ભીખી ગઈ એ ગઈ પાછી
આઠ સાલ બાદ છૂટીને બે માસ પહેલા પુત્ર મોહન આવ્યો હતો. મળવા જેલમાં ત્યારે એે ભીખી- એની માને જણાવ્યુ હતુ મા, તું એકલી ન આવતી હું તને લેવા માટે આવી જઈશ, તારે કશી ચિંતા કરવાની જરૂર નથી.. મોહન ના શબ્દો યાદ હતા પણ જેલમાંથી છૂટી ત્યાં સુધી મોહન દેખાયો ન હતો. ભીંતરમાં રહેલી ભીખી માં શંકા કુશંકાઓ ઉભી થઈ હતી. કેમ નહી આવ્યો હોય, શા માટે.. કોઈ કામ આવી ગયુ હશે કે એની વહુ ચંદાડીએ.. મોહનની વહુ ચંદાડી યાદ આવતા જ દાંત ભીંસાયા પણ.. બીજી ક્ષણે ગુસ્સાને ફગાવી દીધો.. જેલમાં એ રવિવારે કેસરી કપડાવાળા સંત આવ્યા હતા અને એમણે ભીખીનો વારો આવતા પ્રતિજ્ઞા કરાવી હતી કે.. ગુસ્સો કરવો નહીં ગુસ્સો આવશે તો ફગાવી દઈશ.. એ દિવસ પછી જ્યારે જ્યારે આવતો સંત નો ચહેરો યાદ આવી જતો..
આજે પણ એમજ થયંુ.. ગુસ્સો તોઆવ્યો.. પછીની પળે ફંગાવી દીધો. આકાશ સામે જાેયું.. પ્રભુ મને ક્ષમા કરો..પછી જેલનો તોતિંગ દરવાજાે પાર કર્યો. આગળ ઉભેલા જવાને સ્મિત આપ્યુ. ભીખીને સારૂ લાગ્યું.
જ્યારે સજા ફટકારાઈ પછી જેલમાં ધકેલાઈ ત્યારથી નક્કી કર્યુ હતુ.. હું બરાબર સારી રહી હોઉ કે નહી પણ જ જેલની અંદર સારી રહીશ..
પહેલી રાત વિહવળતામાં અને રડતા ગાળી હતી.પછી પસ્તાવો અને જીવન સાથે જાણે કક્કો ઘૂંટી દીધો હતો. સારી બનીશ..તોય માનવ સ્વભાવ એ વખતે…
જવાને માથુ નમાવ્યું..જાણે કે કહેતો હતો સારૂ જીવન જીવજાે.. થઈ શકે તો પ્રભુ ભક્તિ કરજાે..જિંદગીમાં આપણે માણસ છીએ પ્રભુને ભજીએ એટલા ઓછા..ભીખીએ જાણે જવાનના ચહેરાની ભાષા ઓળખી.
મોહનના આવ્યો ! હોઠ ફફડ્યા.. પોટલું બગલમાં દબાવ્યું, ખભા પરના થેલાનો પટ્ટો સરકી ગયો હતો ઠીક કર્યો. થેલામાં બે જાેડ કપડા હતા.અને પોટલામાં પૈસા હતા. જેલ જીવન દરમિયાન વિવિધ કામો કર્યા તેનું મહેતાણું મળ્યુ હતુ. એ બધાય રૂપિયા મોહનને આપવાના હતા.
પણ મોહન ક્યા ? પછી એક નજર ફેરવી. એણે તો આવવાનું અને સાથે લઈ જવાનું કહ્યુ હતુ.. મોહનના વિચારો હજુ અકબંધ હતા.
પણ વધુ એકવાર નજર ફેરવી. કદાચ એને લઈને આવતી ગાડી કે બસ મોડી પડી હોય.. શહેરમાંથી આવતા અને તકલીફ પડી હોય..હું અહીથી નીકળી જાઉં પછીએ આવે તો..
થોડીક રાહ જાેવાનું મન થયું. ક્યાંક બેસવાની ઈચ્છા કરી..આજુબાજુ નજર કરી પંદર વીસ ડગલા દૂર લીમડાનું એક ઘટાદાર વૃક્ષ હતું. એની નીચે ઓટલો બાંધેલો હતો. કોઈક દાતા તરફથી પાણીનું માટલું એની ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ ઉંધો વાળેલો હતો.
ભીખી ત્યાં પહોંચી,ગોળ ઓટલા પર બેસી ગઈ.એનો ઈરાદો મોહનની રાહ જાેવાનો હતો.. પગમાંથી સ્લીપરો નીચે કાઢી પગ ચડાવીને બેઠી, લીમડો બરાબર ખીલ્યો હતો.સૂર્યાના છૂટા છવાયા કિરણો નીચે આવી રહ્યા હતા.મજાની ઠંડક હતી. પાણી પીવાનું મન થતા હાથ લંબાવ્યો ગ્લાસ લીધો.
ભૂતકાળનું દ્રશ્ય એ સાથે આંખોની અટારીએ આળોટી ગયું.
પોતાના ગામમાં પણ આવો જ લીમડો અને આવો જ ઓટલો હતો. હા,માટાલાની જગ્યાએ કાળા રંગની ગઢી હતી. એમાં પાણી ભરાયેલું રહેતુ વટે માર્ગુઓને પીવા માટે.. એ સ્થાને સાંકળથી બંધાયેલો ગ્લાસ હતો.
એ દિવસે પોતે ચારો ઉપાડીને આવતી હતી. ચારો હકીકતમાં પોતાના ઢોરો માટે નહી પણ પશા ઠાકોરની ગાયો માટે.. એના પશા ઠાકોર પૈસા આપતા દિવસમાં બે વેચતી,શાક પાંદડાના પૈસા નીકળતા.
પશા પટેલ ઘણીવાર કહેતા.. ડોશી.. વાસ્તવમાં પોતે ડોશી ન હતી પણ અન્યની જેમ પશા પટેલ પણ ભીખીને ડોશી કહેતા.
આ બધી ગધ્ધા મજુરી શું કરવા કરતા હશો રામનું નામ લોને..
રામનું નામ તો લઉં છું..સાથે સાથે કમાણી.. મારા મોહનને મદદરૂપ થાઉં બસ..
એ વાત હતી.
રવિવારના એ દિવસે પશા ઠાકોરે કહેલુ, ડોશી, રવિવારે એક જ ભારો આપી જજાે.’
એ રવિવારે નિરાંત હતી. નવ વાગ્યે જવાને બદલે ચાર વાગે નીકળી હતી. કેડીથી થોડેક દૂર આવેલા લીમડાના ઓટલા ઉપર મોહનની પત્ની ચંદાને મુખીના છોકરા સાથે જાેઈ ગઈ હતી. એ સાથે જ ભડકી ઉઠી હતી.
આ અહીં શું કરતી હશે..? એ વખતે બે ઘણી થયું કે લાવ ત્યાં જઈને ઉઘડી લઈ નાખું.. પણ એમ કરી શકી ન હતી. ખળભળી ઉઠી હતી. ઘાસ વાઢવામાં મન માનતું ન હતું. એ સાંજે જ પુત્ર મોહનને મહેલુ કે તારી વહુને આજે ફલાણાની સાથે જાેઈ હતી..
તે એમાં શું થયુ.. એ ગામનાં માણસ છે વાત કરે.. મોટું રૂપ આપવાનું ન હોય.. તું તારે ભગવાનમાં ધ્યાન આપ ખાલી ઘરમાં ઝઘડા ન કરાવ..
મોહનના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી. મેં તો સાચી વાત કરી.. કહી તું આવું માને છે..
પછી કોણ જાણે કેમ-મોહનને વાતો મજુર ન હતી..ચંદા ને મળવું ગમતુ હતુ જ્યારે પોતે ભીતરની ખળભળી ઉઠી.. જાેકે એનામાં રહેલી બીજી સ્ત્રી તો કહેતી-તારે શું.. ભેંસ ના શિંગડા ભેંસને ભારે.. જે કરશે એ ભરશે..
સનાતન સત્ય હતુ પણ-ભીંતરની આગ વધી રહી હતી. એક દિવસ આવા સંબંધો કલંકમાં ફેરવાઈ જશે જીવવું ભારે થશે..
ભીખીને થતુ લાવ આ મામલે કોઈની સલાહ લઉં.. પૂછું..પોલીસને જણાવું.. પણ એમ કરવા જતા આબરૂ નો પ્રશ્ન સામે આવી જશે.એ સાથે જ હાથ બંધાઈ જતા મનની ગતિ અટકી જતી.
જેલ સામેના લીમડાના ઓટલે બેઠા બેઠા એક કલાક થઈ ગયો. મોહન દેખાયો નહી.. ઉભા થવું જાેઈએ એમ માની ઉભી થઈ ચાર રસ્તે આવી.. છેલ્લીવાર પાછળ જાેઈ લીધુ.. જેલનું વાદળી રંગનું પાટિયું દેખાણું..ભારતનું રાષ્ટ્રચિહ્ન દેખાણું સૂર્યનો તડકો હવે પથરાવા માંડ્યો હતો.
-આગળ વધી.
રિક્ષામાં બેસીને એસ.ટી સ્ટેન્ડ જવાનું નક્કી કર્યુ. માંડ થોડુંક ચાલી હશે ત્યાં તો મેથીના ગોટા તળાતા હોવાની મસ્ત મહેક આવી. ઈચ્છા થઈ આવી.. જેલમાં સજા દરમિયાન ભજિયા મળતા..કામ કરીને આવી હોય ત્યારે ઢચક ઢચક ખાવા માંડતી ઈચ્છા થતી ફરી માગવાની પણ.. પણ એ નિયમ વિરૂદ્ધ હતું.
લારી આગળ ગઈ ભજિયાનો ઓર્ડર આપ્યો, મરચાં વધારે મૂકવાનું સુચન કર્યુ. મરચા ખૂબ ભાવતા મરચા તો કાકડી માફક ખાતી, ચંદાને ગમતા ન હતા.. મોહન કહેતો મરચા ખાખા કરે છે તો એક દીવસ તારું કાળજું ફાટી જશે…
મુખીના છોકરાનું દાતરડાના એક ઝાટકે કાળજું વાઢી નાખ્યું હતું. લોહીનો એક ઘઘેડો થયેલો અને લાલ સાડીમાં સમાઈ ગયેલો.. ખૂન કરતા તો કરી નાખ્યુ હતુ પણ પછી પસ્તાવો થતા છીછરી નદીમાં મૂર્ખની જેમ પડતું માર્યુ હતું.પકડાઈ ગયેલી ગામમાં થૂથૂ થઈ ગયેલી…
ભજિયા ખાતા ખાતા ભૂતકાળ યાદ આવી ગયો હતો.ભજિયા સરસ હતા. ઘેર જઈને મોહનને કહીશ કે મનેય ભજીયા ખવરાવ હું જેલમાંથી છૂટી ગઈ છું.
એક વાગવા આવ્યો.
પડછાયા સીધા થયા.
એસ.ટી સ્ટેન્ડે આવી. સાંજે એક બસ હતી. એ પહેલા સાડા ત્રણની બસ પણ હતી.એમાં તો જાય તો સાડા આઠ નવે પહોંચી જાય. એ પછી જાય તો..રાત્રીના સાડા દશ અગિયાર થઈ જાય.
સાડા ત્રણમાં જવાનું નક્કી કર્યુ… સ્ટેન્ડ બપોરના લીધે ખાલી હતુ.. ઘર ઘડી ઘડી યાદ આવતું હતુ. જેલમાં માત્ર બે-ત્રણ વાર જ મોહન મળવા આવ્યો હતો. એ જ્યારે આવતો ત્યારે કહેતો-તારે એનું ખૂન કરવાની શી જરૂર હતી.. ખૂન કરીને તને શુ મળ્યું.. મને તો તને મળવાનીય ઈચ્છા થતી નથી. તને મારી મા કહેતાય લાજ આવે છે.
શબ્દો યાદ આવી ગયા. એ સાથે જ જ્યાં જવું હતુ અને કંડકટર પાસે ટીકીટ કઢાવી, રૂપિયા આપ્યા બસ લગભગ ખાલી જેવી હતી. ધક્કા સાથે છૂટી શહેર વટાવીને એ આગળ વધી નાળા આગળ વધી થોેડેક દૂર એસ.ટી.નું ટર્મિનલ હતુ. ત્યાં આગળ ક્રમમુજબ બીજા મુસાફરો માટે ? ઉભી..એ જેવી જ હડૂડૂડૂ કરતાં રાહ જાેઈ રહેલા બીજા ચડ્યા..ભીખીની નજર બારણાં ભણીજ હતી.
એક પરિચિત-ઓળખી તો ચહેરો.. રાધા અને એ પાસે આવીને ખાલી બેઠ કે બેઠી.. વાતો નીકળી..રાધાને ભીખીના કામની ખબર હતી. મોહન અને ચંદા વિશે એણે પૂછ્યું જવાબ એવો હતો કે.. મોહન અને ચંદા હત્યારણ ભીખીનું મોં જાેવા, સાથે રહેવા માગતા ન હતા તેથી ગામ છોડીને..
ભીખીએ સાંભળ્યું સ્તબ્ધ થઈ ગઈ.. આગળના ગામે બસ ઉભી.. રાધાને આવું છું. કહીને ભીખી ગઈ એ ઈ ને જાણે ક્યાં.