વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓ વધ્યા : સિવિલ સુપ્રીડેન્ટ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ સતત વાદળછાયું વાતાવરણ અને કાતિલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. જેના કારણે લોકોને શરદી,તાવ અને ખાંસી જેવી બીમારીઓ લાગુ પડી છે. જેમાં ખાસ કરીને વડીલો અને નાના બાળકો બીમારીની ઝપટમાં આવ્યા છે.જેથી પાલનપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી પડ્યો છે. જેથી દર્દીઓમાં મુખ્યત્વે શરદી ખાંસી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જનરલ સિવિલ હોસ્પિટલમાં રોજ આવતાં દર્દીઓમાં તાવ,શરદી ખાંસીના 500 થી વધુના કેસો આવતાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
આ બાબતે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર સુનિલ જોશીના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણમાં ફેરફારને કારણે તાવ શરદી અને ખાંસીના દર્દીઓ આવી રહ્યા છે. આવા ઠંડા વાતાવરણમાં લોકોએ ગરમ કપડાં પહેરવા અને પોતાનાં શરીરને સાચવવું જોઈએ અને કંઈક તકલીફ થાય તો ડોકટરને બતાવવું જોઈએ.તેવી સલાહ પણ આપી હતી.