પાટણમાં ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

પાટણમાં ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

SOG એ 153 ફીરકીઓ સાથે રૂ. 30,600 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામાના કડક અમલ માટે પાટણ SOG ની ટીમે કાર્યવાહી હાથ ધરી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી 153 ફીરકીઓ સાથે રૂ. 30,600 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. શહેરમાં ઝડિયાની ખડકીમાં આવેલા મોઢેશ્વરી ગોલ્ડ પેલેસની એક દુકાન અને તિરુપતિ કોમ્પ્લેક્ષ પાછળ વિજય સિનેમા સામેના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.આ દરોડામાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 153 ફીરકીઓ જપ્ત કરી હતી, જેની કુલ કિંમત 30,600 આંકવામાં આવી છે. પોલીસે ભાવિક વિષ્ણુભાઈ સોનેજા (રહે.પદ્મનાભ ચોકડી પાસે, પાટણ) અને જયદીપજી ભરતજી જેણાજી ઠાકોર (રહે.સાલવી વાડો પાટણ) નામના બે શખ્સોની અટકાયત કરી છે.

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ B.N.S. કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પાટણ સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.સોલંકી,પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *