તું છે તો મારૂં સ્વર્ગ છે
વરસાદની સીઝન હતી અને મારૂં ઘર એકદમ ચોખ્ખું હતું. બહાર ભલે બધે ભીનું ભીનું કે કચરાપટ્ટી હોય પરંતુ મારૂં આખું ઘર..ઓરડાઓ સરસ હતા.. ચિરંતનાએ એકદમ ચોખ્ખા કરી દીધા હતા. ઉપરથી મને સુચના આપી હતી. મહેરબાની કરીને ઘર ચોખ્ખું રાખજાે. જરૂર પડે તો ઘરમાં સ્લીપર પહેરી રાખજાે. અને હા મેં જેમ ગોઠવી દીધું છે રાખ્યું છે એમ જ રાખજાે..વળી બીડી કે સિગારેટ પીશો નહીં.એના ધુમાડાની ગંધ હું સહન કરી શકતી નથી. ચિરંતના બોલતી હતી ને હંુ જાણે અદબ વાળીને સાંભળી રહ્યો હતો. એ જ્યારે અટકી ત્યારે મેં પ્રશ્ન કર્યો..બોલી રહી…? કયારની બકબક કરવા ચડી છે. ઘર હોય તો કચરો થાય. પડે. ચોમાસામાં બધુંય થઈ જાય..અને હા બીડી બાબતે સિગારેટ બાબતે તારે બબાલ કરવી નહીં. મને ગમે છે એટલે એકાદ બે ફુંક મારી લઉં છું.. લગ્ન કરતાં પહેલાં મેં તને મારી આદતોથી વાકેફ કરી હતી. છતાંય તું કચકચ કરે છે એ પસંદ નથી..
એ સાથે જ ચિરંતનાન તેવર બદલાઈ ગયાં. મને કહે એ એક સમય હતો આપણે સાથે રહેતા ન હતા. હવે સાથે રહીએ છીએ.. અને તમે મારૂં કહ્યું માનો.એ… એણે કહ્યું..
એ સાથે જ મારૂં માનસ જાણે ફટકી ગયું. મેં કહ્યું, પ્લીઝ તું નીચે જા.. મને અહીં એકલો રહેવા દે..
એટલે તમે મારી ગેરહાજરીમાં બીડી સળગાવો અને ચિરંતના અટકી…
ચુપ રહીશ તું… ના.. આ ઘરમાં ધુમાડા ગંધ મારતા નહીં એટલે નહીં…
આમે મને ગુસ્સો તો આવ્યો હતો જ એમાં વધારો થયો. એસાથે જ મેં એની પર હાથ ઉપાડયો. ઘરના એ દાદરા આગળ કશીય કોઈ આડશ ન હતી. તે એકદમ સંતુલન ખોઈ બેસી. પહેલા પગથિયાથી સીધી નીચે ગઈ.જાેકે નીચે બારણા આગળ જઈને પડી. થોડુંક એને વાગ્યું હશે પણ એની કચકચના લીધે મેં પરવા ન કરી. મનમાં બબડયો.. ઘણા પુરૂષો ઘરમાં બીડી તો શું દારૂ ગટગટાવતા હોય છે. કયાંક ટેબલ ગોઠવીજુગાર રમતા હોય છે. એમાંનો તો હું નથી ને ? મેં મારી રીતે મન સાથે સંતુલન ગોઠવી દીધું.. કશી પરવા કર્યા વિના..
રાત્રીના સાડા અગીયાર થયા.એ પડી ગઈ છે અને એને પુછવું જાેઈએ.. વધારે વાગ્યું તો નથી ને ? પરંતુ હું જાણે નિદર્ય રહ્યો. ઉપર જ મારી પાટ હતી. એમાં મેં લંબાવ્યું. મારી પાટની પાસે બીજી પાટ હતી. જેને અમે રાત્રે સુતી વેળા એક કરી દેતા. પણ ચિરંતના પડી ગઈ રીસાઈ ગઈ હોય કદાચ નીચે સુવાની હોય આમે મારે અને એને બે વચ્ચે ખટપટ થતી ત્યારે એ એકલી નીચે સુઈ જતી. બે ચાર દિવસ ટસલ ચાલતી અને પાછી ગાડી પાટ પર આવી જતી.
પણ મને ઉંઘ આવી ગઈ. બહાર વરસાદને લીધે ઠંડક પથરાઈ ગઈ હતી. રાત્રે એક બે વાગે પાણી પીવા ઉઠયો પણ નીચે ચિરંતના અંગે જાેયું ય નહીં. સમજ્યો કે એ બરાબરની ગાઢ ઉંઘમાં આવી ગઈ છે. એ પછી હું મારી પાટ પર જઈ પુનઃ સુઈ ગયો. સવારે મારા ક્રમ મુજબ જાગ્યો ત્યારે બારીમાંથી તડકો અંદર આવવા લાગ્યો હતો. આકાશમાં વાદળ છુટાછવાયા હતા. હુ ંનીચે આવ્યો મારા ઘરની જાળી ખુલ્લી હતી. અને પાટ પર ચિરંતના ન હતી મારી આંખો ખેંચાણી કદાચ સંડાસ ગઈ હશે. એ સાથે જ નક્કી કરી દીધું કે એ જેવી બહાર આવે એટલે સોરી કહી દેવું.
પછી ડાઈનીંગ ટેબલ પર બેઠો એ આવે ને મને ચા બનાવી આપે બ્રશ કર્યા વિના મને ચા પીવાની પણ ટેવ હતી. જેમ બીડીના ધુમાડા મામલે ચિરંતના કટકટ કરતી હતી એમ બ્રશ કર્યા વિના મારી ચા પીવાની કુટેવ પણ એને પસંદ ન હતી. જાેકે મોઢું પરાણે કરીને બનાવી આપતી.
હું ટેબલ પર બેઠો..પ્રતિક્ષા કરી રહ્યો હતો પણ બરાબર ત્રીસ મીનીટ થવા આવી. હું અકળાતો જતો હતો. ગુસ્સા સાથે સંડાસનુંબારણું ઠોકયું પછી ખેંચ્યું, બારણું ખુલી ગયું. અને ચિરંતના અંદર ન હતી.
તો..મેં જાળી સામે જાેયું છાપાવાળાએ છાપું વાળીને ખોસ્યું હતું..
મેં જાળી આગળ જઈ ખોલી.. બહાર જાેયું.. વરસાદના લીધે ભીનું ભીનું હતું. પણ મારી ચિરંતના કયાંય ઉભેલી ન હતી. મને એમ હતું કે, એ કદાચ સવાર સવારમાં ચા સાથે ખાવાના ટોસ કે ખારી લેવા ગઈ હોય.. કારણ કે ગઈ કાલ સવારે એણે મને કહ્યું હતું, ઠુંઠા પીવાનું યાદ આવે છે એવું સવારના નાસ્તા માટેનું પણ યાદ રાખો. ઘરમાં નાસ્તામાં કાંઈ નથી.. આવતી વખતે ટોસ કે ખારી લાવજાે.
એણે કહ્યું હતું મને સુચવ્યું હતું પણ હું લીધા વગર એને મન હાથ હિલોળતો.. હું આવ્યો હતો એ સાથે જ એણે કહ્યું હતું.. મારે હવે સવારના પહોરમાં લેવા જવું પડશે…
કદાચ એ લેવા ગઈ હોય.. મારી નજર અમારા મકાનોના ઝાંપાની આગળની દુધવાળાની દુકાન ભણી ગઈ.. દુકાને તો કોઈ સ્ત્રી ન હતી..
સવાર સવારમાં કયાં ગઈ હશે ? એવું તો ઘરમાં શું ખુટી ગયું હશે તે…કદાચ ખાંડ..? કદાચ ચા…
એ તો હજી ચાર દિવસ પહેલાં જ લાવી હતી ને એ ટાણે મેં ચા બનાવવા પણ કહ્યું હતું. તાજેતરમાં ઘટેલી ઘટના યાદ આવી ગઈ. ક્ષણિક ભુતકાળ તુટયો.. આખરે જાય કયાં ?
મેં મનોમન પ્રશ્ન પુછયો… જાળી આડી કરીને હું દુધવાળાની દુકાન સુધી જઈ દુધવાળાને પુછયું હતું… મારી એ આવી હતી.. અત્યારે દુધ લેવા ?
ના.. ભાઈ જાેયાં નથી.. લગભગ તો નથી જ આવ્યા