ખજૂરના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
૧ કિલો ખજૂર આપણા શરીરમાં ૩૫૦૦ કેલરી ઊર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં ૭૦ ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં, અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે. તેને ખજૂરી અને છુહારા પણ કહેવાય છે
ખજૂરના ગુણધર્મો- -ખજૂર ફળ રૃચિકર, મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિવર્ધક તથા હદય માટે હિતકારી તો છે જ સાથે કફ, પિત્ત, વાત અને અનિદ્રાનાશક પણ છે. -ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વગેરે તત્વો હોય છે. ખજૂરમાં રહેલાં પોષક ‘સ્વાદમાં ગળ્યો ટેસ્ટ ધરાવતા આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશ્યમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ મબલક પ્રમાણમાં આવેલાં છે. એ શરીરમાં રક્તકણો વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનશક્તિ સુધારે છે તેમ જ સ્કિન-ટાઇટનિંગ માટે એ ખૂબ સારી ગણવામાં આવે છે.’ ખજૂરનો પાક- -ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે ખરાં, પણ એને ફળ નથી બેસતાં. અહીંનાં વૃક્ષો પર ઊગતાં ખજૂરનાં ફળોને પકવવાની રીતને કારણે પણ ભારતમાં બહુ સારાં ફળ નથી થતાં. ખજૂર પોતે જ એટલી મીઠી હોય છે કે એમાં સાકર ઉમેરવાની જરૃર નથી હોતી. આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નૅચરલ સ્વીટનર તરીકે ઉપયોગ પણ થાય છે. આ એક હેલ્ધી ઑપ્શન છે જે જરૃર અપનાવવો જોઈએ. ખજૂરના કેટલાક આયુર્વેદિક ફાયદા- -એક ખજૂર ને ૧૦ ગ્રામ ઓસામણ સાથે પીસી ને બાળકો ને પીવડાવવાથી સૂખારોગ માં લાભ થાય છે અને બાળક હુષ્ટ પુષ્ટ થાય છે. આ એક ઉત્તમ ટોનિક પણ છે. -સ્ત્રીઓના હિસ્ટોરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે. નિયમિત ૫-૫ ખજૂર સવાર-સાંજ દૂધ ની સાથે સેવન કરવાથી હિસ્ટોરિયા રોગનું નિવારણ થાય છે. આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ. ૪-૫ ખજૂરને ઉકાળીને તેમાં ૩-૪ ગ્રામ મેથીનું ચૂર્ણ ભેળવીને ખાવાથી કમર અને ઘુંટણના દર્દથી રાહત મળે છે.
-જુના ઘા ઉપર ખજૂરના ઠળિયાને બાળીને તેની ભસ્મ લગાવવાથી જૂના ઘા રૃઝાઈ જાય છે. શરદી થીઆભાર – નિહારીકા રવિયા છૂટ્કારો મેળવવા માટે સવાર સાંજ ૫-૫ ખજૂર ખાઈને થોડું ગરમ પાણી પીઓ. આનાથી ફેફસામાં થયેલો કફ પીગળી ને નીકળી જાય છે અને શરદી-ખાંસી માંથી છૂટકારો મળે છે. -થાક દૂર કરવા અને બળ વ્રુધ્ધિ માટે ૨૫૦ ગ્રામ ખજૂર અને અડધો લીટર દૂધનું પ્રતિદિન સેવન કરવું જોઈએ. બી.પીના દર્દીઓને પણ ગરમ પાણીમાં ખજૂર ધોઈન્ને દૂધમાં ખજૂર ઉકળી ને તે દૂધ પી જવું જોઈએ. -ખજૂર ઠળીયાનો સુરમો આંખોમાં લગાવવાથી આંખોના રોગ દૂર થાય છે. ખજૂર ઠળીયાને બાળીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ૨-૨ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત ઠંડા પાણીની સાથે સેવન કરવાથી વારંવાર થતા અતિસાર બંધ થાય છે. -ખજૂર-સૂંઠનું ચૂર્ણ, સાકર અને ઘીને દૂધમાં ઉકાળીને સવાર -સાંજ પીવાથી તાવ મટી જાય છે. પ્રતિદિન ૧૫-૨૦ ખજૂર ખાઈને ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં નવું લોહી બને છે અને શરીરમાં તાકાત આવે છે. -ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે. -ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં રહેલું આયરન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ ખજૂરનાં પોષક તત્વોને દૂધ પૂરેપૂરાં શરીરમાં શોષવા માટે મદદ કરે છે જેથી એના સઘળા લાભ લઈ શકાય. એનર્જી ને વિકાસ માટે નાનાં બાળકોથી લઈને પ્રૌઢ વયના લોકોને પણ ખજૂર અનેક રીતે લાભકારી છે
-કાબોર્હાઇડ્રેટ્સ, લોહ, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં ખનિજતત્વોથી ભરપૂર ખજૂર પાંડુરોગ અને ટીબીના દરદીઓ માટે નવજીવન બક્ષનાર ગણાય છે. શાકાહારી લોકો માટે ખાસ છે ખજૂર ખજૂરમાં રહેલા આયર્નના ભરપૂર જથ્થાને કારણે શાકાહારી લોકોએ તો ખજૂર ખાસ ખાવાં જોઈએ શાકાહારીઓએ ખજૂર અને દૂધનો નાસ્તો અચૂક કરવો જોઈએ. એમાં રહેલું આયર્નનું ભરપૂર પ્રમાણ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. એની સાથે દૂધ લેવાથી ખજૂર શરીરમાં બરાબર શોષાય છે એટલે એમાં જે પણ પોષક તત્વો છે એનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે. શિયાળામાં થતી શરદી, બ્રૉક્નાઇટિસ, અસ્થમા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવા ખજૂર રામબાણ ઇલાજ છે. ડાયાબિટીઝના પેશન્ટ પણ દિવસમાં બેથી ત્રણ ખજૂર ખાય તો નુકસાન નથી થતું.’ ખજૂરના અન્ય ફાયદા અને કેવી રીતે ખાશો? – દિવસ દરમિયાન ૫-૬ ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂતિર્ અને તાજગી રહે છે અને માત્ર ખજૂર જ નહીં ખજૂરના વૃક્ષનું દરેક ભાગ આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે. – ખજૂરના વૃક્ષના પાંદડામાંથી ફેબ્રિક્સ બને છે અને તેના બીયાને અમુક પ્રક્રિયામાંથી પસાર પસાર કર્યા બાદ તેમાંથી પ્રાણીઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે. – દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોગ ૪-૫ ખજૂર ખાવી જ જોઈએ. કબજિયાત ઃ કાયમની કબજિયાત હોય અને જુલાબની ગોળીઓ બદલી-બદલીને કંટાળ્યાં હો તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે. બાળકોના વિકાસ માટે ઃ ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય એવાં બાળકોને શિયાળાના ચાર મહિના ખજૂરપાક જરૃર ખવડાવવો. ખજૂરને ધોઈ, દૂધમાં પલાળીને માવો બનાવી લેવો. માવો ઘીમાં શેકીને એમાં લીંડીપીપર, એલચી, જાવંત્રી નાખીને ઠારી લો. એના બે ટુકડા રોજ સવારે દૂધ સાથે બાળકોને ખવડાવવાથી શરીરનો બાંધો મજબૂત થશે અને બુદ્ધિ વિકસશે. અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. જો માબાપની હાઇટ ઓછી હોય અને બાળકનો વિકાસ મંદ હોય તો બાળક રમતું થાય ત્યારથી જ ખજૂરપાકના ટુકડા સવાર-સાંજ આપવાનું શરૃ કરવું. જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું. રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે. એ માત્ર મેદ નથી હોતો, પરંતુ શરીર અંદરથી મજબૂત થાય છે.ખજૂર અને ઘી ઃ ફેફસાંનો ટીબી હોય એવા અને એચઆઇવી પૉઝિટિવના દરદીઓએ સવાર-સાંજ નિયમિત પાંચથી દસ પેશી ખજૂર ધોઈ એમાં સફેદ માખણ અથવા તો ગાયનું ઘી ભરીને ખાવી. એના પર એક ગ્લાસ સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળેલું દૂધ પી જવું. એનાથી દવાની આડઅસરો ઘટે છે, શરીરમાં રક્તકણોની સંખ્યા સુધરતાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ વધે છે.
હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલાં ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનું ચ્યવનપ્રાશ ખાવું. એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે. આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે.કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવી-ચાવીને ખાવામાં આવે એ જરૃરી છે.
ખજૂરનું શરબત ઃ સારી જાતના ખજૂરની પેશીઓ બરાબર ધોઈ ઠળિયા કાઢીને ત્રણગણા પાણીમાં રાતભર પલાળી રાખવી. બીજા દિવસે બપોરે એને ચોળીને એમાં એક લીંબુનો રસ તેમ જ ચપટીક સિંધાલૂણ, સંચળ, કાળાં મરી નાખીને પી જવું.પાચનનીતકલીફ કે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે આ શરબત નિયમિત પીવાથી ફાયદો થાય છે.