પાલનપુર એસ.ટી.વિભાગ દ્વારા 15 જૂને લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

પાલનપુર એસ.ટી.વિભાગ દ્વારા 15 જૂને લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ,વડોદરા, ગાંધીનગર, આણંદ જિલ્લામાં અવરજવર માટે એડવાન્સ બુકીંગ શરૂ

આગામી 15મી જૂનને રવિવારના રોજ લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રહેતાં ઉમેદવારોના અમદાવાદ,વડોદરા, ગાંધીનગર અને આણંદ જિલ્લામાં પરીક્ષા સેન્ટર અપાયા છે.ત્યારે ઉમેદવારોને અવરજવર માટે સરળતા રહે તે માટે પાલનપુર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ઉમેદવારોના હિતમાં કરવામાં આવ્યું છે. જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરાયું છે.

રાજ્યમાં આગામી 15મી જૂનને રવિવારે લોકરક્ષક કેડરની પરીક્ષા યોજાવાની છે.પાલનપુર એસ.ટી. વિભાગ હેઠળ બનાસકાંઠાના 34757 અને પાટણ જિલ્લાના 9172 ઉમેદવારો અમદાવાદ,વડોદરા, ગાંધીનગર આણંદ જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રો ઉપર નંબર આપવામાં આવ્યાં છે.પરીક્ષા આપવા જતી વખતે ઉમેદવારોને મુશ્કેલી ન થાય તે માટે પાલનપુર એસ. ટી. વિભાગ દ્વારા તા.14/15 જૂને અમદાવાદ,વડોદરા, ગાંધીનગર આણંદ જિલ્લામાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓની અવરજવર માટે એડવાન્સ બુકીંગ શરૂ કરાયું છે. જેના આધારે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.તેવું એસ.ટી. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બનાસકાંઠા માંથી કુલ 34757 ઉમેદવારો અમદાવાદ,વડોદરા, ગાંધીનગર આણંદ જિલ્લામાં લોકરક્ષકની પરીક્ષા આપવા જશે. જ્યારે પાટણ જિલ્લાના 9172 ઉમેદવારો અમદાવાદ,વડોદરા, ગાંધીનગર આણંદ જિલ્લામાં પરીક્ષા આપવા જશે..

પરીક્ષા આપવા જતાં ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે; પાલનપુર એસ.ટી. વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઉમેદવારો માટે 14 તારીખે અમદાવાદ,વડોદરા, ગાંધીનગર અને આણંદ જિલ્લામાં એક્સ્ટ્રા બસો દોડવાશે.અને 15 જૂનના સવારે અમદાવાદ અને ગાંધીનગર માટે બસો દોડાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *