વર્લ્ડ કપ 2023: ભારતની પાડોશી દેશની ટીમ નહિ રમી શકે વર્લ્ડ કપ 2023માં, આવ્યું મોટું અપડેટ

Other
Other

ICC ODI વર્લ્ડ કપ (વર્લ્ડ કપ 2023) ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાશે. હાલમાં ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ 2023ની ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે આ ક્વોલિફાયર દ્વારા બે ટીમો વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. પરંતુ ભારતના પાડોશી દેશની ટીમ ODI વર્લ્ડ કપ 2023ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ક્વોલિફાયરમાં દસ ટીમો રમી રહી છે, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ અને યુએસએ ગ્રુપ Aમાં છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને યુએઈની ટીમો છે. ભારતના પડોશી દેશ નેપાળની ક્રિકેટ ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 24મી જૂને નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં નેપાળને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે નેપાળનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.

નેપાળની ટીમ ગ્રુપ સ્ટેજની 4 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી હતી. ગ્રૂપ સ્ટેજની તેમની છેલ્લી મેચમાં નેપાળે નેધરલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી કેપ્ટન રોહિત પૌડેલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા, જ્યારે છેલ્લી મેચમાં સંદીપ લામિછાણેએ 27 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.