ભાઉરામ અને હું..

પાલવના પડછાયા

દારૂ નહીં વેચવાનો કે નહીં પીવાનો મામલે સરકારી પ્રતિબંધ હતો. પકડાનારને વળી સજાની દંડની જાગવાઈ હતી. એ એક બાજુ હતી તો બીજી બાજુ એ હતી કે દારૂને પીવાથી ઘણી બધી ખરાબીઓ આવી જાય છે પણ પીનારાઓને પડી ન હતી. વેચનારાઓ તો પોતાનો આર્થિક લાભ જાતા હતા અને આ પ્રકારની ચોખઠ પર માળખા પર સમાજ ઉભો હતો.દારૂ અંગેના ધંધા રોજગાર રાત્રીના આધાર વગરના અંધારામાં થતા હતા તો દિવસે એકાદ બાટલી વાહનની ડેકીમાં શાકભાજીની થેલીમાં ઘાસના કોથળામાં કે અન્ય કોઈ રીતે વેચનાર પહોંચી જતો. પીનાર પી લેતો ને પોલીસ કયાંક ઉંઘમાં રહેતી. કયાંક બધું સલામત છે. કયાંક દારૂ પકડાયો નથી કે નથી વેચાતા ના પોલા દાવા કરતી. અખબારી પાના પર સમાચાર ચમકતા પણ પ્રજાને એમાં રસ ન હતો. સત્તાવાળા દસમાંથી બે ચારને પકડીને ઉત્સવ મનાવતી.
ને ભાઉરામ હા ભાઉરામ જેટલા કઈ કેટલાય હશે. જેમણે દેશની બધીય દશાને ખિસ્સામાં રાખી હતી અને મનમાની કરવી એને મન ચપટી વગાડવા સમ હતું. દારૂ વેચવો, બીજા રાજયોમાંથી ખરીદવો, સત્તાવાળાઓને કમાણીના લીલા શ્વાસ આપવા અને પોતે લીલાછમ રહેવું, દેશના કરોડો માણસો મહેનત કરીને તુટી જતા પણ કદી બે પાંદડે જતા નહીં. પણ ભાઉરામની વાત કંઈક અલગ જ હતી.
ના સરકારી નોકરીના ખાનગી.. ના ખેતીવાડી, કે ના કોઈ ઘરનો ઉદ્યોગ, તોયભાઉરામ એકદમ સુખી હતો એ પણ એક ખુબી હતી.અમારી સોસાયટીમાં પ્રવેશતાં જ એનું બે માળનું મકાન હતું. આખુંય મકાન એરકન્ડીશન હતું. બે નોકર, સોસાયટીના બધા માણસોની એના તરફે જી.. ભાઈસાબ..નવરાત્રી કે હવન ટાણે સૌથી વધુ રકમ એના તરફથી મળતી.. સોસાયટીની †ીઓ એને ભાઉરામજી કહેતી પણ..
પણ હું કદીય ભાઉરામને ભાઈસાબ કહેતી નહીં ન જાણે મને એના પર કશીક ચીડ હતી. એને જાતાં જ મારામાં એક જાતનો લાવા ખળભળતો.. ગુસ્સો તો એવો આવતો કે એની છાતી પર ચડીને એનું ગળું જ દબાવી દઉં.. મને આ બધું શા માટે થતું હતું ? એની પાકી કયાંક કાચી ખબર હતી. કેમ કે હું આખો દિવસ ખાનગી શાળામાં ઓછા પગારની શિક્ષિકા હતી. ઘરની, જીંદગીની અમાસ-પુનમ એક કરવા ટયુશનો ખેંચતી હતી. તોય જીવનની લારી એનું એક સંતુલન જાળવતી નહીં. રોજ કયાંય માસના આખરના દિવસોમાં સરાહનીય આંધી ઉડતી.. ઘણીવાર તો હું મારા મૃત પતિને ભાંડતી.. મને વિધવાનો હાર પહેરાવી આ દુનિયાથી દુર દુર ગયો.ગરીબ હતી. એમાં એક છોકરી.. ગરીબની એ દિવાલ વધુ મજબુત થઈ હતી.
હું આખીય નકારાત્મક વીજળીઓથી સદા ઘેરાયેલી હતી. તો મારી પુત્રી શોભના કયારેક હકારાત્મક વિચારોમાં કયારેક નકારાત્મક વિચારોમાસરી પડતી.હું ઘણીવાર રાત્રે જમવાના ટાણે ભાઉરામ અંગેની વાતો પર ઉતરી જવાને જેવો આરંભ કરતી કે એ કહેતી, તારે શું એ દારૂ વેચે કે પીએ.. આપણને તો કંઈ હેરાન પરેશાન નથી કરતો ને જાણે ને એનું કામ જાણે.. ભેંસના શીંગડાં ભેંસને ભારે.. પુત્રી શોભના જાણે મારો પતંગ ખચ કરીને કાપી દેતી એ સાથે હું ખામોશ થઈ જતી.
પથારીમાં પડતી કે મારી જાત સાથે એક વિચારધારા છુટી મુકતી.. શિક્ષિકા છું તેથી આખા સમાજને સુધારવાને કંઈ ઠેકો લીધો છે ? ભાઉરામ પડયો ચુલામાં અને બીજી બધાય જાય ખાડામાં મારે શું..? ને સવારે સાડા દસે શાળાએ જવાને નીકળતી.. અમારી સોસાયટીમાં પ્રવેશતાંની સાથે જ એક તરફ ભાઉરામનું ઘર હતું તો બીજી તરફ મંદિર હતું. મંદિર પાસે ઓટલો હતો.ભાઉરામ મારા નીકળવાના સમયે ત્યાં આવીને બેસી ગયો હતો. એની આજુબાજુ મારી સોસાયટીના કે આજુબાજુના બે ચાર યુવાનો અદબ વાળીને કયાંક પાછળ બાંધીને ઉભા હોય.
મારી નજર પડી હતી. સાલ્લા ચમચા પટ્ટીમાંથી બાધ નથી આવતા. ભાઉરામ તમને કાંઈ આપી મુકે છે ? ગણગણતી… નજર નીચી રાખીને આગળ વધતી.. પણ આંખની એક લીટી એના પર આવી જતી..
સફેદ ઇ†ી ટાઈટ કપડાં, સફેદ બુટ આંખે કાળા રંગના ગોગલ્સ.. જાણે કોઈ મોટા રાજયનો મોભાદાર હોય.. હું છેક નજીક પહોંચતી તો કયાંક કયાંક કયારેક કયારેક કહેતો. મજામાં છો ને ? કંઈ કામ હોય તો કહેજા..
હું સાંભળતી ન કહેવું હોય તો પણ કહેતી.. હા તમે ?
આપણને શી તકલીફ હોય ? એ સામે કહેતો.જા કે હું મારી સોસાયટીની ઘણી †ીઓને એ મજામાં પુછીને શિષ્ટતા દર્શાવતો. અન્ય †ીઓ તો એની સાથે વાતો પણ કરતી.. ભાઉરામની પત્ની કણિકા એકદમ સરસ મળતાવડી હતી. કોઈનું દુઃખ જાઈ રહેતી નહીં. ઉપરથી જઈને ઉભી રહેતી. મારી સાથે જા કે એ બધું ઓછું હતું.
મારા જીવનમાં એક દિવસ આંધીનું સર્જન થયું હતું. શાળાએથી છુટીને આવતી હતી. કોઈ રેસ્ટોરન્ટમાંથી પતિને કોઈ અન્ય પરાઈ †ી સાથે પગથિયાં ઉતરતાં જાઈ ગઈ હતી. તેઓ ઘેર આવ્યા ત્યારે મેં પુછપરછ કરતાં તે ગુસ્સામાં આવી મને ધબેડી નાખી હતી. જગતમાં જાણે કોઈને સાચું પુછી પણ શકાતું નથી.એમ જ.. ને એ ઘર છોડી ગયેલા અઠવાડીયા પછી એમની લાશ આવેલી..
સોસાયટીમાં હડકંપ મચી ગયેલો. મારી સોસાયટીની †ીઓએ મારી પીઠ પાછળ જાણે કહ્યું હતું બહેન બિચારા શિક્ષિકા થઈ સંસ્કારની જાત સમજાવે ને ભૈ.. ઘરવાળો.. હું સ્તબ્ધ રહી ગઈ હતી. બેસણાં ટાણે ભાઉરામે કહેલું, ગભરાશો નહીં.. જ્યારે પણ કોઈ જરૂરત પડી જાય તો આ ભાઉને કહેજા મને તમારો..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.