અનંત તીર્થકરની એક જ આજ્ઞા છે કે તારા મનને તુ સ્ફટિક જેવું નિર્મળ બનાવતો જા જૈનાચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સાહેબ
નવસારી જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ર૧ વર્ષ પછી પરમ પૂજ્ય પદ્મભૂષણ રાજપ્રતિબોધક આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા નવસારી ની શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ધન્યધરા પર પધાર્યા.. પ્રવચનમાં તો જાણે માનવ મહેરામણ ઉમટ્યો.. મહાવીર સોસાયટીના પ્રાગંણમાં પૂજ્યશ્રીએ સભાને ભાવવિભોર બનાવી દીધી.. મૈત્રી ભાવનું સ્થાન શ્રોતાઓના મનમાં ઉભુ કર્યું અનંત તીર્થંકરની એકજ આજ્ઞા છે. આજ્ઞા તુ નિર્મલ ચિતં કર્તવ્ય સ્પટિકો વમમ મનને સ્પટિક જેવું નિર્મળ બનાવતા જાઓ. એ નિર્મલ બનાવવા માટેના પાંચ સ્ટેપની વાત કરી.. સ્વામી તુમે કાંઈ કામણ કીધુ ચિત્તડુ હમારુ ચોરી લીધુ પ્રભુ હું શું કરુ તો મારૂ ચિત તમને ચોરી લેવાનું મન થાય ? સાધનાનું અંતિમ ગોલ ચિત્ત નિર્મળતા છે.. પ્રભુ અનંત ગુણના માલિક તમને મારૂ મન ચોરવાનું મન કેમ નથી થતું ? આના માટે ષોડશક ગ્રંથ લખે છે.
ચિત્તરત્નમસક્લિષ્હમાન્તર ધનમુચ્યતે, યસ્ય તન્મુષિતૈ દ્ર્વોષૈ ઃ શિષ્ટાસ્તસ્ય વિપત્તયઃ અસંક્લિષ્ટ ચિત્તરત્ન એ જ પરમ ધન છે, એ જાે તારી પાસે નથી તો તારા નસીબમાં વિપત્તી સિવાય કાંઈ બચ્યું નથી દૃષ્યન્ત આપતા પૂજ્યશ્રીએ જણાવ્યું કે એમ.પી.માં મુડલનાય ગામ હતું જેમા સપૂર્ણ મોમેડીયન મુશિલમ વસતી હતી. એ લોકોએ મને પ્રવચન આપવાનું કહ્યું મે પ્રવચન શરૂ કર્યુ.. ચાલુ પ્રવચનમાં મે એક પ્રશ્ન પૂછ્યો યદિ ખુદા આપ પર પ્રસન્ન હો જાએ તો આપ ખુદાસે ક્યાં માંગોગે ? એક ર૮ વર્ષનો મુસ્લિમ બિરાદર ઉભો થયો અને મને કહ્યું યદિ ખુશ હિ પ્રસન્ન હો જાએ તો ઉનસે ક્યાં ઉનકો (ખુદાકો) હિ માગ લેના હૈ. મહાપુરૂષોએ પોતાની વેદના સ્તવનની પંક્તિમાં મૂકી છે.
યદિશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદૃશ રૂપે મુજથી કદી ન પળાય જાે
વાત વિચારી ચિંતા મનમાં મોટકી, કોઈ બતાવો સ્વામી સરળ ઉપાય જાે
માત્ર અનાજ ઉગાડવું પડે છે. ઘાસ તો એની મેળે ઉગી જાય છે, એમ ચિત્તની નિર્મળતા એ તો રાજા છે, પુણ્ય એની મેળે ચાલ્યું આવે છે. માટે જ કહ્યું
જાેનર : પતિકો ગિરહ બુલાવે સેના સકલ સહજ કી આવે દરિયા સુમરે એક હી રામ સારે સબ કામ માત્ર પ્રભુ જ માગી લો. પુણ્ય તો એની મેળે આવતું રહેશે એમ કોઈ પણ હિસાબે ચિત્ત નિર્મળ જાેઈશે જ એના માટે પાંચ સ્ટેપની વાત કરવી છે.
બ્રેવટુબેર :- સહનશીલબનો
રેડીટુરિટર્ન :- ભૂલથી પાછા ફશે
એબલ ટું એફજસ્ટ :- સમાધાન કરતાં જાઓ
નોટુનેઈમ :- પોતાના નામની ના પાડતા જાઓ
ડિઝાયર ટુ ડેવલોપ :- ભાવના ઉત્તમ ભાવતા જાઓ.
(૧) ઉપકારી માતા – પિતા તરફથી, ગુરૂ તરફથી, ગુરૂભાઈ તરફથી જે પણ આવે તે સહન કરતા જાઓ.. શ્રી ભગવાન મહાવીર સ્વામીને આંખ સામે રાખો, ૧ર વર્ષ સુધી કે વુ સહન કર્યું ? ઈન્દ્ર મહારાજા જેવાને કહી દીધુ પરિષ્દ ઉપસર્ગ જે આવે તે હસતે મુખડે સાહેવાદો આપણે શેના ડીસ્ટર્બ છીએ, જરા દુઃખ આવે ને મનથી ભાંગી જઈએ છીએ. હિંમત રાઓ ભગવાન મહાવીર સ્વામી કર્મ બચાવવા આર્યદેશમાંથી અનાર્ય દેશમાં ગયા જ્યારે તમે પૈસા કમાવવા આર્ય દેશમાંથી વિદેશમાં ગયા ? કનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. એક વિનંતી પ્રભુને કરી લો પ્રભુ ! મારૂ ચિત્ત નિર્મળ બનાવ્યા વિના હું તને છોડીશ નહિ.. મારૂ ચિત્ત તને ચોરવાનું મન થાય એવું મારૂ જીવન બનાવજે.
(ર) હું મારી ભૂલ કબુલ કરવા તૈયાર છું અને પાછી ફરવા પણ હું તૈયાર છું, પગનો કાંટો તરત નીકળી જવો જાેઈએ. આંખમાં ઘુસેલુ તણખલું તરત નીકળી જવું જાેઈએ. તેમ ભૂલ પણ તરત સુધરી જવી જાેઈએ. અ લક્ષ ખરૂ ? ભૂલ થઈ જાય એ ખરાબ નથી પણ ભૂલની કબૂલાત ન કરવી તે ભયંકર છે.
(૩) સમાધાન કરવાની કળા ! પરિસ્થિતિ ગમે તે બને મનનું બેલેન્સ ટકાવી રાખો.. શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભયવ સમાધિ કિ ? ભગવાન મહાવીર જવાબ આપ્યો, સમાધાન સમાધિ ઘટના આપણા હાથમાં નથી પરંતુ અર્થઘટન આપણા હાથમાં છે.. સમાધાન કરતા જાઓ એ જ સમાધિ છે. સમાધિ રાખવાના ૩ સુત્રો આપી દઉ ! (૧) જાતે કરો (ર) જતુ કરો અને (૩) જાેયા કરો વર્તમાનમાં તમારો બજાર તૂટી ગયો એના માટે તમે રૂઓ છો, પરંતુ ભગવાન મહાવીરને ગોચરીમાં રોટલી પણ નથી મળી. થોડા દુઃખમાં તમે નિરાશ કેમ થઈ જાઓ છો.. અધ્યાત્મ જગતમાં જે ફરિયાદ કરે છે તે કમજાેર છે. ધન્યવાદ આપે છે. તે તાકાતવાળો છે.. તમારા કરતા અધિક દુઃખ વાળાને જાેશો તો તમને તમારૂ દુઃખ મામૂલી લાગશે. (૪) જેને પોતાના નામની પડી ન હોય, તમે કોઈ સત્કાર્ય કર્યું. ભૂલથી દ્રસ્ટિ તમારૂ નામ લેવા નું ભૂલી ગયા. તે વખતે શું થાય ? અકળામણ થાય કે સ્વસ્થ રહી શકો.. આજના કાળની અંદર પણ નામ વગર ડોનેશન કરનારા ઘણા છે.. તેઓને ખૂબ ધન્યવાદ છે.
(૪) નવકારની ચોરસી ભલે ન કરી શકો. પણ માસક્ષ્મણની ભાવના કેમ ન જાગે ? ક્યારે શક્તિ આવે ને હું માસક્ષમણ કરી દઉં ? દૃષ્ટાન્ત આપતા આચાર્ય માહારાજે કહ્યું કે સુરતમાં અક્ષય નામનો ૧૦ વર્ષની ઉંમરનો છોકરો એના પપ્પા સાથે મળવા આવ્યો.. મને કહે સાહેબ ! બાબએ કાલે રાત્રિભોજન નથી કર્યું મે કહ્યું તમે એનુ બહુમાન શું કર્યું ? સાહેબ શું કરૂ.. મે કહ્યું ૧૦ રૂા નું ઈનામ આપો તરત પિતાજીએ ૧૦ રૂા આપી દીધા, દીકરો પૂછે પપ્પા.. રોજ રાતે નહિ ખાઉં તો ? રોજ ૧૦ રૂા.મળશે પિતાજી એ કહ્યું હા.. પછી એ છોકર મને ભીલડીયા તીર્થમાં મળ્યા આવ્યો મે પૂછ્યું.. અક્ષય કેમ રહ્યું ? સાહેબ મારા ગલ્લામાં બહુ બધા પૈસા ભેગા થઈ ગયા છે.. મેં પૂછ્યુ એનું તુ શું કરી શ ? તો કહે ! સાહેબ ! મોટો બની ભીલડીયા તીર્થ જેવું શિબર બંધી દેરાસર બંધાવીશ આછે ડેવલોપ
બ્રેવ ટુ બેરનો પહેલો અક્ષર (બી)
રેડી ટુ રિટર્ન નો (આર)
એબલ ટુ એફજસ્ટ નો (એ)
નો ટુ નેંઈમ નો (એન) અને
ડિઝાયર ટુ ડેવલોપનો (ડી)
બ્રાન્ડચીજ આ પાંચ ચીજ છે.
એ તમારા સૌના જીવનમા આવી જાય તો તમે નિર્મળ ચિત્તના માલિક બન્યા વગર નહિ રહો.
દ.આચાર્ય પદ્મસુંદરસૂરિ