કરોડોનું ફુલેકું ફેરવનાર પાલનપુરનો એસ.ટી.કર્મી સુરતથી ઝડપાયો

કરોડોનું ફુલેકું ફેરવનાર પાલનપુરનો એસ.ટી.કર્મી સુરતથી ઝડપાયો

15,000થી વધુ લોકોને રાતા પાણીએ રોવડાવનાર નિરંજન શ્રીમાળીને સુરત CID ક્રાઈમે ઝડપી પાડ્યો; લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે ઉક્તિને સાર્થક કરતા બનાસકાંઠા જિલ્લામાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લોકોનાં કરોડો રૂપિયા ચાઉં કરી રોકાણકારોને રાતા પાણીએ રોવડાવનાર પાલનપુરના એસ.ટી.કર્મી નિરંજન શ્રીમાળીને સુરત CID ક્રાઈમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં નાઉ સ્ટાર્ટ વે કંપનીના નામે હથેળીમાં ચાંદ બતાવી કરોડોનું ફુલેકું ફેરવનારનો આખરે CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં Now Start Way કંપનીનાં સંચાલક અને પાલનપુર એસ.ટી.ડિવિઝન માં ફરજ બજાવતા એસ.ટી.કર્મી નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે અંદાજે રૂ. 80 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ CID ક્રાઈમ તપાસ કરી રહી છે. દરમિયાન, મહાઠગ નિરંજન શ્રીમાળીને લઈ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પાલનપુર ન્યુ ST બસ પોર્ટમાં ડી. એલ. પટેલ નામની વ્યક્તિ દુકાન ધરાવે છે. ડી.એલ. પટેલે ધણા સમય પહેલા નિરંજન શ્રીમાળીને દુકાન વેચવાની વાત કરી હતી. ત્યારે આરોપ છે કે, નિરંજન શ્રીમાળીએ ડી.એલ. પેટલની જાણ બહાર જ તેમની દુકાનનો બારોબાર સોદો કરી દીધો હોવાનું મનાઈ રહ્યું છે. આખરે કરોડો રૂપિયા ચાઉં કરનારા મહાઠગ નિરંજન શ્રીમાળીને સુરતમાંથી CID ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

15 હજાર લોકોના રૂ.130 કરોડ સલવાયા: CID ક્રાઇમ SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેણે રૂ. 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હતા હોવાનું સામે આવ્યું છે. રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં 15 હજારથી વધુ લોકોએ રોકાણ કર્યુ છે. હજું 84 કરોડ રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીએ ક્યાં રોકાણ ક્યા કરેલું છે એની તપાસ ચાલુ છે.

ગુજરાત બહારના રોકાણકારો પણ ફસાયા: આ સ્કિમમાં રોકાણકારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. આ લોભામણો ધંધો 3% રોજના આપવાની શરત સાથે શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 21 પિરામિડ લેવલ હતા. 20 લોકોને રોકાણ કરાવનારને 1 – 1.5% આપવાની સાથે ગિફ્ટ અને ટૂર પણ કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. નિરંજન શ્રીમાળી એસ.ટીમાં નોકરી કરતો હતો. બીજો આરોપી પ્રફુલ્લ મકવાણા ફરાર છે. જેને લઇ તપાસ ચાલું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *