જીંદગીનું વિરામ-પૂર્ણ
છેલ્લે કદાચ મહિનો દોઢ મહિના પૂર્વ મોટા શહેરમાં કાકીને મળવા જેલમાં ગયો હતો ત્યારે મને જેલના અધિકારી સાહેબે કહેલું, સૂર્યાબહેન હવે છૂટી જશે તમો આવીને લઈ જશે..’ એમણે મને કહેલું ત્યારે લાગેલું સાહેબને કદાચ સૂર્યાકાકી ભણી મીઠી લાગણી હશે અને તેથી જ કહ્યું હશે એ કહે કે ના કહે મેં નક્કી કરેલું અને કહેલું, સૂર્યાકાકી ગભરાશો નહીં..જે થયું એ સારું કે ખોટું ભુલી જ જજાે. મનમાંથી કાઢી નાખજાે.. હું તમને એ દિવસે લેવા માટે આવી જઈશ રઘવાટ કરશો નહીં અને હા..આવ્યા પછી મારા ઘેર રહેવાનું છે.. મારી પત્ની હેમા તમને રાખશે.. બધી જવાબદારી અદા કરશે.. મનમાં જાે કશીક ભ્રમણા.. ભીતી હોય તો લગાઢી દેજાે.. હું લેવા આવી જઈશ..મેં કહેલું.. સૂર્યાકાકી માથું નીચું કરીને મારી વાત સાંભળી રહ્યા હતા.કદાચ એમનો અંતરાત્મા કહેતો હશે…હવે મારૂં ત્યાં શું કામ છે ? જયાં મેં તારા સોમાકાકાનું માથું ધારીયાના એકીઝાટકે અલગ કરી દીધું છે ત્યાં.. સૂર્યાકાકીનો આત્મા એમની અંદર રહેલી સ્ત્રી કહેતી હશે.. મને ખાતરી હતી જ કે કાકીમાં આવા શબ્દો, ભાવ સળવળ્યો હશે.. ને હું ત્યાંથી નીકળી ગયો હતો.. એસ.ટી.સ્ટેન્ડ પર આવેલો નક્કી કરેલું ઘેર જઈને હેમાને કહીશ.. સૂર્યાકાકી હવે છુટવાના છે. આપણા ઘેર આવશે.. આપણી સાથે રહેશે તું જરા એમનું ધ્યાન રાખજે..
મેં સાંજે ઘેર એસટીમાં આવ્યા બાદ એને કહેલું તમે આ ના કહ્યું હોત તો ચાલત કે સૂર્યાકાકીને કયાં નથી જાણતી ? એ શું હતા અને શું છે ? એ મામલે મારા મોં પર મણનું તાળું મારી રાખીશ.. મારા પર એટલો ભરોસો રાખશો.. હું કયારેય..
હેમાએ મને જમતી વેળાએ કહેલું..
હું રાજી થયેલો..એ પછી એમ પણ થયેલું શું એ દંભ તો નહીં કરતી હોય ને ?
ના..હેમા એવી ન હતી..
કાકીને જ્યારે પોલીસ પકડી ગઈ ત્યારે હેમા સાથે ના મારી સગાઈ થઈ હતી ના લગ્ન.. જાેકે સગાઈ થઈ ન હતી તો લગ્નનો સવાલ ન હતો.. એ સાંજે કાકીને લઈ ગયા પછી ઉદાસ કંઈક રોવા જેવો થઈ ગયેલો.. કાકી જીપમાં બેઠાં ત્યારે મને હતું કે, એ કાંઈક બોલશે.. પણ એ ચુપ રહેલાં. મારા ગામના ઉબડખાબડ રસ્તે જીપ આગળ ગયેલી.. મારી અને ત્યાં હાજર અન્યની નજરો આગળથી કાકી દેખાતા બંધ ગયેલો..કાકી જીપમાં બેઠા..ત્યારે મને હતું કે, એ કંઈક બોલશે.પણ એ ચુપ રહેલા. મારા ગામના ઉબડખાબડ રસ્તે જીપ આગળ ગયેલી..મારી અને ત્યાં હાજર અન્યની નજરો આગળથી કાકી દેખાતા બંધ થયેલા, ભેગા થયેલા બેધારૂં બોલતા હતા.કોઈ કહેવા એકાદ વરસમાં છુટી જશે… તો વળી કોઈના શબ્દો હતો.સૂર્યાકાકીને આ શું સુઝયું આમ ઘરવાળાને વાઢી નંખાય…!
કયાંક ઝાંખી પણ સતેજ એ યાદો હતી. જે ઘણી વાર આળસ મરડીને ઊભી થઈ જતી.આંખે ચડી જતી પછી એને કાઢવી શકય ન હતી. હું જાણે ઓશીયાળો બની જતો.સંસારમાં મારી માનું એટેક આવતાં અચાનક અવસાન થયું હતું. મા વગર ખાલી થયેલા ઘરમાં સ્ત્રી રૂપી ખાડો ખોટ પુરવા ભરવાને માટે ઘણાએ કહેલું પણ પિતાજીએ માત્ર એટલું જ કહેલુું કે મારી એનું ન કોઈ સ્થાન નહીં લઈ શકે. ભલે ઘર અને મના એના વિના ભેંકાર થયું હોય.. પણ અન્ય કોઈ આવી શાંતિ આપે એ શકય નથી. મારા પિતાજીની એ વાત હતી. મારી માના અવસાન પછી પિતાજી પણ એક મહિના પછી મરણ પામેલાને જીંદગી સૂર્યાકાકીના પાટે આવી હતી. મારી બધીય જરૂરીયાતો કાકા કાકીની પીઠે લદાઈ ગઈ હતી..
આમ તો ત્રણ માળનું ઘર હતું હું અને હેમા વચ્ચે રહેતા હતા. ત્રણ રૂમનું મકાન હતું નીચે પણ ત્રણ રૂમ હતા. છેક ઉપર બે રૂમ અને ધાબું જેનો ઉપયોગ થતો ન હતો. ભાડે આપવાનો ઘણા સમયથી આપવાનો ઈરાદો હતો પણ કોઈ આવતું નહીં, પુછતું નહીં. એ પાછળ એક વાત એ હતી સૂર્યાકાકીએ પતિની હત્યા કરી છે. બીજી વાત એ હતી એ ઘરમાં મારા કાકા પ્રેત થયા છે ને કયારેક કયારેક દેખા દે છે. પણ એ બધી બનાવી ઉપજાવી કાઢેલી વાતો હતી. હું વર્ષોથી રહેતો હતો. કાકા કયારેય દેખ્યા ન હતા. અને હા.. એમની હત્યા તો કાકીએ દરવાજા પાસેની વાડીમાં કરી હતી. બસ કદાચ આ કારણે કોઈ ભાડે રાખવા આવતું નહીં.
એ એક વાત હતી..
જાેકે હું તો કયારેક હેમા મારા મકાનની સારી સારી વાતો કરતા હવા ઉજાસ.. પાણી.. આગળ છૂટી જગ્યા.. ઉનાળો હોય તો ધાબે સુવાની સગવડ.. અરે ના કુતરાંનો ત્રાસ ના ગાયોનો ત્રાસ.. પાછળ વળી બે મોટા લીમડા.. રાત્રે તો એવો ઠંડો પવન આવે કે વાત જ ન પુછો.. હા, કયારેક વાંદરાની ટોળી આવી ચડે.. થોડીક ધમાધમી મચાવે ને પછી ચાલી જાય.. ઘર અંગેને કંઈક આવી આવી વાતો અમે કરતા. પણ કોઈ પ્રભાવ ન પડતાં કોઈ રહેવા આવતું નહીં.. મારૂં નસીબ ગણો કે જે ગણો એ.. મારા માબાપ નળીયાવાળા સાવ ખાખેડા જેવા નાના મકાનમાં રહેતા હતા. ત્યારે કાકા કાકીને ત્રણ માળનું એક મકાન હતું. મારા માબાપના એ ખાખેડા ઘરમાં એમનંુ અવસાન થતાં કાકા કાકીએ મને અપનાવી નાખતાં એમનું ઘર મારૂં થયું હતું. એમાં વળી બાકી હતું તે કાકા કાકીને એક દિકરી મારી બહેન હતી એ ઘણા સમય પહેલાં મગજના તાવમાં ગુજરી ગઈ હતી. એ પછી કાકા કાકીને કોઈ સંતાન થયું ન હતું.
જીંદગી મને યાદ હતી અને એ એના લય પ્રમાણે આગળ વધી રહી હતી.
કાકીએ કાકાની હત્યા કરી હતી.
વાત મને ખબર હતી.
મારા કાકા માથામાં કપાળમાં ગોળતિલક કરતા હાથે ગળામાં માળા પહેરતા બેસતાં ઉઠતાં શિવ શિવ કરતા.. કયાંક જયશ્રીરામ.. હે માતે માતે કરતા.. જાણે કોઈ મોટા ભગત હોય એમ. અરે બુધ આઠમ કરતા, પુનમ કરતા.. મને આ બધાના લીધે કાકા ભગત જેવા લાગતા.. લોકોને લાગતા હતા એની ખબર નથી. મને તો એમના જેવો કોઈ ભગત જણાતો નહીં..પણ કાકી એમના માટે કોઈક અલગ જ કહી દેતાં.. કયાંક ગુસ્સામાં કયાંક મોઢું બગાડીને કહી દેતા.. ભગતવેડા બંધ કર.. તમે કેવા ભગત છો એ હું જાણું છું.
સૂર્યાકાકી કહેતા..
હું ઘણી વાર ભણવા બેઠો હોઉં ત્યારે શબ્દો કાને પડતાં ને હું એ ભણી જાેતો.. કયારેક મને આછું આછું સ્મિત આવી જતું કયાંક થતું કાકી મજાક મસ્તી કરી રહ્યા છે.. પણ એ બાબત અલગ હતી.
હું ઘણીવાર કાકીને કહેતો, શું આખોય દિવસ કાકાને હેરાન કરતાં હશો.
ચૂપ કર.. તને નહીં સમજાય.. આ બધું આ તો રામ રામમાં કંઈક બીજંુ જ ચાલી રહ્યું છે…
આમ તો સૂર્યાકાકી મારી પર કયારેય ગુસ્સો કરતાં નહીં.. બેટા બેટા કહીને જાણે એમની જીભ સુકાઈ જતી.. પણ એ જ્યારે કાકા માટે બોલવા માંડે ને હું વચ્ચે આવતો ત્યારે એ બગડતા.