તેલંગાણાની રાજધાની હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં પાકિસ્તાની મૂળના ફહાદ વિરુદ્ધ ‘લવ જેહાદ’નો ગંભીર મામલો સામે આવ્યો છે. ફહાદ પર પોતાની રાષ્ટ્રીયતા છુપાવવાનો, ગેરકાયદેસર દસ્તાવેજો દ્વારા નોકરી મેળવવાનો અને એક હિન્દુ છોકરી કીર્તીને પ્રેમની જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરવાનો આરોપ છે. કીર્તિનું નામ બદલીને ‘દોહા ફાતિમા’ રાખવામાં આવ્યું હતું અને તેણે 2016 માં તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે ફહાદ કીર્તિને છોડીને બીજી મહિલા સાથે રહેવા લાગ્યો છે, ત્યારબાદ કીર્તિએ હિંમત બતાવી અને પોલીસનો દરવાજો ખટખટાવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફહાદ ૧૯૯૮માં પાકિસ્તાનથી ભારત આવ્યો અને હૈદરાબાદમાં સ્થાયી થયો. તેને હાઇ-ટેક સિટીમાં સીપલ નામની કંપનીમાં નોકરી મળી, પરંતુ તેણે પોતાની પાકિસ્તાની ઓળખ છુપાવી. ફહાદે બંજારા હિલ્સના માઉન્ટ બંજારા કોલોનીમાં રહેતી કીર્તિને તેના પ્રેમ જાળમાં ફસાવી. તેણે કીર્તિને પ્રેમ સંબંધમાં ફસાવી અને પછી તેને ઇસ્લામ ધર્મ અપનાવ્યો. ૨૦૧૬માં ફહાદે કીર્તિ સાથે લગ્ન કર્યા અને તેનું નામ ‘દોહા ફાતિમા’ રાખ્યું.
કીર્તિ સાથે થોડા વર્ષો રહ્યા પછી, ફહાદે તેની ઓફિસમાં કામ કરતી બીજી મહિલાને ફસાવી . તેણે આ મહિલાનું પણ ધર્માંતરણ કરાવ્યું અને તેની સાથે રહેવા લાગ્યો. જ્યારે કીર્તિને આ વાતની ખબર પડી, ત્યારે તેણે ફહાદ અને તેના નવા જીવનસાથીને રંગે હાથે પકડી લીધા અને પોલીસને જાણ કરી. પોલીસે ફહાદ અને બીજી મહિલાની ધરપકડ કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે ફહાદે બીજી મહિલા સાથે લગ્ન કર્યા છે કે નહીં.

