બોલિવૂડ તથા ટીવી જગતના જાણીતા એક્ટર-ડિરેક્ટર તારિક શાહનું થયું નિધન

Other
Other

મુંબઈ,
બોલિવૂડ તથા ટીવી જગતના જાણીતા એક્ટર તથા ડિરેક્ટર તારિક શાહનું નિધન થયું. તેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તારિક શાહે એક્ટ્રેસ શોમા આનંદ સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરી સારા છે.
તારિક શાહને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો હતો અને તેને કારણે તેમની હાલત બગડતી જતી હતી. ૩ એપ્રિલના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તારિક શાહ છેલ્લાં ૨ વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમનું ડાયાલિસીસ પણ ચાલતું હતું.
ટ્રેડ એનાલિસ્ટ તથા વરિષ્ઠ જર્નલિસ્ટ ઈન્દ્રમોહન પન્નુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, જ્યારે તેમણે તારિક શાહની પત્ની શોમા આનંદને ફોન કર્યો તો તેમની દીકરી સારાએ ફોન રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે ૩ એપ્રિલના રોજ સવારે તેના પિતાનું મોત ડબલ ન્યૂમોનિયાને કારણે થયું હતું.
તારિક શાહે ૧૯૯૦માં ફિલ્મ ‘બહાર આને તક’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ગુલશન કુમારે પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી અને ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી. આ ફિલ્મમાં રૂપા ગાંગુલી, સુમિત સહગલ, મુનમુન સેન જેવા કલાકારો હતા. ૧૯૮૪માં દિલીપ કુમારે ‘સત્યા’ ફિલ્મમાં તારિક શાહને લીધો હતો. જાેકે, આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. તારિકે ‘જન્મ કુંડળી’ સહિત ફિલ્મ તથા ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી. ‘કડવા સચ’ સિરિયલમાં તારિકે સમાજની બુરાઈઓની વાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.