બદલાતા વાતાવરણના લીધે કેમ પડે છે બાળકો બિમાર? જાણો શું છે આ થવા પાછળનું કારણ…

Other
Other

વાતાવરણમાં ફેરફાર આવતાની સાથે કેટલાક બાળકો બિમાર પડી જાય છે. જેથી માતા-પિતાને ચિંતા થાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આવુ થવા પાછળનુ કારણ શુ છે. કેટલાક બાળકો વાતાવરણ બદલવાના કારણે સર્દી-ખાંસી અને તાવ જેવી બિમારીની સમસ્યાઓનો શિકાર બને છે.

આવો હેલ્થ એક્સપર્ટ દ્વારા જાણીએ કે કેમ વાતાવરણ ફેરફારનાં લીધે બાળકો બિમાર પડે છે. આવા સમયે માતા-પિતાએ કઈ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ. ડૉ.અરુણ શાહ (સીનિયર પીડિયાટ્રિશિયન)એ બાળકોને વાતાવરણ બદલવાને લીધે બિમાર પડવાના ઘણા કારણો જણાવ્યા છે. એમા ઈમ્યુન સિસ્ટમ નબળુ થવાના ઘણા કારણો છે. ડો.એ જણાવ્યુ છે કે કેટલાક બાળકોનુ સંપૂર્ણ રસીકરણ કરેલુ હોતુ નથી. જેના કારણે તેનુ ઈમ્યુન સિસ્ટમ નબળુ હોય છે અને તેઓ વારંવાર બિમારીનો શિકાર બનતા હોય છે. અને જો કેટલાક બાળકોને ભયંકર બિમારી હોય છે તો એ પણ બદલતા વાતાવરણમા બહુ જલ્દી બિમાર પડી જાય છે. કેટલાક બાળકો પોતાની જીવનશૈલીના લીધે બિમાર પડતા હોય છે. જંક ફૂડ, વાંસી ખોરાક, શારિરીક પ્રવૃત્તીમા અછત કે પછી સ્વાસ્થ્યનુ ધ્યાન ન રાખવાના કારણે પણ બાળકો બદલતા વાતાવરણમા જલ્દી બિમાર પડે છે.

માતા-પિતાને આ બાબતોનુ ધ્યાન રાખવુ જરુરી છે, જો કોઈ રસી આપવાની રહી ગઈ હોય તો તમારા બાળકને અવશ્ય અપાવી દો. બાળકોનુ સંપૂર્ણ રસીકરણ થયેલુ હોવુ જરૂરી છે. બાળકોને ઈમ્યુનિટી વધારવાના ડોજ અપાવી શકો છો. વિટામિન એ સપ્લીમેંટ્સની રસી, ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન, ઈનએક્ટિવેટેડ પોલિયો વેક્સીન, રોટાવાયરસ વેક્સીન, હેપેટાઈટિસ બીની રસી અને ન્યુમોકોકજ વેક્સીન જેવી વેક્સીન તમે તમારા બાળકોને અપાવી શકો છો.

તંદુરસ્ત જીવનશૈલી પણ બહુ જરૂરી છે. બાળકોમા નિયમિત હાથ ધોવાની આદત હોવી જોઈએ. જંક ફૂડની જગ્યાએ ઘરનુ પૌષ્ટિક આહાર આપવુ જોઈએ. બાળકોએ શારીરિક પ્રવૃત્તિમા ભાગ લેવો જોઈએ. શારિરીક પ્રવૃતિઓ બાળકોની ઈમ્યુનિટિ વધારવામા મદદ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.