મીઠો કોળીયો અને હું…
સાડા સાતની શણગાર આરતીમાં હું રોજ હાજરી આપતોે. સોમવારથી શનિવાર સુધી મારો નિયમિત રૂપે ક્રમ ચાલતો એમાં રવિવારે બ્રેક આવી જતી. રવિવારે અગિયાર વાગે જતો એ સમયે રાજભોગ આરતી હોય.. મંદિરના પૂજારી ત્રણ મોટા થાળ ભરીને આવતા.. એના પર સફેદ સ્વચ્છ કપડું જે ઢાંકયું હોય એ થાળ મંદિરમાં મુકવામાં આવતા. પુજારી બે ચાર મીનીટ માટે મોટો પડદો પાડે તો.. ઘંટડી વગાડતો અને એ પછી ઢોલ નગારાં શરૂ થતાં. મંદિરમાં પ્રભુજીની રાજભોગ આરતી શરૂ થતી.. મારા જેવા રવિવારે અગિયાર વાગે આવેલા.. જેને પ્રભુની આરતી આવડતી હોય એ ગાવા માંડતા.. રવિવારનો આ ક્રમ હતો. બાકીના અન્ય દિવસે સવારે સાડા સાત વાગે. વર્ષોથી મેં જાણે આ નિયમ જાળવી રાખ્યો હતો. હા કયાંક બહારગામ ગયો હોઉં કે અન્ય કોઈ કામ હોય.. જાે કે એવું ભાગ્યે જ બનતું.. મારી પત્ની કાવેરીના અકાળ મોત બાદ મારી દુનિયા જાણે સંકોચાઈ ગઈ હતી. હુંભાગ્યે જ બહારગામ કોઈના ઘેર જતો. જાણે મને જરા પણ ગમતું ન હતું..
આ મામલે ફોઈએ, કાકીએ.. માસાએ મને અનેક વાર કહેલું, લે હવે જનાર તો બિચારી ગઈ. તારે બધાંની સાથે હળવું મળવું જાેઈએ એમ કરવાથી મન હળવું થાય છે.
કહેનારા કહેતા હતા પણ વાત મારા ભેજે આવતી નહીં… હા હું તો માનતો જ હતો કે કાવેરી ગઈ એ સાથે દુનિયા ડુબી ગઈ છે. મારા એવા વિચારો.. માનસિકતા સાચી હોય કે ખોટી એની ખબર નથી પણ જીવતો હતો, યંત્રની માફક.. એક છેડો આવી રીતનો હતો.. બીજાે છેડો શ્રીજી મહારાજ ભણી હતો. બસ રોજ સવારે સાડા સાત વાગે એની શણગાર આરતીમાં હાજર થવું.. આરતી વંદન કરીને પાછા આવવું.
ઘેર આવીને એક ટાઈમની રસોઈ બનાવી કલાક દોઢ કલાકમાં આખું ઘર ઠીક કરીને નોકરી માટે રવાના થઈ જતો. મારી નોકરીનું સ્થળ છ કી.મી.દુર હતું ત્યાં હું અનુવાદક હતો. મારા સાહેબે મને જે જે બાબતો અનુવાદ કરવા આપી હોય એમાં હું ધ્યાન પરોવતો.. કયાંક કોઈ વાર્તા હોય કયાંક કોઈ અહેવાલ હોય.. એનો છેડો કયારેક કાવેરી સાથે જાેડાઈ જતો.. એ સમયે મારી અનુવાદ કરવાની રીત તરફથી બાબત.. કાવેરીની યાદોમાં સરી પડતી..
કાવેરી જુવાનજાેધ હતી. ઘણી નાની વય.. એટલે કે સંસાર જીવનની વય ટાણે મોત રૂપી એરૂ એને આભડીઈ ગયો હતો.મૃત્યુનો દરેકના જીવનમાં બને છે થાય છે એવો વિજય થયો હતો. કાવેરી મને છોડીને કાયમ માટે કાળની કેડી પર ડગલાં ભરી ગઈ હતી. હું એકલો રહી ગયો હતો.
મેં કયારેક વિચાર્યું ન હતું કે લગ્નની ચોખઠ પર સાથે રહેવાની, જીવવાની દોરી તુટી જશે. .હું રહી જઈશ. જાેકે મને વિચારો ઘણીવાર આવી જતા. અમારી જાેડીમાં જાે હુ ંપહેલો મરી જઈશ અને કાવેરી એકલી પડી જશે તો.. તો એ બિચારીનું કોણ ? કયાં કયાં એ નાની મોટી ઠોકરોના આઘાત સહન કરશે ?
મને થતું ગાંડી કલ્પનાઓ કરતો, એક વાર તો મેં એને સરેઆમ કહેલું ત્યારે એણે મને કહેલું, આવા વિચારો કરતા તમને કાંઈ થતું નથી ? કોઈ હોય તો વિચારે. કલ્પના કરે કે સાથે આખું આયખું રહેશું અને મોજમજા કરીશું.. પણ આમણે તો. તમે તો મોતનો પડદો વચ્ચે ઉભો કરી દીધો.
અમારી મોજભરી જીંદગીમાં એક પાસો એવો ખેલાઈ ગયો.. કાવેરીએ પેટમાં દુઃખાવાની ફરીયાદ કરી.. પોતાને કંઈક ઠીક લાગતું નથી ની વાત કહી. પોતાની પીઠે જાણે કોઈ ગંભીર બીમારીએ તીક્ષ્ણ નખ નહોર મરાવ્યા હોવાનું જણાવ્યું પછી તો એની પાછળ રીપોર્ટ થયો, સોનોગ્રાફી થઈ દવા ઉપચારો થયા. .પણ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે ધરતી ઉપર તળે થઈ ગઈ.
કાવેરીની પહેલાં એક પછી બીજી એમ બંને કીડની નિષ્ફળ ગઈ. ડૉકટરોના હાથ નીચે પડયા, મૃત્યુનો હાથ નીચે પડયો.. એ સાથે કાવેરીની મારા જીવનમાંથી બાદબાકી થઈ ગઈ. હું હચમચી ઉઠયો.. એકલો થઈ ગયો, માણસ મૃત્યુ આગળ કેટલો વીવશ હોય છે. એ દશા મેં અનુભવી. પિસ્તાલીસ વર્ષની વયે મારી જીંદગીમાં એવડો મોટો ખાડો પડયો જે કદીય ન બુઝાય..
ફરી પરણવાની નોબત આવી ગઈ હતી. લોકો સગાં કહેતા જીંદગી લાંબી છે. અને કાલે ઉઠીને જાે કાંઈ થયું તો સેવાચાકરી કોણ કરશે ? અરે સેવાચાકરી તો દુરની વાત છે. હાલના જીવાતા જીવનમાં પણ ઓછી મુશ્કેલીઓ છે ? મા બાપ પણ નથી, બહેન છે પણ બહેનોનેય એક સંસાર છે. ભાઈ ખાતર બહેન કાંઈ એના સહારે થોડો પુળો ચાંપે ?
લોકો કહેતા પાસ આસપાસના મિત્રો કહેતા.. જે સાવ સત્ય હતું.. માણસને સાથીદાર તો જાેઈએ.. એકલા એકલા જીવવામાં કશીય મજા નથી..
મને થતું.. મારે કયાંક ફરી વાર પરણીને જીવનમાં વધતા ઓછા રંગ ભરવા જાેઈએ. હું હજુ રળતો કમાતો છું.. શરીર સુખ સારૂં છે.. ફરી પરણી જાઉં તો..
તો… હું સ્ત્રીઓની ગાંડી કલ્પનાઓમાં સરી પડતો.. બધીય કલ્પનાઓમાં કાવેરીની કલ્પનાઓ ટોચે રહેતી. આ મામલે. મંદીરના સવારે આરતીના સમય પુર્વે હું જેની જેની જાેડે ઉભો રહેતો હતો. એને પુછતો મને જવાબ વળતો એ હવે ગયા.. અંજળપાણી હતા ત્યાં સુધી સાથે રહ્યાં.. એ ગયાં. .હવે ભુલી જવાનાં હોય.. નવા એકડાથી જીવન જીવવાનું હોય.. અરે કયાંક પાત્ર મળી જાય તો એમની સાથે રહેવું જાેઈએ. એ વાત હતી..