પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આઇડીબીઆઈ બેન્ક પણ આ અભિયાનમાં જોડાઇ છે. અને પાલિકાને ડસ્ટબીન આપવામાં આવ્યા છે. જેથી પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત નગર સેવકોની ટીમ દ્વારા શહેરની જુદી જુદી જગ્યાઓ પર સર્વે કરી જ્યાં વધુમાં વધુ લોકો કચરો નાખતા હોય તેવી જગ્યાઓને વેરીફાઈ કરી તે જગ્યા પર ડસ્ટબીન મુકાવી લોકોને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખવા જણાવવામાં આવી રહ્યું છે. આનાથી લોકો જાહેરમાં કચરો નાખવાની જગ્યાએ આ ડસ્ટબિનમાં કચરો નાખશે. જેને પાલિકા દ્વારા નિયમિત ખાલી કરવામાં આવશે જેથી લોકો જાહેરમાં કચરો નાખવાની જગ્યાએ ડસ્ટબિનમાં કચરો નાખી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનશે.

- April 25, 2025
0
141
Less than a minute
You can share this post!
editor