પાલનપુર સુખબાગ રોડ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા પોતાના મકાન તેમજ દુકાન બહાર દબાણ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ પાલનપુર નગરપાલિકાને મળી હતી જેના પગલે પાલનપુર નગરપાલિકાની સૂચના ના પગલે ટીમના માણસો દ્વારા પાલનપુર સુખબાગ રોડ ઉપર પહોંચી જીસીબી દ્વારા ઓટલાના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં પણ નગરપાલિકા દ્વારા જેમના દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

- May 14, 2025
0
94
Less than a minute
You can share this post!
editor