પાટણના સાંતલપુર પંથકમાથી પસાર થતી નમૅદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં

પાટણના સાંતલપુર પંથકમાથી પસાર થતી નમૅદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં

અવાર-નવાર કેનાલમાં ગાબડા પડવાની સમસ્યાને કારણે ખેડૂતોને ભારે નુકશાન

પાટણ જિલ્લાના સાતલપુર પંથકમાથી પસાર થતી નમૅદા કેનાલમા અવારનવાર ગાબડાં પડવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તો કેનાલમા ગાબડાં પડવાથી આજુબાજુના ખેડૂતો ના વાવેતર કરાયેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી વારંવાર બનતી ધટનાઓને રોકવા ખેડૂતો સહિત પંથકના લોકો દ્વારા નમૅદા વિભાગના અધિકારીઓ ને રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નકકર કામગીરી હાથ નહિ ધરાતા ગતરોજ વધુ એક સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામેથી રોઝુ ગામે જતી નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સજૉતા અને પાણી કેનાલ આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી દ્વારા સાતલપુર-રાધનપુર અને અન્ય તાલુકાઓને રવિ સિઝન માટે નર્મદા નિગમની કેનાલમાંથી પાણી આપવામાં આવે છે.

ત્યારે સાતલપુર તાલુકાના મઢુત્રા ગામેથી કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે આ કચ્છ બ્રાન્ચ કેનાલ માંથી રોઝુ માઇનોર કેનાલમાં પાણી આપવામાં આવે છે. ગતરોજ આ માઇનોર કેનાલમાં પાણી છોડવા થી અને કેનાલ ની સફાઈ ન કરેલ હોવાથી કેનાલમાં પાણી ભરાતા પાણીના પ્રેસર ના કારણે કેનાલમાં ગાબડું પડતાં કેનાલની આજુબાજુ ના ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલા એરંડાના પાકમા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને વાવેતર કરેલા પાકમાં ભારે નુકસાન થવા પામ્યુ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના સાતલપુર-રાધનપુર પંથકમાથી પસાર થતી નમૅદાની કેનાલમાં અવાર નવાર ભંગાણ સજૉવાની સમસ્યાઓ સામે આવતી હોવા છતાં તેના નિરાકરણ માટે નમૅદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નકકર કામગીરી હાથ ધરવામાં નહિ આવતાં પંથકના ખેડૂતો સહિત ના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.તો કેનાલમાં ભંગાણ સજૉયા બાદ ખેડૂતોના ખેતરોમા ફરી વળેલા પાણીના કારણે ખેડૂતોના વાવેતર કરાયેલા પાક ના નુકશાન નું સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી માંગ પંથકના લોકોમાં ઉઠવા પામી છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *