25 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા: સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ જરૂરિયાતમંદ પરિવારો માટે બન્યા આશીર્વાદરૂપ પાલનપુરમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા 19 મો સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 25 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પાલનપુરમાં જ્યોર્જ ફીફ્થ ક્લબમાં શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપ દાસજી ફાઉન્ડેશન દ્વારા 19 મો સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 25 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં સઁસ્થા દ્વારા વર-કન્યાને લગ્નના કપડાં, દાગીના, ઘર વખરી સહિતનું કરીયાવર આપવામાં આવ્યું હતું. છેલ્લા 19 વર્ષથી સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જોકે, દેશ વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવતું હોવાનું મેનેજીંગ ટ્રસ્ટી સરલાબેનએ જણાવ્યું હતું. કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે યોજાતા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહ્યા છે.
- January 20, 2025
0
74
Less than a minute
You can share this post!
editor