પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટર બહેનોએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવીને આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરતી આશા ફેસિલિટર બહેનોએ પગાર વધારવાની માંગ કરી હતી.અને જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા પગાર વધારાની જી.આર.ની જાહેરાતમાંથી તેઓને બાકાત રાખવામાં આવી છે. જે પગાર વધારાનો જી.આર. કરવામાં આવે તેવી માંગ કરી છે.આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કરોના ઇન્સેટિવમાં સરકાર તરફથી મળતા રૂપિયા 2000 હજાર રૂપિયા 1500 નો વધારો કરીને 3500 કરેલ છે. જોકે તેનો પણ જી.આર. બાકી છે. આ જાહેરાત દરમિયાન આરોગ્ય વિભાગમાં આશા વર્કરોના સુપરવિઝન કક્ષાની ફરજ બજાવતી ફેસિલિટર બહેનોને કોઈ જ વધારો જાહેર કરેલ નથી તેથી આશા ફેસિલિટર બહેનોને પણ તેમના વેતનમાં લઘુતમ વેતન વધારો કરવામાં આવે તેમજ આશા વર્કરોના વધારાના જી.આર. ની સાથો સાથ જ ફેસિલિટર બહેનોના આ જી.આર. પ્રકાશિત કરવામાં આવે તેવી માંગ કરી છે.
- September 10, 2025
0
170
Less than a minute
You can share this post!
editor

