પાલનપુર; દારૂ ભરેલી ફોર્ચ્યુંનર ગાડી સહિત રૂ.19.35 લાખનો મુદ્દામાલ ઝડપાયો

પાલનપુર; દારૂ ભરેલી ફોર્ચ્યુંનર ગાડી સહિત રૂ.19.35 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ઉમરદશી પુલ પાસેથી પલટી ખાધેલી ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

પાલનપુર તાલુકાના રતનપુર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક ફોર્ચ્યુંન ગાડી નીકળતા પોલીસે તેનો પીછો કરતા તે ગાડી મેરવાડા જતા ઉમરદશી પુલ પહેલા પલટી ખાઇ જતાં ગાડી મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે પલટી ખાધેલી ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારુ ભરેલી ગાડી સહિત કુલ રૂ.19.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં રતનપુર ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં  હતા. દરમ્યાન એક ફોર્ચુનર ગાડી પાલનપુર તરફથી આવતી હોઇ જેને રોકાવવાનો ઇશારો કરતાં ચાલકે ગાડી ઉભી રાખેલ નહી. જેથી પોલીસે પીછો કરતાં ગાડી મેરવાડા તરફ જતાં ઉમરદશી નદીના પુલની પહેલા નીચે ઢાળમાં પલટી મારી ગયેલ હોય અને ચાલક ગાડી મુકી નાશી ગયેલ. જે ગાડીમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૪૭ કિ.રૂ.૩,૭૫,૧૧૪/- તથા ફોર્ચુનર ગાડી કિ.રૂ.૧૫,૦૦, ૦૦૦/- તથા મોબાઇલ-૦૨ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૯,૩૫,૧૧૪/- નો રાખી પ્રતિબંધિ ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી વાહન ચેકીંગ દરમ્યાન ગાડીના ચાલકે ગાડી પલટી મરાવી નાશી ગયેલ હોય જેની વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *