રખેવાળની પ્રકાશન યાત્રા

ગઈકાલ અને આજ…

પમી ફેબ્રુઆરી-૧૯૮પના રોજ સરહદી જિલ્લામાં હેન્ડ કંપોઝ દ્વારા શરૂ થયેલ ‘રખેવાળ’ આજે નયનરમ્ય કલર ઓફસેટ પ્રિન્ટીંગથી સુસજ્જ બન્યું છે. ત્રણ દાયકા ઉપરાંતની લાંબી સફર દરમ્યાન અનેક સંઘર્ષો વચ્ચે પણ ‘રખેવાળ’ વિકાસના રચનાત્મક મૂળભૂત સિધ્ધાંતથી ક્યારેય વિચલીત ન થઈને સાચા અર્થમાં ‘લોકહૈયાનો ધબકાર’ બની સતત પ્રગતિ કૂચ કરી રહ્યું છે. તેના પાયામાં અમૃતલાલ શેઠનો સિંહફાળો છુપાયેલો છે. જેઓ આજે આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેમના જીવનકાળ દરમ્યાન વેઠેલા સંઘર્ષો, અણધારી આવી પડેલી આપદાઓ વચ્ચે પણ અડીખમ યોધ્ધાની જેમ સમાજ સેવાની જ્યોત જલતી રાખી અખબારી ધર્મ બજાવ્યે રાખ્યો તેની અસંખ્ય સ્મૃતિઓ સતત નવો રાહ ચિંધી પ્રેરણા પૂરી પાડે છે.

૧૯૭૧નું વર્ષ પત્રકારત્વનો કોઈ અનુભવ નહી પરંતુ તે સમયે અમદાવાદથી પ્રસિધ્ધ થતા એક દૈનિક સાથે જાડાયા… તેમાંથી અખબારી વ્યવસાય પ્રત્યે લગાવ થયો અને ‘રખેવાળ’ સાપ્તાહીકની શરૂઆત થઈ. તે સમયે બનાસકાંઠા જિલ્લામાં આંગળીના વેઢે ગણાય તેટલા સાપ્તાહીકો નીકળતા પરંતુ અમૃતભાઈની સાહસિક વૃત્તિ, જવામર્દી અને દિલેરીના સહજ ગુણના કારણે અનેક વિડંબણાઓ વચ્ચે પણ ‘રખેવાળ’ સાપ્તાહીકે જિલ્લામાં તેની વિશેષ ઓળખ ઉભી કરી. રખેવાળ નિયમિત પ્રસિધ્ધ થાય તે માટે ૧૯૭૮માં પારસમણિ પ્રિન્ટર્સ નામનું પ્રેસ ચાલુ કયુ. અખબારી જગતમાં પગ મૂક્યા બાદ તેમને સાહિત્ય સાથે લગાવના કારણે જિલ્લામાં અપ્રસિધ્ધ સાહિત્યને પ્રકાશિત કરવાના અભરખા જાગ્યા તેના નીચોડ રૂપે ઐતિહાસિક માહિતી સભર પ૦૦ ઉપરાંત પેજનો ‘બનાસ દર્શન’ અને ૭પ૦ ઉપરાંત પેજના ‘ઉત્તર ગુજરાતની આÂસ્મતા’ નામના બે દળદાર વિશેષાંકો પ્રસિધ્ધ કર્યા. બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતાં બનાસકાંઠા અને આનર્ત પ્રદેશના વીરો અને વીરાંગનાઓ, સતી, જતી, સંતો, ભક્તો અને ગામેગામના પાળીયાની કેટલીય દટાયેલ વાતો આ ઐતિહાસિક ગ્રંથમાં સમાઈ છે. આજે પણ ઐતિહાસિક માહિતી માટે આ ગ્રંથોની એટલી જ માંગ છે.

સતત આગળ વધતા રહેવું તે સ્વભાવના કારણે એંસીના દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકેય દૈનિક અખબારનું પ્રકાશન થતુ નહીં, ત્યારે ‘રખેવાળ’ ને દૈનિક રૂપે પ્રસિદ્ધ કરવાનો નિર્ધાર અમૃતભાઈએ કર્યો. જાકે તે સમયે નપાણિયા તેમજ આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને ઉધોગિક એમ તમામ ક્ષેત્રે પછાતપણાનું કલંક વેઠતા બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા ખાતેથી દૈનિક અખબારનું પ્રકાશન કરવાના સ્વપ્ન જાવા એ ગાંડપણભરી ઘેલછાથી વિશેષ કંઈ નથી તેવું કહેનારાઓનો તે સમયે કોઈ તોટો નહોતો, પરંતુ પડકારો ઝીલી સામા પ્રવાહે તરવાના જન્મજાત સાહસિક સ્વભાવને કારણે અમૃતભાઈએ પ મી ફેબ્રુઆરી – ૧૯૮પના રોજ ‘રખેવાળ દૈનિક’નો મજબુત પાયો નાખી જ દીધો. એ સાથે ઉત્તર ગુજરાતમાં દૈનિકના શૂન્યાવકાશ સમાપ્ત થઈ ગયો. નિષ્ઠાવાન કર્મચારીગણ મળતા એકદમ ટાંચા સાધનો, આર્થિક મર્યાદાઓ અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ ‘હેન્ડ કંપોઝ’ થી આરંભાયેલી ‘રખેવાળ’ ની પ્રકાશન યાત્રા સફળ રીતે આગેકૂચ કરતી રહી. નિષ્પક્ષ અને નિડર અખબાર રૂપે લોકોએ ‘રખેવાળ’ને અપનાવી લીધુ. ૧૯૯૧માં કોમ્પ્યુટરાઈઝ અને ઓફસેટ પ્રિન્ટીંગ યુનિટ સાથેનું બિલ્ડીંગ તૈયાર થયું ‘રખેવાળ’ આધુનિક યુગમાં પ્રવેશ્યુ.

ત્રણ દાયકાની લાંબી અને વિકટ સફર દરમ્યાન પણ ‘રખેવાળ’ દૈનિકે સમાજ સેવા અને આ વિસ્તારના વિકાસ સાથે અંતરીયાળ ગામડાના આમ આદમીના પ્રશ્નો વાચા આપવાના મુળભુત ઉદેશ્ય સાથે ક્યારેય બાંધછોડ કરી નથી, અને સતત આગળ વધતા રહેવું તે મંત્ર નજર સમક્ષ રાખી રખેવાળની બાગડોર નવી પેઢીએ સંભાળ્યા બાદ સમય સાથે તાલ મીલાવતા રખેવાળ નયનરમ્ય કલર પ્રિન્ટીંગ સાથે પ્રસિધ્ધ થયું. બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં નવોદીત લેખકો, ઉત્સાહી યુવાનોને પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દિ ઘડવા માટે મજબુત પ્લેટફોર્મ પુરૂ પાડી સતત પ્રોત્સાહનું આપ્યું અને ‘રખેવાળ’ આજે પત્રકારત્વની તાલીમ શાળા બની ગયું છે. તો સાથે સાથે હંમેશા રચનાત્મક અને હકારાત્મક પત્રકારત્વના પ્રહરી એવા અમૃતભાઈએ સૂચવેલા છેવાડાના નાનામાં નાના આમ આદમીના પ્રશ્નોને વાચા આપવાના જીવન મંત્ર પર તેમનું માનસપુત્ર ‘રખેવાળ’ અડગ રીતે આગળ વધી રહ્યું છે.

આજના ‘હાઈટેક’ યુગમાં હરીફાઈ વધી છે અને માનવીય મૂલ્યોનું સતત પતન થઈ રહ્યું છે. પલટાયેલા આ પ્રવાહનો લાભ ખાટવા કેટલાક માધ્યમો મૂળ ઉદેશ્ય સાથે બાંધછોડ કરતા અચકાતા નથી પરંતુ ‘રખેવાળ’ આમ પ્રજાથી માંડી દેશના વિકાસ અને વિશ્વ કલ્યાણ સાથે માનવીય અને સામાજીક મૂલ્યોના દાયિત્વ નિભાવવાની જવાબદારી સાથે આગળ વધી રહ્યું છે. અનેક સંઘર્ષો અને આપદાઓ વચ્ચે પણ અડીખમ યોધ્ધાની જેમ લોકસેવાની જ્યોત જલાવી રાખવાનું કપરૂ કામ સ્વ.અમૃતભાઈના સંસ્કારો થકી અખબારી ધર્મ બજાવતા તેઓના ચિંધેલા માર્ગે આગળ વધતા તેઓના જયેષ્ઠ પુત્ર તરૂણભાઈ તંત્રી અને અનુજ બંધુ વિક્રમભાઈ મેનેજીંગ તંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી અખબારી વારસાને જાળવી રાખવા અને તેને સતત ઉત્તરોત્તર વિકાસ તરફ દોરી જવા યતકિંચ પ્રયત્ન કરી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.