પાલનપુર રેલવે કર્મીઓનું આઠમા પગાર પંચની માંગને લઈને વિરોધ પ્રદર્શન

પાલનપુર રેલવે કર્મીઓનું આઠમા પગાર પંચની માંગને લઈને વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારી ઓના આઠમા પગાર પંચ કમિશન ના નિર્ણયમાં ઢીલી નીતિ રાખવાના વિરોધમાં airf ની આગેવાની માં wreu પાલનપુર શાખા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારીઓના આઠમા પગાર પંચના નિર્ણયમાં ઢેલી નીતિ રાખવાના વિરોધમાં airf ની આગેવાનીમાં wreu પાલનપુર શાખાના સચિવ અને મંડળ ઉપાધ્યક્ષ બી.પી.ગઢવીના નેતૃત્વમાં પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ભારે વિરોધ  ધરણા પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરકાર દ્વારા આઠમા પગાર પંચ કમિશન લાગુ કરવામા ઢીલી નીતિ રાખવા બાબતે રેલવેના ઉચ્ચ અધિકારી ઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ બાબતેનો વિરોધ કરવા આ ધરણા વિરોધ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ સાથે તેમણે ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *