માનવરસની સંવેદનકથાઓઃ જીંદગીના સ્ક્રીન શોર્ટસ

પાલવના પડછાયા

ગતાંકથી ચાલુ
લેખક લોકભારતી સણોસરા જેવી શૈક્ષણિક સંસ્થામાં ‘ઘડતર’ અને સંસ્કારોની સાથે પ્રસિદ્ધ સર્જક, કેળવણીકાર મનુભાઈ પંચોલી દર્શકનું સાનિધ્ય પામ્યા છે જેની વાત તેઓ પ્રકરણ-ર૬-ર૭ કરે છે અને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત રામમોરી તો ત્યાં સુધી કહે છે કે માસ્તર એટલે માના સ્તર સુધી પહોંચતું વ્યક્તિત્વ ભાવકને શિક્ષક રવજીભાઈ નહીં પણ માસ્તર રવજીભાઈને પરીચય કરાવે છે.કેળવણીમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકાય તેનું જીવંત ઉદાહરણ રવજીભાઈ છે.જાેકે આ પુસ્તક રવજીભાઈ ગાલાણીની આત્મકથા નથી પણ એમની અનુભૂતિઓની કર્મકથા છે.આ કથામાં સ્હેજ માનવતા એમાં રોપાયેલી શ્રદ્ધા ભાવકોની અંદરબુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાની ધારને પંપાળે છે.
સર્જક માટે પોતાની અભિવ્યક્તિના બદલાયેલા માધ્યમ તરીકે સોશ્યલ મીડીયાનો ઉપયોગ જેમાં લેખકે સકારાત્મક વિચારોની ઉર્જા અનેક પ્રેરણાત્મક સ્ટોરીઝનું સર્જન કરી શકે એ હેતુથી આ પોઝીટીવ સ્ટોરીઝનું શબ્દાંકન કર્યું છે.૩૬ સ્ટોરીઝ અને ર૦૪ પાનામાં વિસ્તારેલું આ પુસ્તક વાચક માટે પણ શૈશવની સ્મૃતિ તાજી કરાવનારૂં છે.અહીં સાચુકલા વ્યક્તિઓ, પાત્રો અને ઘટનાઓ છે.નાના માણસની મોટી વાતો પણ છે. જીવાતી જીંદગીની વાતો છે તેથી સાહિત્યની ઉચ્ચ માપદંડોથી મુલવનારા વિવેચકોને કદાચ નિરાશા સાંપડે કારણ કે અહીં ભાષા સૌંદર્ય, લાંબા વર્ણના કે પાત્રોના મનોવ્યાપારોનું લંબાણપૂર્વક આલેખન થયું નથી. કલમમાં મુન્શી મેઘાણી કે ચંદ્રકાંત બક્ષી જેવા ભાષા સમજતા નથી પણ આ પુસ્તકમાં સરળતા, સાદગી, સચ્ચાઈ અને સંવેદના ભાવકતા મનને મોહી લે તેવી છેઅને એ જ તેનું જમા પાસું છે.તે સ્વીકાર્યા વિના ચાલશે નહીં.કારણ કે રવજીભાઈએ જરા પણ અતિશયોક્ત વિના પોતાના ઘર પરિવારની વાત કરી છે.લેખકની બાળપણની કથાઓ વાંચતાં ભાવકની આંખ ભીંજાય નહીં તો જ નવાઈ કહેવાય. કારણ કે લેખક એવા ગામડામાં ઉછર્યા છે જ્યાં અભાવો અને અગવડો વચ્ચે ભણ્યા છે.મોટા ભાગના પ્રસંગો શૈશવ, ઘર, પરિવાર અભ્યાસને લગતા છે. લેખક ખુદ તેમની પ્રસ્તાવનામાં કબુલે છે કે સમયાંતરે બનેલા પ્રસંગોએ મારા હૃદયને વિવિધ ભાવોથી ભર્યુંભર્યું કર્યું છે. તેને આલેખતી વખતે હું હસ્યો છું, રડયો છું, પીડા અનુભવી છે,આનંદ પણ અનુભવવો પડે છે જેણે મારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો છે.
આ પુસ્તકમાંથી પસાર થતાં આપણને ‘શીર્ષક’ ના હૃદય પરીવર્તનની વાત’ હોય કે ઈન્દ્રજીતની રોચક સત્યકથા આપણી સંવેદનાને હચમચાવી દે તેવી છે. તે સિવાય ઋણાનુબંધ નવીશીલતા વહીવટની વાત વગેરે પ્રસંગો હૃદયસ્પર્શી છે.રવજીભાઈના સામા વ્યક્તિત્વનો પરિચય તો આપણને તેમના એક જ વાકયથી મળી રહે છે.તેમણે લખ્યું છે કે, ‘મને મળેલ પદ અને પ્રતિષ્ઠા બીજાનું ધ્યાન રાખવા માટે છે નહીં કે બીજાને ધ્યાનમાં રાખવા માટે..’
જીંદગીના સ્કીન શોર્ટસ પુસ્તકના પ્રકાશનમાં પબ્લીસીટીની ટેકનીકોની સુભગ સમન્વય સંધાતાં બેસ્ટ સેલર બની રહેલાં આ પુસ્તક માટે આઈસીએડી પબ્લીકેશનના મનીષ પટેલની મહેનત પણ રંગ લાવી છે તે માટે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.
જીંદગીના સ્ક્રીન શોર્ટસ પુસ્તકને આવકારૂં છું અને તેના લેખક રવજીભાઈ ગાલાણીને હૃદયપૂર્વક અભિનંદું છું. જીંદગીના સ્ક્રીન શોર્ટસ હૃદયની ભોંય ભીની કરતી વાતો
લેખક ઃરવજી ગાલાણી, અમદાવાદ કી.રૂા.ર૮૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.