સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા
હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, આગાહીનાં પગલે સમગ્ર જીલ્લાઓમાં મેઘરાજા ઝરમર ઝરમર વરસી રહ્યા છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં તો બારેમેઘ ખાંગા થયા છે. જુનાગઢ પંથકમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં કારણે રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે.
ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. ઘણા ગામો સંપર્ક વિહોળા બન્યા છે. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂર્વે પણ ઘેડ પથંકમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની હતી.
Tags baremegh khanda india rain Rakhewal