ઝરીન ખાનની માતા આઈસીયુમાં દાખલ થઇ, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો

Other
Other

મુંબઈ,
અભિનેત્રી ઝરીન ખાન સો.મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેમણે હાલમાં જ ચાહકોને તેમની માતા માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે. ઝરીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે, ‘મારી માતા ફરીથી હોસ્પિટલમાં દાખલ છે અને આઈસીયુમાં છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. આ પહેલા પણ અભિનેત્રીની માતાની તબિયત ખરાબ થઈ હતી. ત્યારે પણ તેમને સો.મીડિયા પરના દરેકને તેમની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું.
ઝરીન તેમની માતાની ખૂબ નજીક છે અને તેમની સંપૂર્ણ સંભાળ રાખે છે. પિતાના ગયા પછી ઝરીને તેમની માતા અને બહેનની સંપૂર્ણ સંભાળ લીધી છે. તે બંનેને સારું જીવન આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. હવે તે માતાની માંદગીને કારણે નબળી પડી રહી છે.
ઝરીને કહ્યું, ‘એક દિવસ અચાનક મારા પિતા અમને બધાને છોડીને ચાલ્યા ગયા. અમારી પાસે પૈસા નહોતા અને ન તો અમે મોટા પરિવારમાંથી હતા. મારી માતા તૂટી ગઈ હતી, પરંતુ મેં તેમને સમજાવ્યું કે કંઈ થશે નહીં, હું બધું જાેઈશ.
ઝરીને કહ્યું, ‘ મેં ત્યારબાદ કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. મારી બહેન તે સમયે ૧૨માં ધોરણમાં હતી. મારી માતાને ગર્વ છે કે તેમની બંને પુત્રીઓ મુશ્કેલ સમયમાં સાથે હતી અને તેમને તે ખરાબ તબક્કામાંથી બહાર લાવ્યા. અમે તમને જણાવી દઈએ કે તે દરમિયાન ઝરીનનું વજન પણ ખૂબ વધારે હતું અને તેમણે તેમના બોડી પર પણ ખૂબ કામ કર્યું હતું અને ૫૦ કિલોગ્રામ વજન ઉતાર્યુ હતું.
જાેકે બોલિવૂડમાં કામ કર્યા પછી પણ તે તેમના વજનને લઈને ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે. પરંતુ ઝરીન હવે તેનાથી પરેશાન નથી. તેમણે કહ્યું છે કે તે જેવી છે પોતાના પર ગર્વ અનુભવે છે.
ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કર્યું હતું. ઝરીનની ડેબ્યૂ દરમિયાન તેમના લુક્સની તુલના કેટરીના કૈફ સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ પણ ઝરીનની સુંદરતાએ સૌનું દિલ જીતી લીધું. જાેકે, બોલિવૂડમાં તેમને આટલો ફાયદો મળ્યો નથી. હિન્દી સિવાય ઝરીન હાલમાં તમિલ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.