ને હું રડતી જ રહી.. ભાગ –
ગતાંકથી ચાલુ
ધક્કો વાગવાથી.. ભાઈ પડી તો ગયો પણ બેઠો થઈને.. ઉભો થઈને અમારા ઘરની બંધ જાળીને ખોલીને જતો રહ્યો.
એને રોકો.. ભુખ્યો જાય છે.. મારી માએ બળાપાનો સૂર વહાવ્યો.
છો જાય..નથી રોકાવો એને.. પિતાજી સામે ભાઈ બાબતે વિચિત્ર વલણ રાખતા હતા એમણે કહ્યું..
હું ખુલ્લા બારણેથી એને જાઈ રહી. પહેલાં એ ધીમા ડગલે ચાલ્યો ને પછી બેય હાથની મુઠ્ઠીઓને વાળીને ભાગ્યો.. નાકે આવેલા ખુલ્લા ઝાંપામાં થઈને એ નીકળી ગયો.. મેં માન્યું.. ઘરમાંથી હું એને પકડવા માટે જાઉં એ પહેલાં દોડી ગયો..મારી માએ ખાધું નહીં. ઉભી થઈને અંદર જતી રહી. પિતાજીએ જમી લીધું દાદાજીએ બીજી વાર ના ખીચડી માગી ના શાક.. મને જમવાનું ન ભાવ્યું ઘડી ઘડી મન કહેતું હતું.. લાવ ચાર રસ્તે બસ સ્ટેન્ડે એ બેઠો હોય તો હાથ પકડીને બોલાવી લાવું પણ હું એમ કરી ન શકી. મન મારીને રહી..
અમારી સૌની એક ગણતરી હતી કે એ મોડી રાત્રે આવી જશે અને રસોડામાં જઈ ચુપચાપ રીતે જમી લેશે.. પણ અમારી એ માન્યતા હતી એની વાત કંઈક અલગ હતી.
સૌ સુઈ ગયા.સવાર થતાં સુધીમાં ના એ આવ્યો હતો અને અમારી ધારણા ખોટી પડી ગઈ હતી. સવાર સવારમાં મારી બાએ જાણે ઉપાડો મોકલ્યો.. તમે માર્યો અને એ જતો રહ્યો.બાકી એને બે ભાખરીઓ બનાવી દેતાં હું શું કાળી પડી જવાની હતી ?
પિતાજીનો ગુસ્સો ઠંડો પડી તો ગયો હતો એમને પસ્તાવો થતો હતો.એક તો સતત કલકલાટી કરી રહી તમે માર્યો એટલે જતો રહ્યો…તેં માર્યો એટલે જતો રહ્યો..
દાદાજીનો પણ સૂર ભળ્યો.. ન જાણે કયાં ગયો હશે ? મારી બાની ચિંતાઓ વધતી જતી હતી. રજા રાખીને તપાસ કરો.. ના.. હું પણ સવાર સવારમાં ચાર રસ્તાના બસ સ્ટેન્ડે જાઈ આવી. કદાચ રાતના ત્યાં સુઈ ગયો હોય.. પણ એ ખોટું પડયું.. હું મંદિર એસ.ટી.સ્ટેન્ડ, થિયેટરમાં આગળ જઈ આવી પણ એ કયાંય ન હતો.ન જાણે એના મનમાં કેટલી બધી રીસ હશે ?
સવારે નોકરી ગયેલા પિતાજી બપોર વેળા ઘેર આવ્યા.. આવ્યા એવું જ એમણે મારી માને પુછયું.. ‘આયો..?’
ના.. ન જાણે કયાં જતો રહ્યો છે ?
મને ખબર હતી છાપામાં જાતજાતના કિસ્સાઓ વાંચ્યા હતા. ભણવા બાબતે માએ ઠપકો આપ્યો ને છોકરો ઘર છોડી જતો રહ્યો. જમવા મામલે પિતાજીએ મગજમારી કરી અને છોકરો જતો રહ્યો.
મારા ઘરમાં એ સ્થિતિ સર્જાઈ હતી. જમવા મામલે.. મામૂલી મગનીદાળની ખીચડી અંગે…
આજકાલ કરતાં ભાઈને શોધતા એક અઠવાડીયું પસાર થઈ ગયું..કોઈ સગડ ન મળ્યા.કોઈ સગાના ઘેર એ ગયો ન હતો. ના મામાના સૂર વહાવ્યો. એમ તે કંઈ મરાતો હશે.. ઘરમાંથી કાઢી મુકાતો હશે ?
પાસ પડોશમાં ખબર પડી ગઈ..સૌએ એમ જ કહી દીધું.. આજકાલના છોકરાને કંઈ પણ કહી શકાતું નથી. ઝટ રીસ ચડે અને પટ પલાયન મા બાપનું જે થવું હોય એ થાય..પોલીસને ફરિયાદ કરી પણ એણે કંઈ હકારાત્મક જવાબ ન આપ્યો.
દસ દિવસ થયા.. મારી મા રડતી અને બધીય બાબતોના જાણે જવાબદાર એવા પિતાજી પર માછલાં ધોતી.. અને કટુ વચન વેણ બોલતી.. તમારા લીધે જ ગયો છે.. તમારામાં એના પ્રત્યે દાઝ હતી..
ભાઈ ઘર છોડીને જતો રહ્યાના દિવસો પર દિવસો જતા હતા તેમ મારી માની કળ કળ વધી ગઈ હતી. બસ એ પિતાજીને ઉદ્ેશીને કહ્યા કરતી તમારા લીધે જ ગયો છે તમે ના માર્યો હોત તો ના જાત..
પિતાજીને પણ જાણે એ બાબતનો એક ઉંડો રંજ હતો આઘાત હતો પરંતુ એ આખરે શું કરી શકવાના હતા ? કયાં એને શોધવાના હતા ? એમનાથી થતા બધા જ પ્રયાસ કરી ચૂકયા હતા નિષ્ફળ ગયા હતા.
શનિવારે પિતાજી કારખાનાથી સાંજે આવ્યા નહીં. મા અને અમે સમજ્યા એમને નાઈટ હશે મોડેથી આવશે. પિતાજી ઘણીવાર નાઈટ કરતા હતા પણ એ શનિવારે એમણે આઘાત દુઃખ વગેરેના કારણે શહેરના આપઘાત પોઈન્ટ તરીકે ઓળખાતા તળાવમાં પડતું મુકી જીવન ટુંકાવી દીધું.
બીજા દિવસે જાણ થઈ. ઘરમાં એક ભૂકંપ આવી ગયો. ન જાણે શું થયું ? હજુ પિતાજીના આપઘાતની ઘટનામાંથી કળ તો વળવાની જ ન હતી પણ શું થાય ? કુદરત આઘાત આપે કે આનંદ સહન કરે જ છુટકો.
પિતાજીના અકાળ મૃત્યુ આપઘાતનો વિરહ દાદાજી જીરવી ન શકયા એક સવારે તેઓ એમની નિયત પથારીમાંથી જાગ્યા નહીં જાણે રાત્રે જ એમનો જીવ અનંતની યાત્રાએ ઉપડી ગયો.
એ બનાવ સાથે લાગ્યું કે મારા ઘર પર કાળના કંપના બે જારદાર આંચકા આવી ગયા.પહેલાં પિતાજી, કમાણીનો મુખ્યસ્થંભ તુટી પડયો ઉખડી ગયો એ પછી દાદાજી..
જીંદગી હતી.. સહન કરે છૂટકોલ..
પિતાજી ગયા.. દાદા ગયા..
મા રહી.. હું રહી ..
માની જવાબદારી જાણે મારી પર આવી ગઈ. કયાંક નોકરી મળી જાય એ ઈચ્છતી હતી. લોકોને નોકરી માટે કહેતી હતી.
છ સાત વર્ષ થઈ ગયા હતા. ભાઈનો કોઈ જ પત્તો ન હતો.આશા છોડી દીધી હતી.
એક સવારે અમારા ઘરનું પહેલાં લાકડાનું બારણું ખોલ્યું.. જાળીમાંથી વજનદાર એક કવર પડયું મારા ભવાં તણાયાં કવર ઉઠાવવા ખોલ્યું.. અંદર ભારતીય ચલણની મૂલ્યવાન નોટો હતી. એક ચિઠ્ઠી પણ હતી.
રૂપિયા લીધા માને બતાવ્યા ચિઠ્ઠી વાંચી મારા એ ભાઈની હતી. હું રોઈ પડી નૈના.. રૂપિયા મૂકી જાઉં છું.. હું કયાં છું પુછશો.. જાણવાની ઉત્તેજના કરશો નહીં.. રૂપિયા પિતાજીને દાદાજીને આપજા.. તારો ભાઈ નૈના..
ને હું રોઈ પડી.
ચિઠ્ઠીમાં ના ભાઈનું સરનામું.. ના એની કોઈ વિગત હતી..હું રડતી રહી..