નિવૃત્ત આર્મીમેને લગ્નમા બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું તેનો વીડિયો વાયરલ થયો હતો
જમ્મુ કાશ્મીરના રામબાન માં પરવાના વાળી બંદૂક કબજે કરાઇ; પાલનપુર તાલુકાના ધાણધા ગામે એક નિવૃત્ત આર્મીમેને ચાર વર્ષ અગાઉ તેમના મિત્રના લગ્નમાં બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો હતો જે અંગે આર્મીમેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસે થી બંદૂક કબજે કરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના ધાણધા ગામે રહેતા નિવૃત્ત આર્મી મેન ચાવડા દિલીપસિંહ બળવંતસિંહ એ ચાર વર્ષ અગાઉ તેમના મિત્રના લગ્ન પ્રસંગ માં તેમની પાસે રહેલ જમ્મુ કાશ્મીરમાં રામબાન જિલ્લાના પરવાના વાળી બાર બોર બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો હતો જે અંગે પાલનપુર એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરીને વીડિયોના આધારે ફાયરીંગ કરનાર નિવૃત્ત આર્મીમેનની ઓળખ કરી તેમની સાથે ફાયરિંગ અંગે ખરાઇ કરી હતી અને બંદૂક વડે ફાયરીંગ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેમની પાસે થી રૂ.25 હજારની કિંમતની બંદૂક કબજે કરવામાં આવી હતી.