ભારતને વિશ્વગુરૂ બનવાના પ્રયત્નોમાં એક સોપાન નવી શિક્ષણનીતિ-ર૦ર૦

પાલવના પડછાયા

ભારત સ્વતંત્ર થયું પણ શિક્ષણ પ્રણાલીનો મૈકોલે આધારીત ચાલુ રહી હતી.આઝાદી પછી જે જે શિક્ષણ પંચો નિમાયા તે દરેક શિક્ષણપંચમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેકોલેની શિક્ષણનીતિ આવી જતી હતી.જેમાં માત્ર કારકુનો તૈયાર થાય તેવી જ જાેગવાઈઓ હતી. તાજેતરમાં નવી શિક્ષણ નીતિ જાહેર થઈ છે તેમાં શું છે તે જાણવાની ઉત્સુકતા સૌ કોઈને હોય તે સ્વાભાવિક છે.નવી શિક્ષણનીતિના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરતું એક પુસ્તક પ્રગટ થયું છે તેની વાત મારે તમને
કરવી છે.
નવી શિક્ષણનીતિ-ર૦ર૦ લેખક ડૉ.મફતલાલ પટેલ જે પુસ્તક કુલ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. વિભાગ-૧ શાળા શિક્ષણ,વિભાગ-ર ઉચ્ચ શિક્ષણ વિભાગ-૩ અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો, વિભાગ-૪ અમલીકરણ, વ્યુહરચના અને છેલ્લે વિભાગ-પ માં સમગ્ર શિક્ષણનીતિની સમીક્ષા કરવામાં આવી છે.
આ પુસ્તકમાંથી પસાર થતાં શરૂઆતમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષકમંત્રીના શુભેચ્છાથી સંદેશાઓ મળે છે.તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જરા વિસ્તૃત લેખ છે.જેમાં ભારતની શિક્ષણ પદ્ધતિમાં જડમૂળથી પરિવર્તન કરનારી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦ર૦ અંગે ખુબ સરસ વિગતે વાત કરવામાં આવી છે. ઉપરાંત આધુનિક ભારતના નિર્માણ માટે નવી ઉચ્ચ શિક્ષણનીતિની સમજ આપતો ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો લેખ છેતેની વાત કરી છે તેમજ પુસ્તકના સંપાદનમાં જી.સી.પટેલ સૌમ્ય અને હિતેશ પંડયાના કાર્યને બિરદાવાયું છે અને વર્ષોથીજેની રાહ જાેવાતી હતી તે શિક્ષણનીતિ નવા સ્વરૂપે આવી છે આ નવી શિક્ષણનીતિથી ભારતનું શિક્ષણ ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વસ્તર પર પહોંચી જશે તેવી અભિલાષા વ્યકત કરવામાં આવી છે.શિક્ષણને વળાંક આપવા માટે આદર્શ ભૂમિકા દેશના સાંસ્કૃતિક મૂલ્યોને કેન્દ્રમાં રાખી ઘણા બધા મનોમંથનને અંતે હે.કસ્તુરીરંગનની ટીમે સરકારને સુપ્રત કરતાં ભારત સરકારના માનવ સંશોધન વિકાસ મંત્રાલયે તેમાં જરૂરી સુધારા કરી તેને કેબીનેટે મંજુર કરતાં દેશની પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો.આ શિક્ષણનીતિનું લક્ષ્યાંક વર્ષ ર૦૩૦ સુધીમાં ભારત બધા લોકોને સમાવિષ્ટ કરી ગુણવત્તાયુકત શિક્ષણ કરાવવાનું છે.આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કાર્યક્રમ અમલીકરણ માટે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.
નવી શિક્ષણનીતિમાં ૧.ગુણવત્તામુકત બહુવિષયક વિશ્વ વિદ્યાલયો અને મહાવિદ્યાલયો જેમાં સ્થાનિક અને ભારતીય ભાષા શિક્ષણ,શિક્ષણ સ્વાયતત્તામાં વધારો અને સંશોધકોના મહત્વને કેન્દ્રસ્થાને રાખવામાં આવેલ છે. ર.સંસ્થાકીય પુનઃગઠન અને એકત્રીકરણ જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમગ્ર જ્ઞાનકેન્દ્રો, રિસર્ચ ઈન્વેન્સીયલ યુનિ.ની સ્થાપનાનું આયોજન થયેલ છે. ૩.સર્વાંગી વિકાસ અને બહુવિષયક શિક્ષણ સાથે સ્નાતક પદવી માટે ત્રણ અને ચાર વર્ષના કાર્યક્રમોની વ્યવસ્થા છે.જેમાં વિદ્યાર્થી એક વર્ષ પછી અભ્યાસ છોડે તો પ્રમાણપત્ર, બે વર્ષ પછી અભ્યાસ છોડે તો ડીપ્લોમા અને ત્રણ વર્ષ પછી છોડે તો સ્નાતકની પદવી અને ચાર વર્ષ પૂર્ણ કરતાં બહુવિષયક સ્નાતક પદવી આપવા અંગે જાેગવાઈ છે.૪.શિક્ષણ અંગે શ્રેષ્ઠ વાતાવરણ અને વિદ્યાર્થી સહયોગ હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયો સાથે સંશોધન માટે તથા સ્ટુડન્ટ એકસચેંજ માટે કરાર કરવામાં આવશે. પ. સક્રીય અને સક્ષમ અધ્યાપકોને પ્રોત્સાહીત કરવાની યોજનાઓનો પણ સમાવેશ થયેલ છે.૬.ઉચ્ચ શિક્ષણમાં સામાજીક અને આર્થિક પછાત વર્ગને સમાનતા અને સમાવેશ થાય એ રીતે સરકારી અને પ્રવેશ પ્રક્રિયાના પગલાં લેવાં, સ્પેશ્યલ એજ્યુેઝોનની રચના થશે.૭. શિક્ષક શિક્ષણનો અભ્યાસ ર૦૩૦ સુધીમાં ચાર વર્ષના બહુવિષયક અને સંકલીત કાર્યક્રમો અમલમાં મુકાશે. શિક્ષકોની ભરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. ૮.વ્યવસાયલક્ષી શિક્ષણને રચનાત્મક પગલાંઓ થકી પ્રોત્સાહીત કરવામાં આવશે. ૯. નવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા બધા ક્ષેત્રોમાં ગુણવત્તાયુકત સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ૧૦.ઉચ્ચ શિક્ષણની નિયમિત પદ્ધતિમાં મુળભુત ફેરફાર થશે. જેના ભાગરૂપે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની રચના થશે.આ કમિશન સાથે અન્ય વ્યવસાયલક્ષી કાઉન્સિલને સંકલીત કરવામાં આવશે. ૧૧.શિક્ષણના વેપારીકરણને અટકાવવા માટેની યોજનાઓ પણ વિકસાવવામાં આવશે. ૧ર. ગે્રડેડ માન્યતા અને ગ્રેડેડ સ્વાયતત્તા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રભાવશાળી વહીવટી તંત્ર અને નેતૃત્વ તૈયાર થશે.આ હેતુસર ઉચ્ચ શિક્ષણ આપતી દરેક સંસ્થાએ સ્થાનિક કક્ષાએ બોર્ડ ઓફ ગવર્નન્સની રચના કરવાની રહેશે.આ રીતે સંબંધિત તમામ પક્ષકારોના સાથ સહકારથી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સફળ થશે અને નવા સમૃદ્ધ ભારતનું નિર્માણથશે એ રીતે ભારત તમામ ક્ષેત્રોમાં વિશ્વગુરૂ બને અને ગર્વ થાય તે માટે સહીયારા પ્રયત્નો કરવા પડશે.
નવી શિક્ષણ નીતી ર૦ર૦ પુસ્તક અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટે નવી શિક્ષણ નીતિના વિવિધ પાસાંઓનું વિશ્લેષણ કરવા માટે સેમીનારનું આયોજન કરેલું.જેમાં જુદા જુદા શિક્ષણવિદોના મનોમંથન અને સક્રિય ભાગીદારી દ્વારા જે ચર્ચા થઈ તેમજ જેની પ્રાપ્તિ થાય તેમાં કેટલાક નામી અનામી લેખકોના લેખોને લઈને નવી શિક્ષણનીતિ અંગે બહુમૂલ્ય નવનીત પ્રાપ્ત થયું છે.શિક્ષકો અને વાલીઓ માટે ખુબ ઉપયોગી નીવડે તેવું છે.
નવી શિક્ષણનીતિ ર૦ર૦ નું વિગતે અને સરળ એવું માર્ગદર્શન પુરૂં પાડતું આ પુસ્તક આદર્શ પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે.તે માટે પ્રકાશક કૃષ્ણકાંત મદ્રાસી અને પુસ્તકના લેખક સંપાદક ડૉ.મફતભાઈ પટેલને અભિનંદું છું અને પુસ્તકને આવકારૂં છું.
નવી શિક્ષણનીતિ ર૦ર૦ લેખોનું પુસ્તક,
લે.ડૉ.મફતભાઈ પટેલ, પ્રકાશક આદર્શ પ્રકાશન, અમદાવાદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.