેક કોઈક નવા ઘરમાં ગૃહપ્રવેશ કરવાનો હોય, ત્યારે જે તે જગ્યાની ભૂમિને પહેલા વિધીસર પૂજવા માં આવે છે ત્યારબાદ જ ગૃહપ્રવેશ કરવામાં આવે છે
તેની પાછળ લોકોની આવી અંધશ્રદ્ધા હોય છે કે તે જગ્યાએ કોઈ પ્રેત કે આત્મા હોય તો તેના પ્રભાવથી બચી શકાય. પરંતુ એવુ નથી હોતું પૂજન કરવા થી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઈશ્વરીયશક્તિ ને આપણે પૂજી હોવાથી ખોટા વિચારો મનમાં નથી આવતા અને આપણે સુખ શાંતિથી તે જગ્યા ઉપર રહી શકે.આ તેનું મુખ્ય કારણ છે. પીપળાનું પૂજનઃલોકોમાં એવી માન્યતા હોય છે કે રોજ પીપળે પાણી ચડાવવાવાં થી વ્યક્તિ સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે છે હા હું મનુ છું કે પીપળામાં સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને એ ધાર્મિક કાર્ય કરવું જ જાેઈએ.પરણીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે ત્યાં પ્રાર્થના કરે છે. પરંતુ તેની પાછળ પણ વિજ્ઞાન જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષમાં ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન હોય છે. અને તે પૃથ્વી પર રહેતા દરેક લોકો માટે ખૂબ ઉપયોગી હોય છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન પીપળામાં હોય છે તેથી લોકો તેની સમીપ રહેવાનું વધુ પસંદ કરે છે.