સરહદી આતર રાષ્ટીય સીમા ધરાવતા બોર્ડર વિસ્તારના પોલિસ મથકો ઉપર ઓપરેશન સિંદૂર બાદ બોર્ડર ની સલામતી જળવાઈ રહે તે હેતુસર માવસરી પોલીસ મથક સહિત અન્ય બોર્ડરના મથકો ઉપર પી.આઇ ની પોસ્ટ આપી છે. તેમ છતાં આ સરહદી બોર્ડર વિસ્તારના માવસરી પોલીસ મથકનો વિસ્તાર એટલે ખાળે….ડૂચા…અને દરવાજા મોકળા..જેવી પરિસ્થિતિ છે. કારણ કે 17 મે ના રોજ આજ પોલીસ મથક વિસ્તાર માંથી પાલનપુર ની પેરોલ સ્કોડની ટીમે 10 લાખ થી વધુ કિંમતનો મુદામાલ પકડી પાડ્યો હતો. માવસરી પોલીસ ઊંઘતી ઝડપાઇ ગઈ હતી. ત્યાર બાદ ફરી પાછો ગતરોજ બ.કાં એલ.સી.બી ટીમ માવસરી અને સુઇગામ વિસ્તારમાં પેટ્રોલીગ માં હતી તે દરમિયાન મળેલી ચોકસ હકિકત ના આધારે નાકાબંધી કરી ફિલ્મી ઢબે માવસરી વિસ્તારના ગામડી ગામ માંથી 12 લાખ થી વધુ કિંમતનો વિદેશી દારૂ અને ગાડી ઝડપી લીધી હતી.
ફરી પાછી માવસરી પોલીસ ને એલ.સી.બી પોલીસે ઉંઘ માંથી જગાડી હતી. અને ગાડી ચાલક ને પકડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. જો કે થોડા સમય અગાઉ આ જ પોલીસ મથક વિસ્તારના ટડાવ ઓ.પી માંથી એલ.સી.બી પોલીસે માત્ર 1 લાખ નો વિદેશી દારૂ ઝડપી લેતાં ઓ.પી.ના હેડ.કો ને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. તો હવે જોવાનું એ રહ્યું કે માવસરી પોલીસ મથકની હદમાંથી માત્ર આજ મહિનામાં માત્ર પંદર દિવસના ગાળામાં પેરોલ સ્કોડ અને એલ.સી.બી પોલીસે રૂ 23 લાખ ની કિંમત નો મુદા માલ ઝડપી પાડ્યો છે. ત્યારે જી.પોલીસ વડા માવસરી પોલીસ મથક ના જવાબદાર તંત્ર વિરુદ્ધ શુ…પગલાં ભરશે લોકોમાં ચર્ચાતો એક જ સવાલ.