![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/Dinesh-385.jpg)
ડીસા નગરપાલિકા પ્રમુખ સહિતની ટીમે મોડી રાત સુધી વરસાદી પાણીનો નિકાલ કર્યો
ડીસા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ડીસામાં પણ ગઈકાલે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મોડી સાંજે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત નગરસેવકો અને સેનિટેશનની ટીમ તરત જ પાણી ભરાયેલા વિસ્તારની મુલાકાતે લીધી હતી અને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી.
ડીસામાં જલારામ મંદિર સામે, રિઝમેન્ટ વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણ સમાજ પાણી ભરાઈ જાય છે. જેથી પાલિકાની ટીમે આ વિસ્તારની મુલાકાત લઇ પાણીના નિકાલ માટેનું આયોજન કર્યું હતું. સાથે જ વરસાદની આગાહીને પગલે જો વધુ વરસાદ થાય તો લોકોને પણ સચેત રહેવા માટે, તેમજ કોઈપણ વિસ્તારમાં પાણી ભરાય તો તાત્કાલિક નગરપાલિકાનો સંપર્ક કરવા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. નગરપાલિકાની ટીમને પણ 24 કલાક એલર્ટ કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાય તો તાત્કાલીક પહોંચી પાણીના નિકાલ માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.