ને માસી ગઈ એ ગઈ..
એક દિવસ કંઈક અવળો ઉગ્યો.. નોકરીથી અનંત માસા પાછા ન આવ્યા.. એમ તો તેઓ રોજ છ સાડા છ વાગે આવી જતા પણ એ દિવસે દેખાયા નહીં. સાત વાગી ગયા.. જાેકે મારો ઘેર આવાવનો સમય આઠ વાગ્યાનો હતો. એમાં કયારેક જ મોડું થતું હું જેવો ઘેર આવ્યો કે ગૌરી માસીએ કાગારોળ મચાવતાં કહ્યું, આજ હજી તારા માસા આવ્યા નથી મને ચિંતા થાય છે જઈને બજારમાં ખબર કરતો એમની નોકરીના સ્થળે જા.. તપાસ કરી આવતો.. મેં સાંભળ્યું.
તરત જ સાઈકલવાળી નીકળી પડયો. માસા જે રસ્તેથી આવતા હતા જે રસ્તો મને યાદ હતો માસા જ્યાં નોકરી કરતા હતા તે સ્થળ પણ યાદ હતું. સાઈકલ ચલાવતો રસ્તામાં જાેતો જાેતો હું ગયો.. મને એ દેખાયા નહીં. .ત્યાંથી એમના નોકરીના સ્થળે ગયો એ તો વહેલું બંધ થઈ ગયું હતું હું પાછો વળ્યો ને ઘેર આવ્યો.
અને એ સાથે એક કંપ આવી ગયો.
માસાને માર્ગમાં ચક્કર આવી ગયા હતા. પડી જતાં સ્થળ પર એમનું મૃત્યુ થયું હતું. એમનો દેહ જાેઈ માસી મહાભયાનક કલ્પાંત કરી રહ્યા હતા. આસપાસના એકત્ર થયા હતા. સમાચારો આપી રહ્યા હતા.
માસાને સવારે કાઢવાના હતા.
શાસ્ત્રની વિધિ પ્રમાણે મૃતકને સાંજે અગ્નિદાહ આપતા નથી.
ગમે તે હોય માસી આખી રાત રડતાં રહ્યાં. હું પણ એમની પડખે બેસીને રડતો રહ્યો. થોડી ઘણી ટાઢ હતી મેં માસીને ઓઢવા માટે પછેડી આપી એમણે લીધી નહીં. મને પાછી આપતાં ‘તું’ ઓઢ..એમ કહ્યું.
સવારે જ્ઞાતિવાળા ભેગા થયા. જયાં રહેતા હતા એ પાસ પડોશી આવ્યા. માસાને અંતિમ ચરણભણી લઈ જવાનો સમય થયો.
નનામી બરાબર બંધાઈ હતી અને મારે માસાના મૃતદેહને કાંધ આવવાની હતી.નનામી ઉપડી..
પાછળથી કોઈ રામ બોલો ભાઈ રામ… કરૂણ સ્વર છોડયો.. મેં ઉમરો વટાવ્યો ને માસીએ એકદમ પછડાટ ખાધી..
સાથ છૂટી ચુકયો હતો…
માસા અનંતની યાત્રાએ જવાને માટે નીકળી ચુકયા હતા. કદીય પાછા આવવાના ન હતા.
મેં માસીને હિંમત આપતાં કહ્યું, માસા ગયા એનું મને દુઃખ છે. મારા કરતાં તમને ખુબ વધારે દુઃખ હશે પણ હવે હિંમત રાખજાે. હું આ ઘરનો ભાર ઉપાડી લઈશ…ઓછું લાવશો નહીં..
મેં બીજા દિવસે નોકરી પર જઈને મારા માસા ગુજરી ગયાનું જણાવ્યું એ સાથે જ કારખાનાના શેઠે મારા પગારમાં રૂપિયા બસોનો વધારો કરી દીધો. ઉપરથી કહ્યું, ગભરાઈશ નહીં.. જરૂર પડે તો આવી જજે..મેં સાંભળ્યું.. આનંદ થયો.. જાેકે એ વાત માસીને મેં જણાવી એમને કશો આનંદ ન થયો. એમનો જીવ તો જાણે અનંતયાત્રામાં અટવાઈ ગયો હતો પણ જે બાબત બની હતી એને સ્વીકાર્યા વિના છૂટકો ન હતો એનાથી પર જવાતું નથી…સમય આગળ વધતો ગયો.
માસી બહાર નીકળતાં નહીં. ઘરમાં ને ઘરમાં રહેતા.. ઘરનું કામકાજ કર્યા બાદ પ્રભુનીમાળામાં પરોવાઈ જતાં. સવાર સાંજ અને કયારેક તો રાત્રે પણ માળા કરતા હું જાેઈ જતો તો કહેતો… હવે સૂઈ જાવ.. બાકીની માળાઓ સવારે કરજાે…
પણ એ કહેતાં હમણાં સુઈ જાઉં છું..
ને હું ઉપર ચાલ્યો જતો.. ઉંઘવા જતો પણ.. કયારેક મને ઉંઘ આવતી નહી.. પડખાં ઘસતો…
મને કયાંક લાગતું માસી મારા આધારે છે.. હું ઘણી વાર જાેકે એને કહેતો.હવે જે ઘટના બની ગઈ છે. એના વળી આંસુ શું પાડવા ? ઈશ્વરે જે નિર્ધારીત કર્યું છે.ત્યારે એ બનીને જ રહે છે.
માસા વગર મારે તો ઠીક.. માસીને જીવન આકરૂં થઈ ગયું હતું.. એકાદ વર્ષ પસાર થઈ ચુકયું હતું. હું માસીને પુછતો.. તમારે કંઈ ઈચ્છા હોય તો બેધડક મને કહેવું ?
શી ઈચ્છા હોય એમના વિના ? માસી સામો સવાલ કરતા.
કયાંક દેવદર્શન કે જાત્રાની.. હું કહી શકતો નહીં..
એ તો હું કહીશ… ભલે મનમાં અમુજાતાં.. (ગભરાતા) નહીં…
જીંદગી હતી અને એના ક્રમે હતી.. માસી બધું કામ કરતી.. હું જાેતી મને મારો આત્મા જાણે કહેતો તેં લગ્ન કર્યા હોત તો ઘરમાં તારી નારી હોત અને માસીના કામમાં મદદ કરત.. પણ …પણ જાણે મને પરણવાનું યાદ જ ન આવ્યું હોય એમ લાગતું હતું.. પણ શું થાય ? પરણવાની એ એક વય પસાર થઈ ગઈ હતી. હવે કોણ તૈયાર થાય કે મારો હાથ ઝાલે ?
મને ચિંતાઓ થતી.. પણ એનો કોઈ અર્થ ન હતો.. એક દિવસ માસીએ મને પુછયું તારે લગ્ન કરવાં છે ?
હું એમનો પ્રશ્ન સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. બે ઘડી એમની સામે જાેઈ રહ્યો..
હા હું તનેકહું છું તારે લગ્ન કરવાં છે હું નહીં હોઉં તો તારે સ્ત્રી જાેઈશે… માસીએ જાણે મને એક ઘા માર્યો..
સ્ત્રી તો મારે જાેઈતી હતી પણ દંભમાં સદા ડુબેલો રહેતો.. મેં દંભ તોડી હા પાડી…
અઠવાડીયા પછી માસી એક વિધવા સ્ત્રીને લઈને આવ્યા.
સરસ હતી પણ વિધવા હતી. મને ગમી ગઈ પણ વિધવા હતી. મારી પત્ની બને પણ એ વિધવા હતી.. સુખ મળતું હતું.. પણ એનાં વિધવાપણાનો ડંખ મને બરાબર વાગી રહ્યો હતો..
જાેઈ શું રહ્યો છે હા પાડી દે…માસી બોલ્યાં..
…..
ને મેં હા પાડી નામ એનું સાધના..
લગ્ન થયાં.. ઘરમેળે મેં હાર પહેરાવ્યો…
…..
જીવન શરૂ થયું..
માસીને ઘણી રાહત થઈ ગઈ… પણ….
……
એ વાતને પંદર દિવસ પછી મારી ગૌરી માસી ન જાણે કયાં ચાલ્યા ગયા… હું શોધી ના શકયો એમને.