ગ્રામજનો દ્વારા સંતની પ્રતિમાનું અપમાન કરાયું હોવાના આક્ષેપ; પાલનપુર તાલુકાના સલ્લા ગામે અગાઉ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાકા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જે પૈકી એક ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું.જેમાં દબાણો દૂર કરવા દરમિયાન સરપંચ દ્વારા પ્રતિમાનું અપમાન કરાયું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ દબાણ દૂર ન થતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. બાદમાં હાઇકોર્ટ દ્વારા દબાણો દૂર કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીસીબી મશીનથી 23 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી સંત શિરોમણી રવિદાસ આશ્રમનું દબાણ દૂર કરવામાં અવ્યું હતું.જો કે દબાણ દૂર કરવા દરમિયાન ધાર્મિક સ્થાનમાં મુકેલ
પ્રતિમાનું સરપંચ દ્વારા અપમાન કરવામાં આવ્યું; તેવા આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરપંચ સહિત કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.અને સરપંચ દ્વારા દબાણો દૂર કરવામાં વ્હાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.