પ્રેમ બલિદાન માંગે છે.. દુનિયામાં અધૂરી ઈચ્છાઓ પછી પણ પૂરી થઇ શકે પણ કોઈનો જીવ સત્વરે બચાવવો તે કર્મ માણસાઈમાં આવે.
રામપુર નામે એક ગામ હતું, ગામ ખૂબ જ મોટુ હતું બધી જ સુવિધાઓ ત્યાં હતી, શાળાઓ થી લઈને કચેરી સુધીની, ત્યાંના લોકો પણ માયાળુ એક બીજાની મદદ કરવા હંમેશા તત્પર રહેતા, સમસ્યા એક જ હતી કે ત્યાં કોલેજ નહોતી તેથી બાળકોને ભણવા માટે એક ગામથી બીજા ગામ જવું પડતું.
નંદિની દલિત પરિવારમાં જન્મેલી એક ને એક દિકરી હતી, તેને પહેલાથી જ ભણવાનો ખૂબ જ શોખ હતો, નવરી પડે એટલે માતાને બધું કામ કરાવે, માતા સાથે બીજાના ઘરે પણ કામ કરાવવા જાય અને આવીને તરત ભણવા બેસી જાય, શાળામાં પણ તે બધાને બહુ વહાલી શાળાના દરેક કાર્યકમમાં હોંશે હોંશે ભાગલે અને દરેક પ્રવૃત્તિ રસ લઈને કરે, તેને કોઈ માથાકૂટ નહોતી ના કોઈ સખીના કોઈ સહેલી બસ તેની બાજુમાં રહેતો પ્રેમ તેનો ખાસ મિત્ર હતો, બન્ને સાથે જ રમતા, ભણતા, સાથે જ દરેક કાર્ય કરતા, પ્રેમ પણ ખૂબ જ લાગણીશીલ છોકરો હતો, નંદિની ને દરેક કામમાં મદદ કરતો,આમને આમ દિવસો પસાર થવા લાગ્યા, અને શાળાનો સમયગાળો પૂરો થવા આવ્યો, પ્રેમ અને નંદિની બન્ને એ પ્રાથમિક શિક્ષણ સાથે પૂરું કર્યું, શાળાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, બન્નેને સારી વર્તણુક,હોંશિયારી અને શ્રેષ્ઠ કાર્યો માટે નમાજવામાં આવ્યા અને દરેક શિક્ષકોએ ભીની આંખે નંદિની અને પ્રેમ સાથે બધા જ બાળકોને વિદાય આપી અને સોનેરી ભવિષ્ય માટેના આશીર્વાદ આપ્યા અને નંદિની અને પ્રેમએ આગળ જઈને પણ અભ્યાસ ચાલુ રાખીશું તેવું ગુરુજનોને વચન આપ્યું.અને સારા સંસ્કાર અને મદદ કરવાની ભાવના સાથે જીવન જીવીશું તેવી ખાત્રી આપી અને શિક્ષકોને બન્ને બાળકો માટે માન ઉપજયુ..
હવે કોલેજમાં પ્રવેશ લેવાનો સમય આવ્યો, નંદીની ની પરિવારની સ્થિતિ એટલી સારી નહોતી તેથી તે આગળ ભણવા માટે આનાકાની કરવા લાગી, પરંતુ પ્રેમની ખૂબ ઈચ્છા હતી કે નંદિની જેવી હોનહાર છોકરી આગળ વધે અને તેનું સોનેરી ભવિષ્ય બને, તેને તેના પિતાજીને વાત કરી અને તેના પિતાજીને દીકરાના વિચારો ખૂબ ગમ્યા,અને તેમણે પ્રેમને ખાતરી આપી કે તે નંદિનીને પણ પોતાના દીકરાની જેમ ભણાવશે. અને આમ પ્રેમ અને નંદિની સાથે કોલેજમાં જવા લાગ્યા ઉંમર વધતા બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા અને બન્ને જાણે એક બીજા માટે જ જીવવા લાગ્યા. સાથે કૉલેજ જાય અને આવે.. હવે પરીક્ષાનો સમય આવી ગયો.. જે દિવસે પરીક્ષા હતી તે જ દિવસે નંદિનીને ઘરેથી નીકળતા મોડું થયું, પ્રેમ એ રાહ જોઈ પરંતુ તે ના આવી.. તેથી તે નીકળી ગયો.. નંદિની પણ ઘરનું કામ પતાવી ફટાફટ નીકળી એક રીક્ષામાં કારણકે બસ તો નીકળી ચુકી હતી..
અચાનક રીક્ષાનો અકસ્માત થયો અને નંદિની ને ઇજા થઇ એક મિત્ર ઘ્વારા જાણ થઇ પ્રેમને અને પ્રેમ અધૂરું પેપર છોડીને નંદિની પાસે હોસ્પિટલ ગયો.. નંદિનીનું લોહી ખૂબ જ વહી ચૂક્યું હતું.. પ્રેમ એ લોહી આપ્યું અને અવિરત મહિનો તેની સેવા કરી આમ નંદિની સ્વસ્થ થઇ અને ૬ મહિના પછી બન્ને એ સાથે પરીક્ષા આપી.. અને પ્રેમના પ્રેમની જીત થઇ..
પ્રેમ બલિદાન માંગે છે.. દુનિયામાં અધૂરી ઈચ્છાઓ પછી પણ પૂરી થઇ શકે પણ કોઈનો જીવ સત્વરે બચાવવો તે એક માણસાઈ માં આવે.. આમ પ્રેમ અને માણસાઈ નું ઉત્તમ ઉદાહરણ નંદિની અને પ્રેમ..