દરેક સ્ત્રી કે પુરુષના સ્વભાવ સરખા ના હોય
બીજાના સ્વભાવને જાણવાની વાત સમજાવવા કૌરવો અને પાંડવોને યાદ કરું, દુર્યોધન અને શકુનીને સંપૂર્ણ જાઈતું હતું, તે જાણતાં કે, પાંડવો ધર્મને વરેલા છે. શકુની અનેકવાર કાવાદાવા કરે છે. પરિણામે યુધિષ્ઠિર જાણવા છતાં, તેમાં ફસાય છે. અર્જુન અને ભીમ શક્તશાળી હતા છતાં વિવશ રહે છે. યુધિષ્ઠિર પાસે શ્રેષ્ઠ શાસનની કુનેહ હતી છતાં, લાચાર બને છે. ધર્મને અનુસરવાના સ્વભાવનો શકુની અને દુર્યોધને અતિશય દૂરઉપયોગ કર્યો.
એવું જ ર૦૦૪થી ર૦૧૪માં જુઓ. ડા. મનમોહનસિંહ અર્થશા†ના નિષ્ણાંત. તેઓએ નાણાંમંત્રી રૂપે ઘણાં સારા કામ કર્યા. પણ, તેઓના સ્વભાવનો ઉપયોગ સોનીયા ગાંધીએ કર્યો. જે ખૂબ જાણીતી વાત બની.
રાજનીતિ, ફિલ્મ ઉદ્યોગ, ક્રિકેટ જગત, કે કોર્પોરેટ ક્ષેત્ર લો. તમામ ક્ષેત્રે બીજાના સ્વભાવના ગુણોનો ઉપયોગ થાય છે. તો ઊલ્ટું તમારા સંબંધમાં રહેલી વ્યક્તઓના સ્વભાવ વિશે જાણો. તો, તમે એના કાવાદાવાથી બચી શકો. જા એવી વ્યક્તથી સંબંધની શરૂઆત છે તો, તમારો વપરાશ થતો રોકી શકો.
આવો સ્વભાવ વિશે જાણીએ. મનોવિજ્ઞાનમાં અભ્યાસનો વિષય પર્સનાલિટી છે. પર્સનાલિટીનું ગુજરાતી વ્યક્તત્વ થાય. પરંતુ, મોટાભાગે સ્વભાવ શબ્દ જ બોલાય છે. વ્યક્તત્વ વિશે અનેક અભ્યાસ થયા છે. કપરી, પ્રપંચી, શરમાળ, વિનોદી, પ્રેમાળ, ગુસ્સાવાળો, ઈર્ષાળુ, ઓછાબોલ, એકલપેટો, ઘાતકી, ગુંડાજેવો, ધર્મિષ્ટ, નાસ્તક વગેરે શબ્દો લોકો બોલે છે. ટ્રાફીક પોલીસ બેફિકરું વાહન ચલાવનારને પકડે છે. પોલિસકર્મી કેટલાંક લોકોના હલનચલન કે ચહેરાને આધારે શક કરે છે. ફિલ્મ ઉદ્યોગમાં ચહેરાને વ્યક્તત્વ સાથે સંકળાતુ. અભિનેતા રહેમાનનો ચહેરો કાવાદાવાની ભુમિકાને યોગ્ય હતો. એટલે સુધી કે સંવાદ રહેમાનની બોલી મુજબ ફરીથી લખાતા. પણ, એ ભૂમિકા રહેમાનને જ અપાતી.
સ્પષ્ટતા કરવાની; ચહેરાને સ્વભાવ સાથે કોઈ સંગતતા નથી. એવી જ રીતે કોઈ વ્યક્ત વક્તવ્ય દરમિયાન વારંવાર વિનોદ કરે એટલે તેનો સ્વભાવ નક્કી ના થાય. કોઈ ગાયકના સ્વરમાં પ્રેમ સંભળાય એટલે એ પ્રેમાળ ના કહેવાય. એ બધા તેઓના ગુણ કહેવાય. તેઓની વહેવારું બુદ્ધિ કહેવાય પણ, સ્વભાવ ના કહેવાય, ચાલો ધારીએ પ્રેમલ પ્રેમાળ પુરુષ છે. એ ને ગમશે. સંબંધની શરૂઆતમાં એ ખૂબ જ પ્રેમાળ વર્તન કરશે. પણ, લગ્ન થયા પછી પ્રેમ હવા થઈ જશે. તેને કારકિર્દી બનાવવી પડશે. તેને જવાબદારી લેવી પડશે. આમ, એવા શબ્દોથી માણસના સ્વભાવની વ્યાખ્યા ના કરાય.
પણ, પાંડવોની વાત કરી એમ સમગ્ર જીવન ધર્મને જ અગ્રીમતા આપનાર હોય. ડા. મનમોહનસિંઘની જેમ ઊપરીના આદેશ અનુસરનાર શ્રેષ્ઠ મેનેજર બની શકે. પણ, એ ક્યારેય સર્વોપરી નેતા ના બને. એ તેઓનો સ્વભાવ છે. અહીં, ધર્મ શબ્દનો અર્થ કરું. ધર્મ એટલે ફરજ, તમારા મનનો અવાજ કહે તેમ કરવું. ભાવનાઓ, સંબંધ કે મોહથી અલગ રહેવું. જે સ્વભાવ છે. જેને અંગ્રેજીમાં કોન્શાયન્ટયસ પર્સનાલિટી કહે છે.
વ્યક્તત્વ વિશે અનેક મનોવિજ્ઞાનિઓએ વ્યાખ્યા કરી. જેમાંથી, હું અમેરિકા મનોચિકિત્સક જહોન આૅલ્ધામની વ્યાખ્યાને ટાંકું છું.
‘‘વ્યક્તત્વ એવો પાયલોટ છે જેઆપણને જીવનભર વખતે માર્ગદર્શન કરે છે.’’
સ્વભાવ કે વ્યક્તત્વ વિશે જાણીએ, તો સાથે સાથે વ્યક્તત્વને ઘડનાર પરિબળો વિશે જાણવું પડે. સાથે સાથે વ્યક્તત્વના વિકાર વિશે જાણીએ. વિકાસ અને વિકાર વચ્ચેનો ભેદ અને થવાના કારણો જાણીએ.
વર્ષોથી મનાય છે કે, વ્યક્તત્વ વારસાગત છે. એટલે કે માતાના ગર્ભમાંથી વ્યક્તત્વનું ઘડતર થાય છે. એ માન્યતાને જાણીતા નહેરુ- ગાંધી પરિવારથી સાંકળી શકાય.