તારા ભગવાનને..
હું વિચિત્ર નહીં અતિ વિચિત્ર હતો. શા માટે એની મને ખબર નથી. એકાદ બે વાર ફોઈબાના મોઢે સાંભળેલું છેક નાનપણથી આવા જ છે. કયારેક તો તેઓ મને ઉંધીયાની મશાલ જ કહી દેતા. એનો અર્થ શો થાય એ તો કદાચ એજ જાણતાં હશે. તેઓ એમાં વળી ઉમેરતાં. અમે તો આશા રાખીએ કે સમય જતાં સુધરી જશે પણ.. પણ ઢેખાળો કદી સુધર્યો છે.. બદલાયો છે ? ફોઈબાના મોંએથી નીકળેલા થર્ડ કલાસ શબ્દોને સાંભળીને મારામાં ભુકંપ કંપ આવી જતો…પણ પણ.. ખામોશ રહેતો.. ફોઈબાની સામે જાઈ રહેતો…મનમાં થતું કે તમારી હું આમન્યા રાખું છું એટલું બસ છે.. બાકી જા બીજી કોઈ †ી હોત તો ખેર સલ્લા.. અરે પત્ની પ્રીતી હોત તો. એનું આવી જ બને.ફોઈને મારામાં ન જાણે એક કરતાં કંઈ કેટલીયે વિચિત્રતાઓ નજર આવતી હતી. તેઓ મારી પત્ની પ્રીતીને કહેતા.. તારામાં જેવું નામ છે એનાથીય ચડીયાતા ગુણ છે.. બાકી તારા એનામાં.. રામ જાણે એના ભેજામાં શું ભરાયેલું છે ? એ જ સમજાતું નથી.. મારી વાત હતી અને મારી વાત જ્યારે ફોઈબાના હોઠ પર આવે ત્યારે કાંટાળા બાવળના વૃક્ષે વૃક્ષે ઉગી નીકળતાં.
એક વાત પ્રીતીની હતી બીજી વાત મારી હતી. એક ઘરમાં એક જ છત્ર તળે જીવન જીવતાં હોવા છતાં આભ જમીનનો ફેર છે. પ્રીતી સૌને સ્વચ્છ આભ જેવી લાગતી.. હું અસ્વચ્છ ગાભ ગાભા જેવો.. ગાભાને કોઈ પસંદ કરતું નથી. મારી દશા કંઈક એવી હતી.. હા લોકો મારી સાથે વાત તો કરતા પણ પીઠ પાછળ મોં મચકોડી દીધા જેવું કરતા. કયારેક મને ખબર પડી જતી તો કયારેક નહીં.. ઘણીવાર તો આ મામલે મને લડી નાખવાનો મુડ ઉભરાઈ જતો. તું એ આખરે એના મનમાં સમજે છે શું ?
હું આ મામલે પ્રીતીને કહેતો તો એ મને પુછતી.. કહેતી બધાની સાથે આમતેમ લડવા જશો ? તો શું થશે ? મન મગજ એકદમ શાંત રાખો.
પ્રીતી કહેતી.. ને એ સાથે જ મારી આદત મુજબ કમાન છટકતી. તને તો પુછયું એટલે સલાહ શિખામણ આપવા લાગી. તને તો ખબર છે ને કે મને સલાહ શિખામણ પસંદ નથી તું મહેરબાની કરીને એ આપીશ નહીં. મારે શું કરવાનું છે એની મને ખબર છે..
પ્રીતી કહેતી..ને એ સાથે જ મારી આદત મુજબ કમાન છટકતી તને તો પુછયું એટલે સલાહ, શિખામણ આપવા લાગી. તને તો ખબર છે કે ને મને સલાહ શિખામણ પસંદ નથી. તું મહેરબાની કરીને એ આપીશ નહીં. મારે શું કરવાનુંછે એની મને ખબર છે..
કયાંક ઘરમાં માથાકુટ કે ઝઘડો મંડાઈ જતો. હું જાણે અજાણે ચાલુ પડી જતો. મને તો લડવાનું એક બહાનું મળી જતું.. મનમાં મોંમાં જે શબ્દો આવતા એ દીધે રાખતો.ઠોકાઠોક બોલે રાખતો.પ્રીતિ રસોડામાં ઉભી ઉભી કયાંક શાક બનાવતી હોય કયાંક રોટલીઓને વણતી હોય.. કયારેક પોતાની સાડીના છેડા વડે ચહેરા પરનો પરસેવો દુર કરતી હોય.. હું બોલે રાખતો પણ એ સામો જવાબ ન આપતી. માત્ર વચ્ચે એટલું જ કહેતી કે આ તમને શોભે છે ? શા માટે પાસ પડોશી લોકોને તમાશો પુરો પાડો છો ?
સાડા દસ થતાં મારી જમવાની થાળી તૈયાર થઈ જતી. એક થાળી મારી અને બીજી થાળી અમારા ભગવાનની ભÂક્ત પ્રત્યેનું હતું. સાડા બારે એ ભગવાનમાં મંદિરે જતી. જાકે સાડા બારે મંદિરના દર્શન તો બંધ હોય પણ પ્રીતી મંદિરમાં જાતજાતના કામ કરતી. કયાંક માળા કરતી.. કયાંક પાઠ કરતી, ભગવાનના વાઘાને સાફ કરતી એ બધું એને મન ધર્મ હતું. જ્યારે મારી નજરે એ એક ભગતાણી લઈ ગતી નજર એને ભગતાણી જીભ એને રખડવા જવાનું માનતી.
કયાંક એને આમ રખડવા જતી હોવા મામલે જાણે શબ્દોનો ઘા કરતો પણ એ મૌન રહેતી. ચોસઠ વર્ષની પ્રીતી ત્રણ છોકરીઓ અને એમના ઘેર પણ સંતાનો એવી પ્રીતી કયાં રખડવા જવાની હતી ? પણ હું વિચિત્ર નહીં અતિ વિચિત્ર હતો.પ્રીતીને ના કદી પ્રીય માની હતી ના એને પ્યારના બે ચાર શબ્દો.. સરકારી મારી નોકરી વેળા હું જાણે એનો જીવ લેતો હતો. હવે તો નિવૃત્તિ પછીની નોકરીમાંય.. પ્રીતીને હેરાનગતિ તો એમની તેમ હતી.
પ્રીતીને હું શા માટે સમજતો માનતો ન હતો. એની મને ખબર ન હતી. બસ જાણે એની સાથે લડવાનું માથાકુટનું એક બહાનું જાઈએ. બહાનું જે દિવસે મળ્યું ના હોય એ દિવસે ઘરમાંકચરા બાબતે, રસોઈમાં મરચાં મામલે, ચામાં વધારે પ્રમાણે ખાંડ મામલે મગજમારી કરતો. વાસ્તવમાં ઘરમાં જરા પણ કચરો ન હોય ચા પ્રમાણસર હોય, રસોઈમાં મરચાનું પ્રમાણ બરાબર હોય.. પણ લડવા માટે કશુંક તો જાઈએ ને.. જાણે પેટ ચોળીને શુળ ઉભું કરવા જેવું..
કયારેક બે ચાર દિવસની રજા હોય ત્યારે મારી પુત્રીઓ એમના સંતાનોને લઈને આવતી.રાત્રે ઘરના ચોકમાં વાતો મંડાતી ત્યારે હું બેઠો જાઉં…ગમે તે એક છોકરી પ્રીતીને પુછતી..મમ્મા.. પાપાનો સ્વભાવ બદલાયો કે એમનો એમ જ છે ?
તારા પાપા તો સારા જ છે ને..છેલ્લા કેટલા વર્ષોથી સાથે રહીએ છીએ.. તારા પાપા આ વયે ય બરાબરની નોકરી કરે છે અને હું ભક્ત.. હા તેમને મારા ભગતવેડા ગમતા નથી પણ ઈશ્વર એ જ સાચો છે.. અમારા બેમાંથી એક જણ ભગવાનની ભક્ત કરે તો ખોટું શું ?
પ્રીતી કહેતી.. વાતો ચાલતી.. હું દાંત કચકચાવીને ઉભો થઈને અંદર જતો. મારી પુત્રી કહેતી. પાપાને ભકિત ગમતી નથી ને મમા તું ભક્તનો દાંડીયો લઈને ફરે છે. એમાંથી ઝઘડા થતા હશે..
થાય, થોડીક છણભણ તેથી કાંઈ માઠું થોડું લગાડાય ? પ્રીતીનો ઈરાદો ઘરની મારી કોઈ વાત બહાર જાય એવો ન હતો. પણ હું વિચિત્ર હતો.. પ્રીતીને ઘણી વાર હું ભક્ત છોડી દેવા ભગવાન જેવી કોઈ ચીજ છે જ નહીં એવું કહેતો.. પણ એ તો માત્ર સાંભળી લેતી જ્યારે એ ઝાઝી અકળાઈ જતી ત્યારે કહી દેતી ‘તમારે ના માનવા હોય તો ના માનો મારા માર્ગમાં આવશો નહીં.. મને સંભળાય સંભળાય કરો નહીં એ જ દુનિયાનો તારણહાર છે..
તને તારશે ને ? એ તો સમય આવે ખબર પડશે..
પ્રીતી દર માસની આઠમે કોઈ ગુરૂ મહારાજના દર્શને જતી હતી. મેં એ મામલે પણ ઘણી વાર મગજમારી કરી હતી પણ પ્રીતીએ ગણકાર્યું ન હતું એ તો જતી જ.. સવારે જાય તે સાંજે સાત વાગે આવી જતી.. સવારે જતાં પહેલાં મારા માટેની રસોઈ બનાવીને જતી અને સાંજે જ્યારે એ આવે પછી બનાવી દેતી.
જીંદગીના ઘણા વર્ષો સાથે પસાર કર્યા હતા. ત્રણ પુત્રીઓનો પિતા થઈ ગયો હતો. ઘરમાંથી એમને એમના સાસરે વિદાય આપી હતી. મારી પુત્રી રીમા જ્યારે સાસરે ગઈ હતી ત્યારે પ્રીતી ખુબ રડી હતી. એને જોઈને આંસુ સારતાં એ પછી રીકતા ગઈ ત્યારે પ્રીતી ઢગલો આંસુ સારતા મારી પડખે ઉભી રહી ગઈ હતી અને છેલ્લે વિના ગઈ ત્યારે ઘર ખાલી થઈ ગયું હતું. ત્રણ પુત્રીઓનો પિતા વિચિત્ર હતો પણ ઘર ખાલી થઈ જતાં પ્રીતી કરતાં હું વધારે રડેલો.
જીંદગી હતી.. છોકરીઓ એમના સંસારમાં ખુંપી જઈ સુખી હતી. અહીં ઘેર અમે બેય જણાં એકલા હતા. જીંદગી ધારે તો મસ્ત થઈ શકે એમ હતી પણ કશોક ખરોચ અમારી વચ્ચે ઉભી થઈ જતી. કદાચ આવી બધી બાબતોના લીધે પ્રીતીએ જીવન મન ભÂક્ત તરફ ઢાળ્યું હતું.જ્યારે હું સંતુલન જાળવી શકયો ન હતો. મને ભÂક્ત ચડી ન હતી. ઉપરથી સ્વભાવ સાવ બરછટ બની ગયો હતો.
અધિક માસ બેસી ગયો હતો. એની બીજે દિવસે પ્રીતીએ મને કહ્યું.. ધાર્મિક મહીનો બેસી ગયો છે.. જરા છાના રહેજા… તમે ભક્ત ના કરોતો કંઈ નહીં મને ધરમધ્યાન કરવા દેજા..હું ભક્ત કરીશ તો તમને પણ પુણ્ય મળશે..
એણે પુણ્યની વાત કરી અને મને જાણે હસાવનો મોકો મળી ગયો. એને ન ગમ્યું એ માથે પડખું ફેરવીને સુઈ ગઈ. હું પાછળથી એનું શરીર જાઈ રહ્યો હતો. પ્રીતી પરણીને સાસરે આવી ત્યારે કેવી નાજુક નમણી જાતાં જ ગમી જાય તેવી પણ સમયના વહેણમાં મમરાનો કોથળો બની હતી. એક ઓપરેશન એણે સહન કર્યું હતું. બધું યાદ હતું ને વહી ગયેલા સમયે તે હજુ એમનું એમ હતું..બે દિવસ પછી આઠમ હતી. ચોમાસુ નજીક આવી ચુકયું હતું.વરસાદનો ભો હતો. ભલે હું પ્રીતીની સાથે બરછટ વર્તન કરતો હતો પણ એ મનમાં તો ગમતી હતી.આઠમે આકાશમાં માત્ર વાદળાં જ હતા. વરસાદની ભીતી હતી. મેં પ્રીતીને ન જવા કહ્યું પણ એ માની નહીં.. ધર્મની બાબતમાં એ મારો સૂર પણ માનતી નહીં. મારી ના પર એ ગઈ. હું ક્રોધથી ગુસ્સાથી ખળભળી ઉઠયો.. બપોરે વરસાદ બરાબરનો તુટી પડયો. એક તરફ પ્રીતી પ્રત્યે ગુસ્સો હતો બીજી તરફ કંઈક લાગણી.. એ ભીની થઈ જશે શરદીયાળો એનો કોઠો છે. શરદી ચઢશે. તાવ ચઢશે.. અરેરે પણ તેં મારૂં કહ્યું ન માન્યું તે ન માન્યું. અને ગઈ ખેર સાંજે તો આવી જશે..