ટી20 શ્રેણીમાં બેક ટુ બેક સદી ફટકારનાર તિલક વર્માએ આઈ.સી.સી રેન્કિંગમાં જોરદાર છલાંગ
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી T20 શ્રેણીમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર તિલક વર્માએ ICC રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેઓ હવે સીધા ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. આ વખતે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી તિલક વર્માની ચર્ચા થઈ છે. એક જ ઝાટકે તિલક વર્માએ મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તેણે પોતાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ન છોડ્યો અને તેની આગળ નીકળી ગયો. સૂર્યકુમાર યાદવને આ વખતે રેન્કિંગમાં નુકસાન થયું છે.
ટ્રેવિસ ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન
ભારત vs દક્ષિણ આફ્રિકા શ્રેણી સમાપ્ત થયા બાદ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T20 રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જોકે ટ્રેવિસ હેડનું નંબર વનનું સ્થાન હજુ પણ અકબંધ છે. ટ્રેવિસ હેડ ICC T20 રેન્કિંગમાં 855 રેટિંગ સાથે નંબર વન પર છે. ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા સ્થાને છે. જેનું રેટિંગ હાલમાં 828 પર છે.
તિલક વર્માએ સીધું ત્રીજું સ્થાન મેળવ્યું, સૂર્યને નુકસાન
તિલક વર્માએ સૌથી મોટું પરાક્રમ કર્યું છે. તેણે એક જ ઝાટકે 69 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે. હવે તે સૂર્યકુમાર યાદવથી સીધા આગળ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે વધીને 806 થઈ ગયું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં બે પાછળ બે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આનો સીધો ફાયદો તેમને જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવને મામૂલી નુકસાન થયું છે. તે હવે 788 રેટિંગ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે.