પાંપણ વચ્ચેથી ક્ષિતિજાે વિસ્તારી લાઈક મેળવતી ગઝલો
ગઝલને પ્રિયતમા સાથેની ગુફતેગુ કહેવાઈ છે. અરબી અને ફારસીમાંથી આવેલો આ સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં પોતાનું આગવું અને પોતીકું રૂપ ધારણ કરી રહ્યો છે.ગઝલ એ દર્દનો વિષય છે.દર્દ જેટલું વધારે ઘુંટાય એટલી ગઝલ સમૃદ્ધ બને ફીરાક ગોરખપુરી ઉર્દૂ સાહિત્યના ઈતિહાસમાં ગઝલનો અર્થ કરતાં કહે છે કે, ‘ગઝલ એટલે તીર ખુંપેલા હરણની ચીસ’ આ ગઝલ સમયની સાથે અનેક સોપાનો સર કરી આજની સ્થિતિએ આવી છે.વિભિન્ન ભાષાના શબ્દકોશો અને વિદ્વાનોના પુસ્તકોમાં ગઝલની ૧૬ જેટલી વ્યાખ્યાઓ આપવામાં આવી છે પરંતુ ગઝલનો ક્રમિક વિકાસ જાેઈએ તો એક જમાનામાં બાદશાહોના દરબારોમાં યોજાતા મુશાયરાઓ દ્વારા તેને રાજયાશ્રમ મળ્યો હતો. તે પછી ગઝલ તવાયફોના મુજરામાં ગવાવા લાગી અને તેને ખુબ વાહ વાહ પણ મળી.આ ગઝલ શાયરો લોકો વચ્ચે લઈ આવ્યા અને તે લોકરંજનનું સાધન બનીને રહી ગઈ પરંતુ કેટલાક કૌવતવાળી વિદ્વાન શાયરોએ તેને જીવતી રાખી એક એવો સમય પણ આવ્યો કે ગઝલ તેના રચયિતાને બદલે ગાયકના નામે જાણીતી થવા લાગી.
આજના જમાનામાં વોટસગ્રુપક કે ફેસબુક વોલ પર લાઈફ, કોમેન્ટ અને શેરને તરસતી ગઝલ કયારેક કોના નામે ફોરવર્ડ થઈ જાય તે ખબર જ ન પડે એવી સ્થિતિ છે.છતાં તેની વિસ્તરતી ક્ષિતિજાે શાયરોને બુલાવે છે અને લાઈક મદહોશ બનાવે છે ત્યારે કયાંક, કયારેય સાચી, સારી અને જેને સાચેસાચ ગઝલ કહી શકાય તેવી રચનાઓ દુર્લભ બનતી જાય છે.તેવા સમયમાં આ માધ્યમ દ્વારા જ પાંપણ વચ્ચેથી ઉડતા પતંગિયા કે પંખીની જેમ રોજ એક નવો શેર લખીને મુકવાની હઠ લઈ બેઠેલા શાયરની ગઝલો જાણવી ગમે તેવી તો છે જ..પાંપણવચ્ચે ગઝલ સંગ્રહના કવિ કિશોર જીકાદરાનો આ બીજાે સંગ્રહ છે.જેમાં તેમણે ૧ર૮ પાનામાં ૧૦૮ ગઝલો તેના શીર્ષકો અને તે કયાં કયારે પ્રગટ થઈ તેની વિગત સાથે મુકી છે.‘શબ્દના સથવારે’ તેમણે પોતાની કેફીયત રજુ કરી છે.જેમાં તેઓ કહે છે કે હકીકતથી બહુ વેગળું ન જવાય અને સચ્ચાઈની અડોઅડ ચાલવું હોય તો હાથ તો ગઝલનો જ પકડવો પડે’ કવિ હર્ષદ ત્રિવેદીએ એક તરફ તો કિશોરભાઈને ગઝલોને પ્રૌઢ પૂર્ણ કહી છે છતાં એમ પણ નોંધે છે કે બહુ ઓછી જગ્યાએ એમને રોકાવું પડયું છે.હા, છંદની એકવિધતા કાને પડે ખરી ? કવિને જે હાથવગા ફાવી ગયેલા છંદો છે તેમાંથી મુક્તિ મેળવી નવા શિખરો સર કરવા રહ્યાં. અહીં આપણા વરિષ્ઠ કવિ હરિકૃષ્ણ પાઠકે પણ કવિને નોખા અનોખા ગઝલ કવિ તરીકે ઓળખાવ્યા છે. કવિના હસ્તાક્ષરમાં પ્રગટ કરેલી ગઝલમાં કંઈક આમ કહે છે.
જયારથી તારા ઉપર અધિકાર જેવું ના રહ્યું
ગામમાં મારે પછી ઘરબાર જેવું ના રહ્યું
અને બીજાે એક સુંદર શેર
છાપરૂં મેં એ જ કારણથી પણ ચાલ્યું નહીં
કયાંક અજવાળું ફરીથી ચાલવાનું હોય તો ?
અને આ શેર પણ જુઓ ઃ
બધાની નજરમાં માનવ હું અદનો
નડયો પ્રશ્ન અમને અમારા જ કદનો
તો આ સંગ્રહનું નામકરણ થયું છે તે ગઝલનો શેર પણ જાેઈ ન લઈએ.
ટપકી ટપકી જળ ખૂટયાં પાંપણની વચ્ચે
તોય તરસ અકબંધ રહી છે રણની વચ્ચે
ગઝલકાર કિશોર જીકાદરાના સ્વભાવમાં ઋજુતા અને સંવેદનશીલતા સાથે કર્મઠતા, કાર્યરક્ષતા સાથે જેં ગઝલ સાધના કરી રહ્યા છે તેને સો સો સલામ સાથે પોતાના આ સંગ્રહને આવકારૂં છું અને તેમને અભિનંદું છું.
પાંપણ વચ્ચે ગઝલ સંગ્રહ
લેખકઃ કિશોર જીકોદરા, અમદાવાદ
પ્રથમ આવૃત્તિઃર૦૧૯ , કિં.રૂા.૧૩૦