પાલનપુર; શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળ્યા, જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક અને 4 મેગેઝિન જપ્ત

પાલનપુર; શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળ્યા, જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક અને 4 મેગેઝિન જપ્ત

પાલનપુર રેલવે સ્ટેશન પર જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી આવી છે. આ બેગની તપાસ કરતા તેમાંથી 5 દેશી બનાવટની બંદૂક અને 4 મેગેઝિન મળી આવી છે. રેલવે પોલીસને જાણ થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. બેગમાંથી મળેલી ટિકિટ પરથી જાણવા મળ્યું છે કે તે ખંડવાથી ભોપાલ સુધીની જનરલ કોચની છે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસ તપાસના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ બેગને બિનવારસી હાલતમાં છોડી ગયો હોઈ શકે છે. પોલીસના અનુમાન મુજબ, આ વ્યક્તિ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા અથવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે આ હથિયારો લઈ જતો હોઈ શકે છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *