બન્નેમાંથી કોનું કહ્યું બાળકો કેમ માને છે ?
ઘણીવાર એવું બને છે કે બાળકો પેરેન્ટ્રસ એટલે કે મા-બાપમાંથી કોઈ એકનું જ સાંભળે છે. તમને પણ આવી ફરિયાદ હોઈ શકે છે કે તમારા બાળકો પોતાના પિતાનું માને છે અથવા તો પછી એની ઊલટી ફરિયાદ તમારા પતિની હોઈ શકે છે. બાળકો તમારૂં કે તમારા પતિમાંથી કોઈ એકનું માને છે તો એનો મતલબ એ નથી, એ ખરાબ પેરેન્ટ-મા-બાપ છે. અસલમાં બાળકોના આ વ્યવહારની પાછળ કોઈક કારણ હોય છે.
બન્નેમાંથી એકસાથે મેળ ખાતો સ્વભાવ :
બાળકો અને મા-બાપના સ્વભાવમાંથી જેનો સ્વભાવ એકબીજા સાથે જેટલો મળતો આવતો હશે,બાળકો એનું જ માનશે. જા તમારૂં બાળક એકદમ તન્દુરસ્ત અને શક્તશાળી હશે તો બાળક સ્વભાવિક રૂપે એ જ પેરન્ટની સાંભળશે, જે એની સાથે દોડી શકે,ખૂબ રમે, પાર્કમાં લઈ જાય. બાળક એ પેરેન્ટને પસંદ નહીં કરે જે એને નહીં ગમતી રમત રમાડવાની કોશિશ કરશે. બાળકના વ્યવહાર અને સ્વભાવને સમજીને તમે એ પ્રમાણે ચાલો. એનાથી બાળક બીજા પેરન્ટની વાત સાંભળવા-સમજવા અને માનવા લાગશે.
એક પેરન્ટ બહુ જ બોલ-બોલ કરે તો :
જે પેરન્ટ વધારે વાત કરે છે, એની વાત ઓછી માનવામાં આવે છે. સતત બાળકોને અમુક વસ્તુઓનું કહેતા રહેવુ, જેમ કે બેસ,બેસ, ટેબલ ન વગાડ ,ચૂપ બેસ…થી બાળકો તમારૂં સાંભળવાનું જ છોડી દે છે. જે પેરન્ટ બાળકો સાથે ત્યારે જ બોલે છે, જ્યારે બોલવાનું જરૂરી હોય છે તો બાળકો એની વાત પર ધ્યાન આપે છે અને એનું કહેવું પણ માને છે. તમારે બાળકોની પ્રવૃત્તિમાં સમય વિતાવવો જાઈએ, એે દરમિયાન એની સાથે ઘણી બધી વાતો કરવી જાઈએ.
બાળકો સાથેનું નરમાશભર્યું વર્તન :
બાળકોને કહેવા માટેની ઘણી બધી રીતો હોય છે. એક પેરન્ટ બાળકને સીધું કહી નાખે છે, અને બીજા પેરેન્ટ એ જ વાતને બહુ નમ્રતાથી કહે છે. બોલવાની ભાષા પણ આમાં મહ¥વનો ભાગ ભજવે છે. નમ્રતાભર્યો વ્યવહાર કરવાથી ઘણો ફરક પડે છે.
બાળક કોઈ એક પેરન્ટની નજીક હોય છે ઃ અસલમાં બાળક તમારા વિશે શું અનુભવે છે, એમાં એક મોટો રોલ એની પસંદ-નાપસંદનો પણ હોય છે કે એ તમારા નીતિ-નિયમોને માનશે કે નહીં. આ કંઈક એવું છે, જેમ કે ઓફિસમાં બોસ સારો છે તો તમે એની વાત માનો છો
અને મન લગાવીને કામ કરો છો એ જ રીતે બાળક એ જ પેરન્ટ પ્રત્યે સારો વ્યવહાર કરશે, જે એને આદરને પાત્ર લાગશે. એટલે બાળક સાથે ફક્ત વધારે સમય વિતાવવો જરૂરી નથી, જરૂરી એ છે કે તમે સારો સમય વિતાવો.લેખિકા : કુમારી અંજના સોનકર