બનાસ ડેરીની કાશીમાં શ્વેત ક્રાંતિ થકી સહકારથી સમૃદ્ધિની સંકલ્પના સાર્થક થશે:પશુપાલકોમાં ખુશાલી

Other
Other

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ: દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે નવો પ્લાન્ટ તૈયાર કર્યો છે. જે પ્લાન્ટનું આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. ત્યારે ઉત્તર પ્રદેશ સરકારની કરોડો રૂપિયાની સહાય તેમજ બનાસ ડેરીના સંકલ્પ સાથે બનાસ-કાશી સંકુલ તૈયાર થયું છે. અદ્યતન ટેકનોલોજીથી બનેલો ડેરી પ્લાન્ટ આ વિસ્તારના લોકો માટે તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આશીર્વાદરૂપ બનશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના સાથ અને સહકારથી આજે બનાસથી બનારસ સુધી દૂધની સરિતા પહોંચી છે. કાશીમાં શ્વેતક્રાંતિ થકી સહકારથી સમૃદ્ધિની સંકલ્પના સાર્થક બનશે.

કાશીમાં બનાસ ડેરીના નવીન પ્લાન્ટ: નિર્માણમાં ઉત્તરપ્રદેશ સરકારનો સિંહફાળો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના સહકાર થકી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં વારાણસી પ્લાન્ટ તૈયાર થયો છે. ઉત્તરપ્રદેશ સરકારના અલગ અલગ સરકારી વિભાગોએ પણ જરૂરીયાતના સમયે મદદ કરી પ્લાન્ટ નિર્માણની પ્રક્રિયામાં સહયોગ કર્યો છે. જે સહયોગથી આજે ખૂબ જ ટૂંકા ગાળામાં બનારસનો બનાસ ડેરીનો પ્લાન્ટ પૂર્ણ થયો છે.ત્યારે ઉત્તરપ્રદેશ સરકારની સહાયથી બનાસ ડેરીના પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

ઉત્તર પ્રદેશ સરકારના સક્ષમ નેતૃત્વ અને નીતિઓથી બનાસ ડેરીને મળેલા મુખ્ય લાભો: ઉત્તર પ્રદેશ ઔદ્યોગિક રોકાણ અને રોજગાર પ્રોત્સાહન નીતિ ૨૦૨૨ હેઠળ બનાસ ડેરીને નવા એકમ બનાસ કાશી સંકુલ માટે મૂડી પ્રોત્સાહન યોજના પ્રાપ્ત થઈ છે. બનાસ ડેરીને ઉત્તરપ્રદેશ સરકારની રૂ. ૧૩૪ કરોડની સહાય મળશે. દર વર્ષે પ્રોત્સાહનરૂપે ૧૦ કરોડ મળશે. જે ૧૫ વર્ષ સુધી સતત મળશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નવા પ્લાન્ટની બાજુમાં જ ૨૮૬ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટના ધોરણે કર્મચારીઓ માટે આવાસ બનાવવાની જમીન ફાળવવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સરકારની પોલીસી અંતર્ગત: વીજળી કરમા ૭.૫૦ ટકા સુધીનો વેવ ઓફ આપવામાં આવ્યો છે. જેના કારણે દર વર્ષે બનાસ ડેરીને ૧ કરોડ ૨૦ લાખની બચત થશે. વારાણસી બનાસ ડેરીના પ્લાન્ટ માટે જે જમીન ફાળવવામાં આવી હતી તે જમીનમાંથી પસાર થતી  હેવી વીજ લાઈનને ખૂબ જ ટૂંક સમયમાં  ઉત્તરપ્રદેશ સરકારે દૂર કરી છે. જેથી ૬ હેક્ટર જેટલી બિન ઉપયોગી જમીન આજે ઉપયોગી બની છે.

બનાસથી બનારસ સુધી દૂધની સરીતા પહોંચી: બનાસ ડેરીના વારાણસી પ્લાન્ટ માટે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી મળેલી રૂ.૧૩૪ કરોડની સહાયને લઇ બનાસના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બનાસના પશુપાલકો પ્રત્યેનો પ્રેમ અને લાગણી જ છે કે જેથી બનાસની દૂધ સરિતા આજે બનારસ સુધી પહોચી છે. જે તમામ બનાસવાસીઓ માટે ગૌરવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.