શહેરમાં ભગવાન શ્રી રામની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ; વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું; પાલનપુરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટા રામજી મંદિર ખાતે સમૂહ આરતી યોજ્યા બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું વિવિધ વિસ્તારોમા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ નોમના રોજ ભગવાન શ્રી રામનો જન્મ થયો હોય આ દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે રામનવમીના પાવન પર્વે પાલનપુરમાં પથ્થર સડક રોડ પર આવેલ મોટા રામજી મંદિર ખાતે પૂજા પાઠ અને મહા આરતી કર્યા બાદ ભગવાન શ્રીરામની વાજતે ગાજતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મંદિરના મહંત રાઘવદાસજી મહારાજ સહિત ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા નિયત કરેલા 24 રૂટ પર શોભાયાત્રાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરિભ્રમણ કર્યું હતું. જેને લઇ શહેર આખું ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બની જવા પામ્યું છે.