કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાને લઇ સ્થાનકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા; પાલનપુરમા અનેક વણ ઉકેલાયેલી સમસ્યાઓના દોર વચ્ચે શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહીશો ગટરના ગંદા પાણીના કુત્રિમ તળાવની સમસ્યાથી પીડાઇ રહ્યા છે પાલિકા દ્વારા માનસરોવર તળાવમાં જતું ગટરનું પાણી અહી અવરોધવામાં આવ્યું છે પરતું તેનો નિકાલ કરવામાં ન આવતા માથું ફાટી જાય તેવી દુર્ગધ અને જીવાતોના ઉપદ્રવને લઇ સ્થાનિકોનું જીવન દુસ્કર બની જવા પામ્યું છે.
પાલનપુર શહેરના માન સરોવર તળાવના નવીની કરણને લઇ આ તળાવમાં જતું ગટરનું પાણી કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ આંબાવાડી વિસ્તાર છોડી મૂકવામાં આવ્યું હતું જેને લાંબો સમય વીતવા છતાં આ પાણીનો નિકાલ કરવામાં ન આવતા આ રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણીના ભરાવાથી અહી દૂષિત પાણીનું તળાવ સર્જાયું છે. જેને લઇ અહી મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકોને દારુણ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા આ ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ચોમાસાની સિઝનમાં અહી પૂરની પરિસ્થિતિ સર્જાય તેમ છે. જેને લઇ પાલિકા દ્વારા આ ગંદા પાણીનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.
પ્રતિકાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી અપાઇ; કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવતો મેસેજ વાઇરલ કર્યો છે. જેમાં ભાજપ શાસિત નગરપાલિકાના પાપે રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીનું તળાવ ભરાયું છે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રવિવારે વિરોધ પ્રદર્શિત કરવા અહી પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાવામાં આવશે.તેવો રોષ ઠાલવ્યો છે.

