મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મક્કીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફનો સંબંધી હતો. જમાત-ઉદ-દાવા અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 26 ડિસેમ્બર 2008ના રોજ મુંબઈમાં હુમલો કર્યો હતો. જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા. એપ્રિલમાં સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પણ બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો.