માલિકોને ગણતરીના કલાકોમાં જ પોતાના ચોરી થયેલા મોટર સાયકલ મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો. પાલનપુર તેમજ અન્ય શહેરમાંથી ચોરી થયેલા મોટર સાયકલ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવતા મોટર સાયકલના માલિકોએ પોલીસનો આભાર માન્યો હતો.
રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે.ગામીતના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ કે.એચ.બિહોલાએ ટીમ સાથે પાલનપુર તેમજ અન્ય વિસ્તારમાંથી ચોરી થયેલા છ મોટર સાયકલો શોધી કાઢ્યા હતા.જેમાંથી ત્રણ મોટર સાયકલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. જેથી મોટર સાયકલના માલિકોને ગણતરીના દિવસોમાં જ તેમના ચોરી થયેલા મોટર સાયકલો પોલીસે શોધી કાઢતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આ અંગે એક મોટર સાયકલના માલિકે જણાવ્યું હતું કે અમારી મહેનતની કમાણીમાંથી લાવેલું મોટર સાયકલ ચોરી થઈ ગયું હતું .જેની જાણ પશ્ચિમ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી અમારા મોટર સાયકલ અમને પરત અપાવ્યા છે. જેથી અમે પોલીસનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો છે.

